" ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ ફેન ક્લબમાં આપનું હાર્દિક સ્વાગત છે. "

CM Blog Gujarati


  • 06 April 2016

  • દર્દી દેવો ભવ:



    ‘વિશ્વ આરોગ્ય દિવસ’ આજે ૭ એપ્રિલ વિશ્વભરમાં ઊજવાઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ તથા અન્ય કારણોસર આજે નવા નવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. સારવાર વધે છે તેમ નવા નવા રોગો પણ વધી રહ્યા છે. આ વર્ષે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ – ‘ડાયાબિટીસ હરાવો’ જેવા વિષયને લઈને નાગરિકોમાં જાગૃતતા ફેલાવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ડાયાબિટીસના નિદાન તથા તેની દવાઓ દર્દીઓને આજીવન મફતમાં મળી રહે તેની દરકાર કરી છે.

    અત્યાર સુધીમાં ૪૭ લાખ ડાયાબિટીસના દર્દીઓની ચકાસણી અને સારવાર થઇ રહી છે. આ વખતના બજેટમાં ડાયાબિટીસ માટેની ૫૭૫ દવાઓ મફતમાં આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

    ‘મા’ યોજના અંતર્ગત ૨૨.૨૮ લાખ લોકો નોંધાયા છે. જેમાં ૯૩ હજારથી વધારે લાભાર્થી લોકો છે. જે અંતર્ગત માર્ચ મહિના સુધીમાં ૧૫૨ કરોડ રૂપિયા ચૂકવીને આરોગ્યકવચ પૂરું પાડ્યું છે. ‘હેલ્થ ઇન્સ્યોરન્સ નહિ પરતું હેલ્થ એસ્યોરન્સ’ – એજ સરકારનો મૂળ ઉદ્દેશ છે.

    તેમજ મા વાત્સલ્ય યોજના હેઠળ અત્યાર સુધીમાં ૮ લાખ જેટલા લોકો નોંધાયા છે. જેમાં ૯૦,૦૦૦ લાભાર્થીઓને રૂ. ૧૪૩ કરોડની સહાય આપવામાં આવી છે. આ માત્ર આંકડા નથી ગતિશીલ સરકારે આરોગ્યની બાબતમાં રાખેલી તકેદારી છે.

    આરોગ્યની કાળજી રાખવા માટે ગુજરાતના પ્રત્યેક લોકો, મહિલાઓ નજીકના નિદાન કેન્દ્રમાં જાય તેની તકેદારી રાખવામાં રાજ્ય સરકાર કાર્યરત છે. બ્રેસ્ટ કેન્સર તેમજ ગર્ભાશયના મુખના કેન્સરથી પીડાતી બહેનોના રોગ નિદાન તેમજ નિવારણ માટે ગુજરાત સરકારે ઘર ઘર સુધી પહોચવાનો નિર્ણય કર્યો છે. તેના પરિણામ રૂપે અત્યાર સુધીમાં ૭૮ લાખ બહેનોએ ચેકઅપ કરાવ્યું અને જેમાંથી અંદાજીત ૧૦૦૦ જેટલી બહેનો મફત સારવાર કરાવી રહી છે. પહેલું સુખ તે જાતે નર્યા… અને એમાં ગુજરાત સરકારે પગલા ભર્યા – એ વાત ‘વિશ્વ આરોગ્ય દિવસ’ નિમિતે કહેવી જરૂરી લાગે છે.

    કિસાનપુત્રી, શિક્ષિકા, માતા અને મુખ્યમંત્રી તરીકે સહુ ગુજરાતના ભાઈઓ-બહેનોને મારા ગણીને પોતાનું આરોગ્ય જાળવવા વિનંતી કરું છુ. અને જે લોકો સારવાર લઇ રહ્યા છે તે દર્દીઓની સેવા ઈશ્વર ગણીને તમામ સરકારી-બિનસરકારી માધ્યમો કરે એવી પાર્થના કરું છુ…

    આપ સૌની પોતાની બહેન,

    આનંદીબેન





  • 02 April 2016

  • Elephant can dance ! એક્ટ થી એક્શન સુધી ગુજરાતની લોકાભિમુખ શાસનવ્યવસ્થાની સફર



    પ્રિય મિત્રો,

    વિધાનસભાનું બજેટ સત્ર ગઈકાલે પૂરું થયું. આ દરમ્યાન રાજ્યના ખૂણે-ખૂણેથી વિધાનસભાની કામગીરી નિહાળવા આવેલ ૬૩ હજારથી વધુ મહિલાઓ અને ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ-યુવાવર્ગ સહિત લગભગ ૧ લાખથી વધુ લોકોને મળવાનો સુખદ અવસર મળ્યો. આ સત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજ્યના લોકોને લાભ થાય તેવા ૧૪ વિધેયક પસાર થયા, પાંચ જેટલી નવી જનહિતકારી નીતિઓની જાહેરાત કરાઈ. હવે આવનાર સમયમાં અમારું પુરું ધ્યાન તેના યોગ્ય અમલીકરણ પર રહેશે.

    પણ, રાજ્યના હિત માટે સારામાં સારી યોજના બનાવવી એ એક બાબત છે, અને તેની પર અમલ કરીને તેનો ફાયદો લોકો સુધી પહોંચાડવો એ એક અલગ જ પડકાર છે.

    ગુજરાતનું વસ્તી વૈવિધ્ય તો જુઓ! છ કરોડથી વધુ લોકો… દરેક ધર્મના લોકો… કેટકેટલી જ્ઞાતિના લોકો… સાવ નિરક્ષરથી લઈને અત્યંત ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો…જુદી-જુદી વિચારસરણી ધરાવતા લોકો… નાનકડાં એવા આપણાં ગુજરાતમાં આખા ઓસ્ટ્રેલિયા દેશથી બે ગણા લોકો વસે છે… ચૂલાની ધુણીમાં સાંજનું વાળુ તૈયાર કરતી ગ્રામીણ સ્ત્રી પણ અહીં છે, અને સ્માર્ટ ફોન પર સાંજનું ડીનર ઘેર ઓર્ડર કરતી શહેરી યુવતી પણ અહીં છે. અને આ સૌને સાથે રાખીને સૌનું હિત સચવાય તે રીતે સરકારી યોજનાઓના અમલીકરણ માટે છે પાંચ લાખ કર્મચારીઓનું સરકારી તંત્ર.

    અત્યંત મોટા અને જટિલ તંત્ર દ્વારા કામ પાર પાડવાની કઠિનાઈને વર્ણવવા માટે મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો એક કહેવત વાપરે છે – Elephant can’t dance!

    પણ, આ પડકારનો રસ્તો આપણે શોધ્યો છે. છેલ્લા પંદરેક વર્ષ પર નજર કરશો તો દેખાશે કે ગુજરાતે Act કરતા વધુ ભાર Action પર આપ્યો છે. યોજનાઓ, નિયમો અને કાયદાઓને તો આપણે વધુ સરળ બનાવીએ જ છીએ, પણ તેનાથી વધારે ઊર્જા તેના અમલમાં આપીએ છીએ.

    યોજનાઓના અમલને અસરકારક બનાવવા આપણે ‘ગતિશીલ ગુજરાત’ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં સરકારના પ્રત્યેક વિભાગ વિકાસની પ્રવૃત્તિઓ ચોક્કસ સમયમર્યાદામાં પૂરી કરવાનું લક્ષ્ય રાખે છે, અને થોડા-થોડા સમયે કામ કેટલું આગળ વધ્યું તેની સમીક્ષા કરવામાં આવે છે. એક ઉદાહરણ આપું તો, ૧ લી એપ્રિલ ૨૦૧૫ ના રોજ આપણે લક્ષ્ય નક્કી કર્યું હતું કે આવનારા ૩૬૫ દિવસની અંદર ગુજરાતના ૧૦૦૦ ગામને સો ટકા શૌચાલય સુવિધા બનાવવા. આવા કૂલ ૧૭૩ કાર્યો આપણે નક્કી કર્યા હતા. આજે આ ૩૬૫ દિવસનો સમય પૂરો થયો છે, અને મને કહેતા ઘણો આનંદ થાય છે કે આ પૈકીના મોટા ભાગના કાર્યો આપણે પૂરા કરી દીધા છે.

    આજથી આપણે ‘લોક સંવાદ સેતુ’ કાર્યક્રમ શરૂ કરીશું. હું પોતે જુદા-જુદા તાલુકાઓમાં જઈને ત્યાંના લોકોની સમસ્યાઓ સાંભળીશ. બને ત્યાં સુધી સ્થળ ઉપર સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ. માત્ર સમસ્યાઓ દૂર થાય એમ જ નહિ પણ આગળ જતા જૂની સમસ્યાઓ ફરી ઉદભવે જ નહિ તેવો પ્રયાસ કરાશે.

    તમને વિશ્વવિખ્યાત કોમ્પ્યુટર કંપની IBM ની એક વાત કરું. પોતાના અત્યંત વિશાળ કદ અને જટિલ તંત્રના લીધે ૯૦ ના દાયકામાં તે તૂટી પડવાને આરે હતી. તેના નવા સીઈઓ લૂઈ ગર્સ્ટનરે કંપનીના વર્ક કલ્ચરને સમજીને એવા તો પગલાં લીધાં કે કંપની ધમધમતી થઈ ગઈ. પેલી એલીફન્ટ વાળી કહેવતને તેમણે ખોટી પુરવાર કરી બતાવી અને કોર્પોરેટ વિશ્વ સમક્ષ નવો દાખલો બેસાડ્યો. સફળતાની આ ગાથા વર્ણવતું તેમનું પુસ્તક પણ ઘણું પ્રસિદ્ધ થયું.

    એ જ રીતે, આપણા રાજ્યની વસ્તી અને સરકારી તંત્ર પણ ઘણા વિશાળ છે. પરંતુ એક્શન આધારિત અભિગમને લીધે હવે વહીવટી તંત્રના ટોચના પગથિયેથી મેં આપેલી સૂચના વધુ અસરકારકતાથી છેક નીચેના પગથિયા સુધી પહોંચે છે. યોજનાઓ તો પંદર વર્ષ પહેલા પણ હતી. પરંતુ, યોગ્ય અમલીકરણને લીધે હવે તેના લાભ વધુ અસરકારકતાથી લોકો સુધી પહોંચતા થયા છે. પેલી એલીફન્ટ વાળી કહેવત આપણે પણ ખોટી પાડી બતાવી છે. હવે આપણે પણ કહી શકીએ એમ છીએ કે આવો ગુજરાતમાં… અને જુઓ… Elephant can dance!

    આપની,

    આનંદીબેન





  • 07 March 2016

  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: નારીના શક્તિ સ્વરૂપને સલામ



    રાજ્યની નારીશક્તિને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શુભકામનાઓ પાઠવું છું. આજે મને એ જોઈને ખુશી અને ગૌરવ થાય છે કે કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, પશુપાલન, વિજ્ઞાન, રમતગમત સહિતના તમામ ક્ષેત્રોમાં ગુજરાતની મહિલાઓ હવે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં સક્ષમ બની રહી છે.

    તમને આણંદના ભુરાકોઈ ગામના મહિલા પશુપાલક દિપીકાબેન પટેલનો દાખલો આપું. તે ૬૫ પશુઓનું વૈજ્ઞાનિક ઢબે પાલન કરે છે અને ઉચ્ચ કક્ષાના બિયારણ, પૌષ્ટિક પશુદાણ, જૈવિક ખાતરનો ઉપયોગ કરીને વર્ષે લગભગ રૂ. ૧૮ લાખની આવક રળે છે. આ વર્ષે રાજ્ય સરકારનો જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો પુરસ્કાર તેમણે જીતી લીધો છે. એક મહિલા નાનકડા ગામમાં બેસીને આટલી મોટી કમાણી કરી રહી છે એ કોઈ નાનીસૂની વાત છે?

    ગીરના જંગલોમાં સાવજોની સુરક્ષાનું ધ્યાન રાખીને સેંકડો રેસ્ક્યુ ઓપરેશન્સ પાર પાડનાર પચીસેક વર્ષની રસીલા વાઢેર અને તેના જેવી અન્ય મહિલા ફોરેસ્ટ ગાર્ડના શૌર્યની નોંધ તો દેશ-વિદેશમાં લેવાઈ છે. ત્યાં સુધી કે ડિસ્કવરી ચેનલે તેની ઉપર ‘The Lion Queens of India’ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે.

    સામાજિક પરિવર્તન અને વિકાસનો પવન સામાન્ય રીતે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોડો પહોંચતો હોય છે, એટલે જ જાણીને મેં તમને ગામડાની સફળ મહિલાઓના દાખલા આપ્યા. હકીકતે, આવા તો અનેક દાખલા હવે રાજ્યના ખૂણે-ખૂણે તમને જોવા મળશે. આપણે ત્યાં તો સ્ત્રીને શક્તિ સ્વરૂપા જ ગણવામાં આવે છે. આજની નારીએ ભાગ્યે જ કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું હશે કે જેમાં તેણે પોતાની શક્તિનો પરિચય ન કરાવ્યો હોય.

    સમાજમાં સુખ, સમૃધ્ધિ અને સંસ્કૃતિના સર્જન માટે મહિલાઓને સન્માનભર્યું જીવન આપવાની અનિવાર્યતા હવે દુનિયા સમજી ચૂકી છે. આ દિશામાં ગુજરાત સરકારે છેલ્લા પંદરેક વર્ષથી સઘન પ્રયાસો હાથ ધર્યા છે. મહિલાઓના શિક્ષણ, સુરક્ષા, સ્વાસ્થ્ય અને સ્વનિર્ભરતા – આ બાબતો પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યવ્યાપી ‘૧૮૧’ અભયમ હેલ્પલાઈન પર માત્ર એક ફોન કરીને હજારો મહિલાઓએ તાત્કાલિક સુરક્ષા મેળવી છે. સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ દીકરીઓ બાળપણથી જ સ્વરક્ષણના પાઠ શીખી રહી છે. બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરનું પરીક્ષણ કરીને તેની મોંઘી દવાઓ અને સારવાર રાજ્ય સરકાર આવક કે જ્ઞાતિના બાધ વિના તમામ બહેનોને વિના મૂલ્યે આપી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધી ૬૫ લાખ બહેનોએ પોતાનું પરીક્ષણ કરાવ્યું છે.

    મહિલાઓને ખુલ્લામાં હાજતના ક્ષોભ અને કનડગતથી બચાવવા રાજ્યના પ્રત્યેક પરિવારને શૌચાલય આપવાનું બીડું આપણે ઉઠાવ્યું છે, અને આવનારા ૨ વર્ષમાં આપણે તેને સિદ્ધ કરીને જ જંપીશું.

    આ ઉપરાંત, સગર્ભા માતાઓ અને કિશોરીઓને પોષણયુક્ત આહાર, રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓને ૩૩% અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૫૦% આરક્ષણ, સખીમંડળની બહેનોને સ્વરોજગાર માટે બેંક ક્રેડિટ અને મહિલાઓ માટે ખાસ ઔદ્યોગિક પાર્ક જેવા પ્રયાસો મહિલાઓના ઉત્કર્ષમાં નિમિત્ત બન્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭ માટે ગુજરાત સરકારે સળંગ ત્રીજીવાર જેન્ડર બજેટ બનાવ્યું છે, જેમાં ૧૩૬ જેટલી યોજનાઓ માત્ર મહિલાઓ માટે અને કુલ ૬૧૧ યોજનાઓ મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવી છે.

    મિત્રો, રાજ્ય સરકારના આ પ્રયાસોને આપ સૌનો સહયોગ મળે તેવી આગ્રહભરી અપીલ હું આજે કરું છું. આપણે દીકરીને પણ જન્મ લેવાનો અધિકાર આપીએ, તેને પણ મુક્ત ગગનમાં ઉડવાની તક આપીએ અને જીવનવિકાસમાં સહભાગી બનાવીએ.

    બહેનોને પણ કહીશ કે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને જીવનને સફળ બનાવવા પ્રયાસ કરશો. ગુજરાતમાં તમને વિકાસની સમાન તકો, સુરક્ષા, સહાય અને સન્માનનો માહોલ આપવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. વિજાપુરના ખરોડ ગામની સામાન્ય ખેડૂતની દીકરી આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમારી સામે આ વાત કરી રહી છે એ જ આ પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે.

    સ્ત્રી સ્વયં જ સશક્ત છે, તેથી આજના દિવસે હું આહવાન કરું છું કે આવો, સૌ સાથે મળી સહિયારી નારીશક્તિથી રાષ્ટ્રનિર્માણમાં સહયોગ કરીએ.

    આપની,

    આનંદીબેન






  • 17 January 2016

  • ગુજરાતનો વિજયપથ: ખેલ મહાકુંભ થી એશિયન ગેમ્સ સુધી 

    પ્રિય મિત્રો,

    શું તમે હરમિત દેસાઈ, અંકિતા રૈના, માના પટેલ અને અંકિત રાજપરાનું નામ સાંભળ્યું છે? આ એવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેમણે નાની ઉંમરે વિવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધાઓમાં મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

    મિત્રો, ગુજરાતીઓની છાપ વેપારીઓ તરીકેની છે અને એમ મનાય છે કે આ “દાળભાત ખાનારા લોકો”નું ખેલકૂદમાં ગજું નહિ. અને વાત સાવ ખોટી નથી. આપણા સમાજમાં સાચે જ ખેલકૂદ અને ફીટનેસ પ્રત્યે ઘણી ઉદાસીનતા છે. જોકે, સ્થિતિ હવે ધીમે-ધીમે બદલાઈ રહી છે. ગુજરાતના ખેલાડીઓ સ્વીમિંગ, શૂટિંગ, ટેનિસ, ટેબલટેનિસ, ચેસ સહિતની રમતોમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકી રહ્યા છે. રાજ્યમાં ખેલકૂદની સંસ્કૃતિનું નિર્માણ કરવાના આશયથી છેલ્લા બારેક વર્ષમાં રાજ્ય સરકારે દૂરંદેશી આયોજન કરીને વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે, તેનો આ બદલાવ પાછળ મોટો ફાળો છે.

    આવા જ એક અત્યંત મહત્વકાંક્ષી કાર્યક્રમ ખેલ મહાકુંભનો આવતીકાલથી રાજ્યભરમાં પ્રારંભ થઈ રહ્યો છે. ખેલ મહાકુંભમાં આ વખતે દરેક વયજૂથના ૪૦ લાખ જેટલા લોકોએ ભાગ લીધો છે. શારીરિક રીતે પૂર્ણ સક્ષમ ન હોય તેવા ‘દિવ્યાંગ’ ખેલાડીઓને પણ આપણે આમાં આવરી લીધા છે. તીરંદાજી, અશ્વારોહણ, ખો-ખો, રસ્સાખેંચ, બાસ્કેટબોલ, ફૂટબોલ, સ્વીમિંગ સહિતની કૂલ ૨૭ રમતોમાં એક મહિના સુધી રાજ્યવ્યાપી સ્પર્ધાઓ થવાની છે, જેમાં રૂપિયા ૪૩ કરોડના ઈનામોનું વિતરણ થવાનું છે.

    ખેલ મહાકુંભ એ માત્ર કોઈ રમતસ્પર્ધા નથી. આપણાં બાળકો ભારતમાતાની માટીમાં આળોટે, હસે-ખેલે, પડે, અથડાય, પસીનો વહાવે… અને એમ કરતાં તેમના શરીર ખડતલ બને, અને ખેલકૂદની સંસ્કૃતિ ગુજરાતીઓની રગેરગમાં વસી જાય તેવી દીર્ઘદ્રષ્ટિ આની પાછળ રહેલી છે.

    ખેલ મહાકુંભનું સૌપ્રથમ આયોજન વર્ષ ૨૦૧૦ માં કરાયું ત્યારબાદ અનુભવના આધારે આપણે ઉત્તરોત્તર તેની ગુણવત્તામાં સુધારા કરી રહ્યા છીએ. ગયા વર્ષે આપણે ખેલ મહાકુંભની સમાપ્તિ બાદ તેના ૨૮,૦૦૦ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે વિશેષ સમર કેમ્પનું આયોજન કર્યું હતું, અને નિષ્ણાંત કોચ દ્વારા તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપી હતી.

    આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પેદા કરવા હોય તો પ્રતિભાવાન ખેલાડીઓને ઉત્કૃષ્ટ તાલીમ, આધુનિક સાધનો, મસલ્સ મજબૂત કરતો પૌષ્ટિક આહાર મળવો જોઈએ. આ કામ આપણી ‘શક્તિદૂત’ યોજના હેઠળ થઈ રહ્યું છે. ઉપર જે ખેલાડીઓના નામ મેં કહ્યા એ બધા શક્તિદૂત યોજના હેઠળ તૈયાર થઈ રહ્યા છે.

    વિદેશોમાં સ્પોર્ટ્સ લીગનું માળખું ઘણું પ્રચલિત છે તે અનુસાર હવે આપણે બાસ્કેટબોલ, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ અને ખો-ખો એ પાંચ રમતોમાં ઝોન કક્ષાએ સાત લીગની રચના કરી છે. જરા વિચારો તો ખરા, અમદાવાદ અને જામનગર વચ્ચે ફૂટબોલની મેચ થાય અને તેને જોવા હજારો લોકો આવે એ નજારો કેવો હોય? સ્પોર્ટ્સનું આવું કલ્ચર ગુજરાતમાં બને તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક લોકો આર્થિક રીતે વધુ સમૃધ્ધ બને. સ્વસ્થ ગુજરાતમાં અનેરી ચેતનાની લહેર વ્યાપે અને સાથે-સાથે કરોડો રૂપિયા અર્થતંત્રમાં ઠલવાય.

    મને યાદ છે હું માધ્યમિક શાળામાં હતી ત્યારે સ્કુલ શરૂ થાય તે પહેલા અને સ્કુલ બાદ રમતના મેદાનમા ફરજિયાત જવાનું રહેતું. શિક્ષકો અમને તૈયારી કરાવતા. એટલે જ મહેસાણા જિલ્લામાં સતત ત્રણ વર્ષ ‘વીરબાળા’ પુરસ્કાર હું જ પ્રાપ્ત કરતી હતી. ગુજરાતમાં સશક્ત શરીર અને દૃઢ મન ધરાવતા આવા હજારો વીર અને વીરબાળાઓ તૈયાર થાય એ હું જોવા માંગુ છું.

    ખેલ મહાકુંભની સાથે મને વર્ષ ૨૦૧૮ માં ઈન્ડોશિયાના જાકાર્તામાં યોજાનાર એશિયન ગેમ્સના પડઘમ પણ સંભળાઈ રહ્યા છે. મારા ગુજરાતના યુવા ખેલાડીઓ પાસેથી હું તેમાં દેશ માટે કમસે કમ ત્રણ મેડલ જીતી લાવવાની માંગણી કરું છું. ગુજરાતી યુવાનોએ કાયમ પોતાના સામર્થ્યના સીમાડાઓ વટાવી જાણ્યા છે, અને હવે તો વધુને વધુ ગુજરાતી યુવાનો આર્મીમાં જોડાવા પણ આગળ આવી રહ્યા છે. તો આવો, મારા યુવામિત્રો, ભરી દો રમતના મેદાનોને તમારા પસીનાની મહેંકથી. બતાવી દો દુનિયાને કે આ “દાળભાત ખાનારા” ધારે તો વિશ્વમાં કોઈ તેમને ખેલકૂદમાં હરાવી શકે તેમ નથી. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે !

    આપની

    આનંદીબેન






  • 7 Decemeber 2015

  • सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया;

    પ્રિય મિત્રો,

    થોડા મહિના પહેલા નાની ઉંમરની એક મહિલા મને ઓફિસે મળવા આવી. પોતાની વ્યથા ઠાલવતા તેણે કહ્યું કે તેને કેન્સર છે અને હવે કદાચ તે બચી શકશે નહિ. મોંઘી સારવાર કરાવી શકે તેટલા પૈસા પણ તેની પાસે નહોતા. તેનું મોત થાય તો નાના બાળકો સહિત આખો પરિવાર તુટી પડે તેવી સ્થિતિ હતી. તેની વાત મને ઘણી પીડા આપી ગઈ. ખેર, મેં અધિકારીઓ સાથે આ અંગે મનોમંથન કર્યું અને પ્રારંભ થયો ગુજરાતના સાડા છ કરોડ લોકોની આરોગ્ય ચકાસણી અને સારવારના એક એવા મહાઅભિયાનનો જે ભારતભરમાં પહેલા ક્યાંય અને ક્યારેય કરવામાં આવ્યું નહોતું.

    પાંચ મહિના પહેલા શરૂ થયેલા આ અભિયાનમાં મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર, ભાઈઓમાં મોઢાનું કેન્સર, ઉપરાંત ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા રોગોનું પરીક્ષણ અને મફત સારવાર આપવામાં આવે છે. અત્યાર સુધી રાજ્યની ૨૯ લાખ મહિલાઓએ પોતાનું પરીક્ષણ કરાવ્યું છે, અને રોગગ્રસ્ત મહિલાઓની સારવાર રાજ્ય સરકાર નિ:શુલ્ક કરી રહી છે.

    મિત્રો, આપણે ત્યાં કહેવાય છે કે પાકા ઘડે કાંઠા ન ચડે. માણસ એકવાર ઉંમરલાયક થાય પછી તેનામાં શારીરિક બદલાવ લાવવા કે તેની આદતો બદલવી ઘણી મુશ્કેલ પડે. એટલે જ મારો ઘણો ભાર બાળકોના સંસ્કાર-સિંચન પર રહેતો હોય છે. બાળકોનો તંદુરસ્ત ઉછેર થાય એ માટે તેનો જન્મ થાય ત્યારથી નહિ, પરંતુ છેક તે માતાના ગર્ભમાં હોય ત્યારથી ખ્યાલ રાખવો જરૂરી છે. એટલે જ આપણે સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે, તેમની પ્રસૂતિ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની દેખરેખમાં જ થાય તેની ઉપર ઘણો ભાર મૂકીએ છીએ. આ ઉપરાંત, બાળકોમાં સમયસર રસીકરણ થાય તે માટેનું ચોક્કસ માળખું પણ આપણે ગોઠવ્યું છે.

    રાજ્યના ભવિષ્ય સમાન બાળકોના સ્વાસ્થ્ય માટે ગુજરાત સરકારના અત્યંત મહત્વના ‘શાળા આરોગ્ય તપાસ’ કાર્યક્રમની આજથી આપણે શરૂઆત કરી, જે આવતા બે મહિના સુધી ચાલશે. રાજ્યના નવજાત શિશુથી લઈને ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો સહિત કૂલ ૧ કરોડ ૫૬ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર આ દરમ્યાન કરવામાં આવશે. બાળકોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યની આદતો કેળવાય તેવા કાર્યક્રમ પણ આ દરમ્યાન કરવામાં આવશે. તમને ખ્યાલ છે…ગયા વર્ષે આ કાર્યક્રમમાં ૧.૫૪ કરોડ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૧૫,૯૮,૯૭૫ બાળકોને સ્થળ પર સારવાર, ૧,૫૮,૯૮૬ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ, ૪૨૪૯ બાળકોને હૃદયરોગની સારવાર, ૧૧૭૭ બાળકોને કિડની રોગની સારવાર, ૭૮૧ બાળકોને કેન્સરની સારવાર, ૯ બાળકોને કિડની પ્રત્યારોપણનો લાભ અને ૨ બાળકોને લીવર પ્રત્યારોપણનો લાભ મળ્યો હતો.

    બાળકોમાં ક્લેફ્ટ લીપ અને ક્લબ ફુટ (ફાટેલા-તુટેલા હોઠ, વાંકાચૂંકા પગ)નો પણ એક રોગ જોવા મળે છે. જો આંઠેક વર્ષની ઉંમર સુધીમાં સારવાર મળી જાય તો રોગ નિયંત્રણમાં આવી જતો હોય છે. પરંતુ જાગૃતિના અભાવે ઘણા બાળકો જીવનભર પીડા ભોગવતા હોય છે. એટલે, રાજ્યભરમાંથી આ રોગ ધરાવતા બાળકોને ઓળખીને તેમની નિ:શુલ્ક સારવાર કરાવવાનો પ્રારંભ પણ ગુજરાત સરકારે કર્યો છે.

    આપણે ત્યાં સર્વ જન માટે સુખ-શાંતિ અને તંદુરસ્તીની કામના કરતું પ્રાચીન સૂત્ર છે:
    सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत।


    બસ આ જ ભાવનાથી ગુજરાત સરકારે જનસાધારણ માટે આરોગ્ય ચકાસણી અને સારવારના આ કાર્યક્રમો શરૂ કર્યા છે. રાજ્યનો કોઈ નાગરિક – કોઈ બાળક આરોગ્યની ચકાસણીમાંથી બાકી ન રહી જાય તે જોવાનો આગ્રહ હું આપ સૌને કરું છું. એક બહેનની સ્નેહભરી માંગણીને સ્વીકારશોને ?

    આપની

    આનંદીબેન






  • 2 October 2015

  • શાંતિ અને સોહાર્દ: અવિકાસના ચક્રવ્યૂહને તોડવાના અમોઘ શસ્ત્ર

    પ્રિય મિત્રો,

    છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતીઓ તરીકે આપણને ગૌરવ થાય તેવી બાબતો એક-પછી-એક બની. સમાચારોની ભરમાર વચ્ચે કદાચ તમારી નજરમાંથી આ બાબતો ચૂકાઈ પણ ગઈ હોય.

    ભારતના રાજ્યોમાં વ્યાપાર-ઉદ્યોગની સાનુકૂળતા અંગે હમણાં જ વર્લ્ડ બેંક એક રિપોર્ટ બહાર પાડ્યો. બિઝનેસ સ્થાપવામાં સરળતા, જમીનની પ્રાપ્તિ, કન્સ્ટ્રક્શનની પરમિટ મેળવવી, પર્યાવરણ અંગેની મંજૂરી, શ્રમ કાયદા અને નિયમોની સરળતા, આંતરમાળખાકિય સુવિધાઓ, રજિસ્ટ્રેશન અને ટેક્સ પ્રક્રિયા, કરારોના અમલીકરણ – આવા આઠ મુખ્ય માપદંડોના આધારે ભારતના રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, તમને જાણીને આનંદ થશે કે વર્લ્ડ બેંકે આ રિપોર્ટમાં ગુજરાતને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’માં પ્રથમ સ્થાન આપ્યું છે. જે રાજ્યમાં સરકારી પ્રક્રિયાઓ અને કાયદાઓની આંટીઘૂંટીમાં અટવાયા વિના સરળતાથી બિઝનેસ કરવાની સુવિધાઓ હોય ત્યાં કંપનીઓ વધુ ને વધુ એકમો સ્થાપે અને તેના લીધે વધુને વધુ લોકોને રોજગાર મળે એ તો સ્વાભાવિક છે.

    ગુજરાતની ભૌગોલિક વૈવિધ્યતા અને સમૃધ્ધ કલા વારસો દુનિયા સામે ઉજાગર કરવા અને પ્રવાસનના માધ્યમથી સ્થાનિક લોકોના રોજગારી, સુખ, સમૃધ્ધિ વધારવા રાજ્ય સરકાર વિશેષ પ્રયાસો કરી રહી છે. ગઈ ૧૮ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ નેશનલ ટુરિઝમ એવોર્ડ જાહેર કર્યા, જેમાં ગુજરાતને ‘સર્વગ્રાહી પ્રવાસ વિકાસ’ માટે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો, તે આપણા આવા જ પ્રયાસોની ફળશ્રુતિ ગણી શકાય.

    રાજ્યોના જુદા-જુદા વિભાગો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા નાગરિકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અવનવા પ્રોજેક્ટ્સ હાથ ધરાતા હોય છે. આ પ્રોજેક્ટ્સમાં ટેક્નોલોજીનો કેવો ઉપયોગ કરવામાં આવ્યો, પ્રક્રિયાઓને કેટલી સરળ બનાવવામાં આવી, લોકોના જીવનમાં તેનાથી શું બદલાવ આવ્યો વગેરે પાસાઓનું મૂલ્યાંકન કરીને દર વર્ષે SKOCH એવોર્ડ આપવામાં આવતા હોય છે. તેમાં ‘ટોપ પરફોર્મિંગ સ્ટેટ ફોર મોમેન્ટમ’ નો એવોર્ડ ગુજરાતને મળ્યો છે. આ ઉપરાંત, રાજ્યભરની શાળાઓમાં બોર્ડ પરીક્ષાઓમાં સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સનો પ્રોજેક્ટ, ગીરના અંતરિયાળ નેસડાઓમાં વસતા માલધારીઓને સરકારી યોજનાઓના લાભ પહોંચાડતો ‘સંવેદના’ પ્રોજેક્ટ – આપણા આવા કૂલ નવ પ્રોજેક્ટ્સને SKOCH એવોર્ડ ગયા અઠવાડિયે મળ્યા. આવા પ્રોજેક્ટ્સનું અનુસરણ પોતાના ત્યાં કરવા માટે અન્ય રાજ્યો પણ પ્રેરાશે.

    (SKOCH એવોર્ડ્સની યાદી:
    http://anandibenpatel.com/team-gujarat-bags-important-awards-for-smart-governance-at-41st-skoch-summit/ )


    મિત્રો, તમે દુનિયાના કોઈ પણ અવિકસિત કે વિકાસશીલ પ્રદેશનું ઉદાહરણ લઈ લો. ત્યાંનો વિકાસ કરવો ખરેખર પડકારજનક બાબત હોય છે. કારણકે ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, માળખાકિય સુવિધાઓનો અભાવ, અજાગૃતિ, અંધશ્રધ્ધા જેવા પરિબળો એકબીજાને પોષક બન્યા હોય તેવી સ્થિતિ હોય છે. જો લોકોની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો તે માટે રોજગારી લાવવી પડે, જો રોજગારી લાવવી હોય તો શિક્ષણ લાવવું પડે, અને શિક્ષણ પ્રત્યે લોકો ત્યારે જ આકર્ષાય જો પહેલા તેઓ આર્થિક રીતે થોડા પગભર થયા હોય. આ એક એવો ચક્રવ્યૂહ છે જેમાંથી નીકળવું ભલભલા દેશો માટે કઠિન થઈ પડે છે. એટલે જ તમે જોતા હશો કે ગરીબી નિર્મૂલન, શિક્ષણ વગેરેની વિવિધ યોજનાઓ મૂકવા છતાં પણ કોઈ અવિકસિત કે વિકાસશીલ પ્રદેશનો વિકાસ ધાર્યા પ્રમાણે થઈ શકતો નથી.

    પણ, ગુજરાતની વાત કરીએ તો ઉપર જે એવોર્ડ્સની વાત કરી તેવી સિધ્ધિઓ મેળવવી એ છેલ્લા દસકાથી જાણે આપણા રાજ્ય માટે એક સામાન્ય બાબત બની ગઈ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ-વિદેશમાં જ્યાં-જ્યાં જનમેદનીને મળે ત્યાં લોકો ગુજરાતના વિકાસની વાત ચોક્કસ કાઢે છે. હા, બેશક, હજી તો આપણે ઘણું આગળ જવાનું છે, પણ એક વાત ચોક્ક્સ છે કે કઠિન પરિસ્થિતિઓની વચ્ચે પણ ગુજરાતે બહુ થોડા સમયમાં દુનિયાનું ધ્યાન ખેંચાય તેવો વિકાસ કરી બતાવ્યો છે? આનું કારણ શું?

    મિત્રો, છેલ્લા દસકાથી વધુ સમયથી ગુજરાતમાં શાંતિ અને સલામતી, સમાજના પ્રત્યેક વર્ગના લોકો વચ્ચે સોહાર્દનું સુંદર વાતાવરણ બન્યું છે, તે આ વિકાસ માટે જવાબદાર છે. સદ્ભાવનાના શસ્ત્રથી અવિકાસના ચક્રવ્યુહને ગુજરાતની જનશક્તિએ તોડી બતાવ્યો છે. હું માનું છું કે ગુજરાતમાં આપણામાંથી મોટાભાગના લોકોએ શાંતિ, સોહાર્દ અને તેનાથી પેદા થતા વિકાસ અને સુખાકારીનો મધમીઠો સ્વાદ છેલ્લા દશકમાં ચાખી લીધો છે. એટલે જ, અશાંતિ અને અવિકાસનો સ્વાદ હવે આપણને ક્યારેય ગમવાનો નથી.

    શાંતિ, અહિંસા, પ્રેમભાવ થકી અવિકાસના ચક્રવ્યૂહને તોડવાનો ઇલમ આપણને શીખવાડનાર અને દુનિયા આખી જેના જીવનસંદેશને નમે છે તેવા ઋષિતુલ્ય ગાંધી બાપુને તેમની જન્મતિથિએ વંદન કરું છું. ભારતમાતાના પનોતા પુત્ર, “જય જવાન, જય કિસાન”ના નારાથી જેમણે પ્રચંડ જનચેતના જગાવી હતી તેવા લાલબહાદુર શાસ્ત્રીજીને પણ તેમની જન્મતિથિએ નમન કરું છું. દેશમાં અનાજની તંગી હતી ત્યારે શાસ્ત્રીજીએ અઠવાડિયામાં એક દિવસ ભાત ન રાંધવાની અપીલ કરી હતી જેને સૌ દેશવાસીઓએ એક બનીને ઝીલી લીધી હતી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ ભારત દેશબાંધવો વચ્ચેના આવા જ સોહાર્દ દ્વારા ‘વિકાસશીલ’ થી ‘વિકસિત’ રાષ્ટ્રની સફર ખેડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરું છું.

    આપની

    આનંદીબેન






  • 14 August 2015

  • ૬૯ માં સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના નાગરિકોને મારો સંદેશ

    વ્હાલા ભાઇઓ અને બહેનો,

    ૬૯મા સ્વાતંત્ર પર્વ દિવસે આપ સૌને અનેક અનેક શુભકામનાઓ દેશ માટે અવિરત સંઘર્ષ કરીને પોતાની જીંદગી ખપાવીને આપણને મહામૂલી આઝાદી અપાવનારા સૌ વીરોને નમન કરવાનો આજે આ અવસર છે. ભારતના તિરંગાની આન, બાન અને શાન માટે વંદે માતરમ્ નો મંત્ર ગૂંજતા, ગુંજાવતા જેમણે જીવન હોમી દીધા એ નામી-અનામી શહીદોનું આજે પૂણ્ય સ્મરણ કરવાની ઘડી છે.

    આપણા સ્વાતંત્ર વીરોનું સન્માન કરવા તેઓને મળતા પેન્શનમાં ૪ હજાર રૂપિયાનો વધારો કરી હવે દર માસે રૂ. ૧૦,૦૦૦ નિર્વાહ પેન્શન આપવાનો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના આશ્રિતોના નિર્વાહ પેન્શનમાં રૂ.ર૦૦૦ની વૃધ્ધિ કરી માસિક રૂ. ૭૦૦૦/- પેન્શન આપવાનો નિર્ણય કરીને આપણે માતૃભુમિની મુકિત કાજે ઝઝૂમનારા સ્વાતંત્ર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ વ્યકત કર્યો છે.

    આપણા સૌ માટે ગૌરવની બાબત છે કે આઝાદીના શિરમોર એવા બે મહાન વ્યકિત્વો મહાત્મા ગાંધી, અને સરદાર પટેલ ગુજરાતના સપૂત હતા તેથી જ આપણી જવાબદારી પણ અન્ય દેશવાસીઓ કરતાં સિવશેષ બને છે.

    ગાંધીજી અને સરદાર સાહેબના સ્વપ્નો પૂરા કરવાની જવાબદારી આપણું દાયિત્વ બને છે અને ગુજરાતે એ જિમ્મેદારી પૂરી નિષ્ઠાથી અદા કરી છે. તેમનું ગૌરવ આજે આપણે કરી શકીએ તેમ છીએ સ્વરાજય માટે જેઓ ખપી ગયા એ સૌનું સપનું હતું સુરાજ, સુરાજય એટલે શું ? દરિદ્ર નારાયણનું કલ્યાણ કરવાનું અને વિકાસના માર્ગે સહિયારો પ્રયાણ કરવાનું એ જ સુરાજય કહેવાયને.

    ભાઇઓ, બહેનો, ગુજરાતે એ દિશામાં સફળ પ્રયાસો આદર્યા છે. અને એટલે તો આપણો મંત્ર રહયો છે. સૌનો સાથ સૌનો વિકાસ. આપણ ગુજરાતની સાડા છ કરોડ જનસંખ્યાનો અડધો અડધ હિસ્સો એટલે કે ૩ કરોડ જેટલી માતાઓ બહેનો નારીશકિતનો છે એ નારી શકિતને સન્માન અને સમાન તકો આપવાની પ્રતિબધ્ધતા સાથે આપણે નારી સશકિતકરણની અનેક નવીન પહેલ ગુજરાતમાં ચરિતાર્થ કરી છે.

    ગત વર્ષથી ગુજરાતમાં સરકારે મહિલાઓ માટે પહેલીવાર વિશેષ જેન્ડર બજેટ ફાળવ્યું છે. ૧૦૦ ટકા મહિલાલક્ષી એવી ૧૩ર યોજનાઓ સાથે જેન્ડર બજેટમાં પ૯૩ જેટલી યોજનાઓ સમાવી છે. ૪૭ હજાર કરતાં વધારે રૂપિયાની ફાળવણી કરવાનું એક અભૂતપૂર્વ કાર્ય થયું છે. સમાજ વ્યવસ્થામાં નારી શકિતનું ગૌરવ અને સશકિતકરણના ઉમદા વિચાર સાથે આપણે મહિલાઓને પોષણ, શિક્ષણ, આર્થિક અને સામાજિક વિકાસ, મહિલા સુરક્ષા, મહિલા આરોગ્ય રક્ષા જેવા મહત્વપૂર્ણ પાસાઓને અગ્રતા આપી છે.

    રાજય સરકારની પોલીસ સ્તરની ભરતી સહિતની તમામ ભરતીઓમાં બધાજ સંવર્ગોમાં ૩૩ ટકા બહેનો માટે ફાળવણી સુનિશ્ચિત કરી છે. મહિલા શકિતને જનપ્રતિનિધિત્વમાં સક્રિય કરવાના અભિગમથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ મહિલાઓની ભાગીદારી ૩૩ ટકાથી વધારીને પ૦ ટકા કરી છે.

    આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા આપણે સખી મંડળો અને સ્વસહાય જૂથની ૩૦ લાખથી વધુ બહેનોને પગભર કરવા બેન્કો દ્વારા કેશ ક્રેડિટ અપાઇ છે. સાથે સાથે ૧૪૭ મહિલા પશુપાલકોની દૂધ સહકારી મંડળીઓ માટે ટોકન ભાવે જમીનો અને તેના ઉપર મકાન બનાવવા માટે ૧પ૪ મંડળીઓને સહાય આપણે આપી છે. અને હવે હજુ આગળ વધીને મહિલા ઉદ્યોગ સાહસિકોને પણ પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે

    રાજયમાં પહેલી વાર સાણંદમાં મહિલાઓ માટે વિશેષ ઔદ્યોગિક વસાહત શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નોકરી હોય કે જન પ્રતિનિધિત્વ હોય, ગામમાં પશુપાલન હોય કે શહેરમાં મોટા ઉદ્યોગો, દરેક ક્ષેત્રે ગુજરાતની મહિલા શકિત આગળ વધે તેજ અમારી નેમ છે.

    ભાઇઓ- બહેનો, જે સાબરમતીના કિનારે વર્ષો પહેલાં સ્વતંત્રતા પ્રાપ્તિ માટેનું વિરાટ જન આંદોલન જાગ્યું તેજ સાબરમતીના કિનારે આજે આપણે ગુજરાતના વિકાસનું જન આંદોલન જગાવ્યું છે. વિકાસ પથપર દેશની યુવા શકિતની મહત્વની ભૂમિકા છે. આજે ભારતમાં ૬પ ટકા કરતાં વધારે જન સંખ્યા ૩પ વર્ષથી નીચેની વયની છે. ત્યારે વિકાસના જનઆંદોલનમાં આપણે શિક્ષણ અને રોજગાર લક્ષી કૌશલ્ય નિર્માણ દ્વારા યુવાશક્તિને જોડી છે. ગુજરાત રાજયમાં આજે ૬૩ જેટલી યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રો યુવા વર્ગોને ઉચ્ચ અભ્યાસ તેમજ રોજગારલક્ષી નિપુણતાની તક પૂરી પાડે છે. ૭૦૦ જેટલા આઇ.ટી.આઇ.ના નેટવર્ક અને કૌશલ્ય વર્ધન કેન્દ્રો રોજગાર લક્ષી શિક્ષણના ધમધમતા કેન્દ્રો બન્યા છે.

    વિશેષમાં ઉદ્યોગને અનુરૂપ કૌશલ્ય વર્ધન થકી આપણે ગુજરાતમાં હર હાથને કામના સપનાને સાકાર કરી શકયા છીએ સાહસિકતા ગુજરાતીઓના લોહીમાં વણાયેલી છે. આપણે નોકરી કરતાં પોતાનો ધંધો વ્યવસાય કરવાનું વધુ પસંદ કરનારા લોકો છીએ. તેથી જ સરકારે નવ યુવાનોને પોતાનો ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરીને સ્વરોજગારીના માર્ગે વાળવા રાજયની ઔદ્યોગિક વસાહતોમાં તૈયાર શેડની ફાળવણી તેમજ સ્ટાર્ટ અપ યોજના હેઠળ તકનીકી સહાય અને બેંક સહાયનો લાભ પણ આપવાનો નિર્ણય કર્યો છે.

    પંડિત દિન દયાલ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના અન્વયે ૯૯૧૭ યુવાનોને વ્યાજ સહાય યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતનો યુવાન રોજગારી શોધનાર નહીં પરંતુ રોજગાર પૂરો પાડનાર બને એ આપણો ધ્યેય છે. એટલું જ નહીં યુવાધનમાં રાષ્ટ્રનિર્માણ પ્રત્યે ભાવના ઉત્પન્ન થાય તે માટે અત્યાર સુધી લગભગ ૩૬૦૦૦ સ્ટુડન્ટસ પોલીસ ક્રેડેટસને તૈયાર કરી તેમને એક નવા આત્મવિશ્વાસથી સજ્જ કરવાનો પ્રયાસ સરકારે કર્યો છે.

    ભાઇઓ-બહેનો, વિકાસ આખરે સામાન્ય માનવીની સુધારણા માટે જ હોય છે. આમ, સરકારનું દાયિત્વ પણ સૌની સુખાકારીનું જ હોય. તેથી અમારી સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ અને સ્વાસ્થ્ય સબંધિ સવલતો પૂરી પાડવામાં કોઇ કચાશ રાખી નથી જયારે કોઇ પણ ગરીબ પરિવાર કે મધ્યમવર્ગ પરિવાર ઉપર ગંભીર માંદગીની આફત આવે ત્યારે સારવારના ખર્ચ માત્રથી એવા પરિવારો થથરી ઉઠતા હોય છે. ગંભીર રોગની સારવારમાં સહાયભૂત બનવા બી.પી.એલ. કુટુંબો માટે રાજય સરકારે મુખ્યમંત્રી અમૃતમ યોજના શરૂ કરી હતી. ત્યારબાદ તેનો વ્યાપ વધારીને ગરીબ મધ્યમ વર્ગના માનવીઓને એનો ઉપયોગ થાય એ માટે મા-વાત્સલ્ય યોજના શરૂ કરી છે. જેમાં ૧,૨૦,૦૦૦થી ઓછી આવક ધરાવતા પરિવારોને પણ સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરુ પાડીએ છીએ જે દર વર્ષે ર લાખ રૂપિયા આપવામાં આવશે આ યોજના સાચા અર્થમાં

    દરિદ્રનારાયણની સંજીવની બની છે. અને મધ્યમ વર્ગના માનવીઓની પણ સંજીવની બની છે. હવે એનાથી પણ આગળ વધીને અમારી સરકારે સૌ નાગરિકો માટે વિના મૂલ્યે રોગ નિદાનનું અભિયાન શરૂ કર્યું છે.

    આપ સમજી શકો છો કે સારવાર કરતાં રોગને પ્રથમ ચરણો જ રોકી દેવો જોઇએ એ જ વધુ યોગ્ય છે. તેથી જ આપણે ૧લી જૂનથી સમગ્ર રાજયમાં આરોગ્ય સુરક્ષાનું એક અભિયાન શરૂ કર્યું છે. ૧૦ હજાર થી અધિક આરોગ્ય કેન્દ્રોમાં ડાયાબીટીસ નિદાન સારવારના વિનામૂલ્યે ટેસ્ટ થાય છે.

    ખાનગી દવાખાનામાં થતી મેમોગ્રાફી જેવા જ મોઘા ટેસ્ટ પણ સરકારી દવાખાનઓમાં વિનામૂલ્યે કરાવીને માતાઓ, બહેનો બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરાવી શકે છે. અત્યાર સુધી આ અભિયાનમાં ૭ લાખ નાગરિકોનું ડાયાબીટીસ સ્ક્રીંનીંગ તથા લગભગ ૧૪ હજાર માતા- બહેનોના બ્રેસ્ટ કેન્સર , સર્વાઇકલ કેન્સર પરીક્ષણ આપણે કર્યા છે. અને યોગ્ય સારવાર વિનામૂલ્યે આપવાનો પ્રબંધ કર્યો છે.

    ભાઇઓ – બહેનો, કોઇપણ પરિવારમાં ઘરમાં બાળકનું આગમન ખુશીઓને આપનારું હોય છે. પરંતુ કેટલાક કમનસીબ પરિવારો એવા પણ હોય છે કે જેમને ઘરે બાળકોના જન્મની ખુશી સાથે સંકટ, ચિંતા પણ લાવતું હોય છે. આવા પરિવારોની ચિંતા નિવારવા કુદરતી ખોડખાંપણ ફાટેલા હોઠ, તાળવા કેવાંકા પગવાળા બાળકોની સારવાર શસ્ત્રક્રિયા રાજય સરકારના ખર્ચે કરવાનો આપણે પહેલીવાર નિર્ણય કર્યો છે.

    અત્યાર સુધી આ અભિયાન અંતર્ગત ૪૩ લાખ બાળકોનું સ્ક્રીંનીંગ થઇ ચૂકયું છે. અને ખોડખાંપણવાળા ર૧૦૮ ભુલકાઓ શોધી અત્યાર સુધી ૮ર૮ બાળકોની પ્લાસ્ટીક સર્જરી વિના મૂલ્યે કરી આપીને પરિવારોના ચહેરા પર મુસ્કાન લાવ્યા છીએ હું સમજું છું કે આને જ સુરાજય કહેવાય.

    ભાઇઓ અને બહેનો, વિકાસ માત્ર યોજનાઓ અને જનજાગૃતિના અભિયાનો સુધી સીમીત નથી હોતો. આપણી સરકાર દરેક નાગરિકના નાના મોટા પ્રશ્નોનો સમયસર અને સરળ ઉકેલ લાવવામાં માને છે. દરેક ક્ષેત્રોમાં લોકોને આવશ્યક એવી સરકારી સેવાઓની અસરકારકતા અને સમયબધ્ધતા વધારવા આપણે ગતિશીલ ગુજરાતનો લોકાભિમુખ કાર્યક્રમ શરૂ કર્યો છે. લોક પ્રશ્નોના ચોક્કસ અને પરિણામકારી નિકાલનો આગ્રહ રાખ્યો છે. નાગરિકોના વ્યકિતગત પ્રશ્નો કેવા હોય કોઇને વારસાઇ કરાવવી હોય તો કોઇને મકાન સહાયની જરૂર હોય? ગતિશીલ ગુજરાત અંતર્ગત વારસાઇ માટેની રપ હજારથી વધુ નોંધનો નિકાલ કરવામાં આવ્યો છે.

    મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ગત વર્ષે ર,ર૦,૦૦૦ જેટલા આવાસોનું અને સરદાર આવાસ યોજના અંતર્ગત આ વર્ષે ૧,૯૩,૦૦૦ પરિવારો માટે આવાસોનું નિર્માણ કર્યું છે.

    આજ રીતે સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાતમાં આપની આ સરકારે જિલ્લે જિલ્લે લોકસંવાદ સેતુનો ઉપક્રમ કર્યો છે. જેમાં ૯ર ટકા જેટલા જનપ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી શકયા છીએ. સામાન્ય માનવીની સમસ્યાઓનું પૂરેપુરૂં નિવારણ સ્થળ પર જ યોજાય છે.

    ભાઇઓ- બહેનો, ગુજરાતના ખેડૂતોએ છેલ્લા દાયકામાં ૧૧ ટકા થી વધુ ઉત્પાદન વુધ્ધિ કરીને એક નોંધપાત્ર કૃષિ ક્રાંતિ સર્જી છે. આજ ખેડૂતોને જયારે હાલની અતિવૃષ્ટિમાં ભારે નુકશાન થયું ત્યારે આપણી સરકાર પૂરી સંવેદનશીલતા સાથે અસરગ્રસ્ત પરિવારોની પડખે ઉભી રહી છે. હું પણ આપ સૌને મળવા માટે આવી હતી.

    અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુધ્ધના ધોરણે ગણતરીના કલાકો/ દિવસોમાં પીવાના પાણી, વીજપુરવઠો, રસ્તા, વાહન વ્યવહાર પૂર્વવત કરવાનું ભગીરથ કાર્ય આપણે પાર પાડી શકયા છીએ.

    આ કામમાં મદદરૂપ થયેલ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો તેમજ સરકારી કર્મયોગીઓને હું આ તબક્કે બિરદાવું છું. અભૂતપૂર્વ અતિવૃષ્ટિના પગલે સરકારે તાત્કાલિક સહાયના ધોરણોમાં સુધારો કરીને ખેડૂત ભાઇઓ અને પશુપાલકોને વધુ મદદરૂપ થવાનો નેક પ્રયત્ન કર્યો છે. તેમને પુનઃ પગભર થવા માટે બેન્ક લોનમાં વ્યાજ સહાયની વ્યવસ્થા કરી આપી છે. ઘરવખરીના નુકશાન પેટે સાહયની રકમ રૂ. ૩૮૦૦/- થી વધારીને રૂ. ૭૦૦૦ કરવામાં આવી છે. ગુજરાતીઓ ગરીબ અને જરૂરતમંદ માનવીઓને મદદરૂપ થવા હરહંમેશ તત્પર રહે છે.

    ગુજરાત માનવ સેવા અને દાનવીરોની ભૂમિ છે. આપણી સરકાર વંચિતો પ્રત્યે વિશેષ કાળજી રાખે છે. ગુજરાતે ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને સરકારની યોજનાના લાભો સીધા જ ગરીબોને અને મધ્યમ વર્ગના નાગરિકો ભાઇ-બહેનોને ઘર આંગણે જઇને પહોંચાડયા છે. ગુજરાતમાં સાતમા ચરણમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં મળીને ૧ર૭ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાય છે. જેમાં ૧૦ લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને રાજય સરકારે રૂ.૧૩૩૮ કરોડની સહાય ચુકવી છે. અત્યારે ગરીબ કલ્યાણ મેળાનું આઠમું ચરણ ચાલી રહયું છે. જેમાં અંદાજે ૧૩ લાખ વ્યકિતઓને વિવિધ વિકાસલક્ષી લાભો આપવાની ઉત્તમ કામગીરી થઇ રહી છે. હાલમાં વનબંધુ પરિવારોના સર્વાંગી વિકાસને આપણે વેગવંતો બનાવ્યો છે. ૧૯૩ વન વસાહતી ગામોને મહેસુલી ગામો જાહેર કરી વન બંધુઓને સરકારની યોજનાના લાભ મળે તે દિશામાં આપણે ઠોસ કદમ ઉઠાવ્યા છે. લગભગ ૧૧,૮૦૦ વન બંધુ ખાતેદારોને જમીનના પટ્ટા આપવાનું તેમને અન્ય લાભો માટે અધિકૃત કરવાનું એક મહાન ઉપયોગી કાર્ય થયું છે, એ પણ આપણા સૌ માટે સંતોષ કારક બન્યું છે.

    મિત્રો, આઝાદીનું સ્મરણ કરવાનું આ પર્વ, ઔપચારિકતા કે બીબાઢાળ ઉજવણીનું પર્વ ન બની રહે પણ લોકો વચ્ચે, લોક ભાગીદારીથી પર્વ ઉજવાય તે હેતુ થી ગુજરાતમાં આપણે રાષ્ટ્રીય પર્વોને જિલ્લા મથકોએ ઉજવવાની પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે તાલુકાના તાલુકા કક્ષાના કાર્યક્રમો તાલુકાના મોટા ગામમાં થાય એવું પણ આપણે નક્કી કર્યું છે. જેથી પર્વના ઉત્સાહની લોકોને વધુ નજીક થી પ્રતીતી થાય. વધુમાં વધુ આપણે રાજયકક્ષાના કાર્યક્રમમાં તે વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો, કૃષિક્ષેત્રે સિધ્ધિ મેળવનાર અને નોંધપાત્ર યોગદાન આપનાર વ્યકિતઓને પણ સામેલ કરવા જોઇએ. યુવાપેઢી પર્વના મહિમા પ્રત્યે વધુ સજાગ બને તે પણ એટલું જ જરૂરી છે.

    આ વર્ષે બાળ કવિ સંમેલન અને ચિત્ર કલા સ્પર્ધામાં વિજયી બનેલ ભૂલકાઓને તેમજ ખેલકૂદ અને ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા યુવાનોને સ્વતંત્ર દિવસની ઉજવણીમાં પ્રત્યક્ષ જોડવાનો નિર્ણય આપણે કર્યો છે.

    ભાઇઓ- બહેનો, ગુજરાતની દોઢ દાયકાની અવિરત પ્રગતિનો મજબૂત પાયો સમાજની શાંતિ, સલામતી, એકતા અને અખંડિતતાને આભારી છે. હરેક ગુજરાતીની સુઝ, સમજ અને પરિપકવ સોચને આભારી છે. ગુજરાતની આ વિકાસ ગાથામાં સૌને સાંકળીને આગળ વધવાનું આપણું એક સામાજીક દાયિત્વ બને છે. દરેક ગુજરાતી ગુજરાતના વિકાસના લાભમાં ભાગીદાર છે. તેનું સ્મરણ કરવાનું આ પર્વ એક અવસર છે. વિકાસશીલ, ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતની અસ્મિતાને ઉની આંચ પણ ન આવે અને ગરીમા સચવાય તેમાં જ સૌ ગુજરાતીઓનું ગૌરવ છે.

    ચાલો, ગુજરાતના વિકાસની આ ગતિશીલતામાં સક્રિયતાથી જોડાઇને રાષ્ટ્ર માટે જીવી જાણીએ. સમાજને સેવાભાવે કંઇક આપીએ, આ આઝાદી પર્વની ઉજવણી સાચા અર્થમાં કરીએ સૌના સાથે સૌના વિકાસે મારા તમારા આપણા ગુજરાતને વિકાસની નવી ક્ષિતિજો સર કરાવીએ એ જ અભિલાષા ફરી એકવાર સૌને સ્વાતંત્ર પર્વની અનેક અનેક શુભેચ્છાઓ સાથે જય જય ગરવી ગુજરાત….. જય જય ગરવી ગુજરાત…

    Yours truly,

    Anandiben






  • 10 June 2015

  • સ્કુલ ચલે હમ…



    ઉનાળુ વેકેશન પછી હવે બાળકો નવી સ્કુલબેગ, યુનિફોર્મ, ચોપડીઓ લઈ શાળાએ જવા તૈયાર થઈ ગયા હશે. શાળામાં પહેલા દિવસે કોઈ ભૂલકાઓની આંખમાં આંસુ હશે, તો કોઈ પોતાના દોસ્તોને કે પ્રિય શિક્ષકને મળવા આતુર હશે. જ્ઞાન મેળવવાની આ સફરના દરેક તબક્કા બહુ મજાના અને યાદગાર હોય છે, નહિ?

    પણ જરા થોભો. જરા એવા બાળકો વિશે તો વિચારો જેઓ કેટલાય વિષમ સંજોગોને લીધે આ જ્ઞાનસફર કરવાથી… શિક્ષણનો અધિકાર મેળવવાથી વંચિત રહી જાય છે.

    મિત્રો, ગુજરાત સરકાર આવા બાળકોના હિત માટે પ્રતિબધ્ધ છે. રાજ્યનું પ્રત્યેક બાળક શાળાએ જાય, વાંચે, લખે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે એને સૌથી વધુ પ્રાથમિકતા આપીને શિક્ષણ ક્ષેત્રે સુધાર માટે આપણે આયોજનબધ્ધ પ્રયાસો કરી રહ્યા છીએ. ૨૦૦૧-૦૨ માં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દર ૨૦.૫% હતો. પરંતુ આપણા પ્રયાસોથી તેમાં મોટો સુધાર આવ્યો છે, અને આજે ડ્રોપઆઉટ દર ઘટીને ૨% જેટલો રહ્યો છે, જ્યારે શાળાપ્રવેશ દર વધીને લગભગ ૧૦૦% થઈ ગયો છે.

    શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા આપણે પ્રાથમિક શિક્ષણની કાયાપલટ કરવામાં સફળ રહ્યા છીએ. એક સમયે જે ભણતર અમુક નસીબવંતા બાળકોનો વિશેષાધિકાર ગણાતું, તે આજે હવે પ્રત્યેક બાળકનો અધિકાર બન્યો છે. શાળામાં પ્રવેશ એ પહેલા બાળકો માટે બોજ ગણાતો એ આજે આનંદની ઉજવણીનો અવસર બન્યો છે. વર્ષ ૨૦૦૩ થી ગુજરાત સરકાર પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યકમનું આયોજન કરે છે, જેમાં રાજ્ય મંત્રીમંડળના સૌ મંત્રીઓ અને અધિકારીઓ નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ ત્રણ દિવસ રાજ્યભરના ગામ અને શહેરોની સરકારી શાળાઓની મુલાકાત લે છે. ફીલ્ડ સર્વે કરીને જે બાળકો શાળાએ જવાની ઉંમરે પહોંચ્યા હોય તેમને શાળાએ મોકલવા માટે તેમના માતાપિતાને સમજાવવામાં આવે છે. અમે બધા મંત્રીઓ માતાપિતા અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરીએ છીએ અને બાળકોને શાળામાં જવા પ્રોત્સાહિત કરીએ છીએ.

    આ વર્ષે શાળા પ્રવેશોત્સવની સાથે-સાથે શાળા અને ગામની સફાઈની પ્રવૃત્તિઓ કરવાનો નિર્દેશ પણ મેં અધિકારીઓને આપ્યો છે. ગુણોત્સવ દરમ્યાન તૈયાર કરવામાં આવેલા શાળાઓની કામગીરીના રિપોર્ટનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરીને જે શાળાઓની કામગીરી નબળી હોય તેને જુદા-જુદા આયામો પર સુધારા માટે માર્ગદર્શન આપવાનું મેં અધિકારીઓને જણાવ્યું છે. વળી, અધિકારી જે શાળાની મુલાકાત લે તેની સાથે સમગ્ર વર્ષ દરમ્યાન સંપર્ક જાળવી રાખે અને શાળાએ કેટલી પ્રગતિ કરી તેનું ધ્યાન રાખે તેવી સૂચના પણ આપી છે.

    શિક્ષણ ક્ષેત્રનું મૂળભૂત આંતરમાળખુ નિર્માણ કરવાથી એક ડગલું આગળ વધીને આપણે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવાના પ્રયાસો કરીએ છીએ. સ્વચ્છતાના વિષય પર રાજ્યવ્યાપી ચિત્ર સ્પર્ધા, સ્પોર્ટ્સમાં પ્રતિભાશાળી બાળકો માટે કોચિંગ કેમ્પ્સ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ, બાલ ચિત્રકાર સંમેલન અંતર્ગત બાળકોને જાણીતા કલાગુરુઓનું માર્ગદર્શન, શિક્ષકોને લાઈફ સ્કીલની તાલીમ – જેવા નવતર પ્રયાસો આપણે હાથ ધર્યા છે. રાજ્યના બાળકોને આપણે એક એવો માહોલ આપવો છે કે જેમાં તેમની પ્રતિભાઓ ખીલે, તેમની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ વધુ ધારદાર બને. મારું માનવું છે કે નવી પેઢીને આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું શિક્ષણ આપવાની સાથે-સાથે તેઓ આ દુનિયામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તેવા જોમ-જુસ્સા-ખુમારીની ભેટ પણ આપણે તેમને આપવી જોઈએ.

    સ્વચ્છ શાળાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ – રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ પૂર્વશરતો છે. ગુજરાતનું પ્રત્યેક બાળક, પછી એ આદિજાતિ વિસ્તારનું હોય, ગ્રામીણ કે છેવાડાના પ્રદેશોનું હોય, તેને દીકરા-દીકરી કે નાત-જાત-ધર્મના ભેદભાવ વિના ભણતરનો લાભ મળવો જોઈએ. અને આ વિચારને ચરિતાર્થ કરવા માટે હું આપ સૌનો સહયોગ માગું છું.

    મિત્રો, ગુજરાતભરમાં ૧૧-૧૨-૧૩ જૂનના રોજ ગ્રામીણ વિસ્તારોમાં અને ૧૮-૧૯-૨૦ જૂનના રોજ શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવળીના કાર્યક્રમોનું આયોજન આપણે કર્યું છે. મારી તમને અપીલ છે કે તમે તમારી આસપાસ નજર કરો. કોઈ શ્રમજીવીનું બાળક, કોઈ ઝુંપડપટ્ટીનું બાળક – તમારા થકી કમસે કમ આવું એક બાળક શાળાએ જતું થાય તેવો પ્રયાસ કરો. બાળક શાળા અધવચ્ચેથી છોડી દે એ એક મોટી સમસ્યા છે. આવું બન્યું હોય તો તેને ફરી શાળાએ દાખલ કરાવો. આ એક પખવાડિયું તમે સામાન્ય પરિવારના બાળકોના શાળા પ્રવેશ માટે સમર્પિત કરો તેવી માંગણી તમારી સામે મૂકુ છું. તમને કોઈ મુશ્કેલી પડે તો મને લખો. સમગ્ર રાજ્યમાં બાળકોના ૧૦૦% શાળા પ્રવેશના નિર્ધારને સિધ્ધ કરવા આવો આપણે સાથે મળીને પ્રયાસ કરીએ.

    બાળકોને શાળા પ્રવેશ કરાવવાની આખી સફર કેવી રહી, તમને કેવા અનુભવો થયા તે અંગે મને અહીં લખજો: gujshalapraveshotsav2015@gmail.com અને હા, ફોટો પણ શેર કરજો. તમારી રસપ્રદ વાતો હું મારા સોશિયલ મીડિયા નેટવર્ક પર શેર કરીશ. તમારા અનુભવો સાંભળવા ઉત્સુક છું.

    આપની,

    આનંદીબેન






  • 21 May 2015

  • મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સેવાનું એક વર્ષ

    પ્રિય મિત્રો,

    ૨૨ મે, ૨૦૧૪ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના સાડા છ કરોડ લોકોની સેવાનો અવસર મળ્યો તેને એક વર્ષ આજે પૂરું થયું. આજે જ્યારે વિતેલા વર્ષની સફર પર નજર કરું છું ત્યારે વિકાસના વિવિધ નિર્ણયો, વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ મારી નજર સામે આવે છે. પણ આ બધાની વચ્ચે મને જે સૌથી વધુ સંતોષ આપે છે એ છે – ગુજરાતની મહિલાઓની આંખોમાં ડોકાતી નિર્ભયતા, યુવાનોનોની આંખોમાં છલકતો આત્મવિશ્વાસ, ખેડૂતોએ કેળવેલી આધુનિકતા અને જનસાધારણના ચહેરા પર છવાયેલ મુસ્કાન.

    ગુજરાતની સાફલ્યગાથાને વેગવંતી બનાવવા માટે આપ સૌએ છેલ્લા એક વર્ષ દરમ્યાન જે સહકાર અને યોગદાન આપ્યા તે બદલ હું આપની આભારી છું. રાજ્યની સેવા માટે મારી પ્રતિબધ્ધતાને આજે હું ફરી એકવાર દોહરાવું છું. ગુજરાતના પ્રત્યેક નાગરિકના જીવનમાં સુખ-સમૃધ્ધિ આવે અને તે કાયમ માટે ટકી રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું મારું લક્ષ્ય છે. આ લક્ષ્યની પરિપૂર્તિ માટે અવિરત અથાક પ્રયાસ કરતા રહેવાની ખાતરી હું આજે આપ સૌને આપવા માંગુ છું.

    મિત્રો, મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો તે અગાઉ ચૂંટણીઓને કારણે રાજ્યમાં આચારસંહિતા હતી. પરિણામે વિકાસના ઘણા કાર્યો અટકીને રહ્યા હતા. આ કાર્યોને ચોક્કસ સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવા માટે વહીવટીતંત્રમાં ફરી એકવાર ઊર્જાનો સંચાર કરવાની જરૂર હતી. આ સમય હતો જ્યારે ગુજરાતના સર્વસમાવેશક અને સાતત્યપૂર્ણ વિકાસ માટે ‘ગતિશીલ ગુજરાત’ અભિયાનના બીજ વાવવામાં આવ્યા. સરકારના દરેક વિભાગ માટે જનહિતના જુદા-જુદા કાર્યો અને પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી, અને ૧૦૦ દિવસ અને ૧૫૦ દિવસની સમયમર્યાદામાં રહીને આ કાર્યો પૂરા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. આ કાર્યોની પ્રગતિને માપવા નિયમિત સમયે તેની સમીક્ષા કરવામાં આવી. આ રીતે લક્ષ્ય રાખીને કામ કરવાનું એક ચમત્કારિક પરિણામ આવ્યું. જે લક્ષ્યો રાખવામાં આવ્યા હતા તે પૈકી મોટાભાગના નિયત સમયની અંદર જ પૂરા થઈ ગયા. આનાથી પ્રેરિત થઈને અમે એક વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ કરવાના નવા લક્ષ્યો રાખ્યા. ‘ગતિશીલ ગુજરાત’ અભિયાન હવે વિકાસ અને સમૃધ્ધિ માટેની એક સંસ્થાકીય પ્રણાલી સમાન બની ગયું છે.

    માત્ર એક પ્રણાલી જ નહિ, હું કહીશ કે ‘ગતિશીલ ગુજરાત’ હવે ગુજરાતની નવી ઓળખ બની ચૂક્યું છે. નરેન્દ્રભાઈએ ૧૩ વર્ષ પહેલા વિકાસની જે કેડી કંડારેલી તેની ઉપર ચાલીને ‘ગતિશીલ ગુજરાત’ના માધ્યમથી આપણે વિકાસની નવી ઉંચાઈઓ સિધ્ધ કરી રહ્યા છીએ. વીતેલું એક વર્ષ આપણી આ વિકાસસફરનું નાનકડું માઈલસ્ટોન છે. મને ખુશી છે કે આપણે સૌ એકબીજાના સહકારથી આ સફરનો હિસ્સો બન્યા છે. આ એક વર્ષ દરમ્યાન વિકાસના વિવિધ ક્ષેત્રો અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લે તેવા કાર્યક્રમો, નીતિઓ અને નિર્ણયો આપણે લીધા. આ કાર્યોની એક ઝલક આપતી લિંક અહીં મૂકી રહી છું: www.anandibenpatel.com

    “સૌનો સાથ, સૌનો વિકાસ” – આ જ મંત્રને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય સરકારની યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે આપણે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. વિકાસની આ સફરમાં આપ સૌનો સહયોગ સતત મળતો રહે તેવી લાગણી અને માંગણી આજે વ્યક્ત કરું છું.

    કહેવાય છે કે કોઈ પ્રદેશના વિકાસ માટે ક્યાં તો તેનું વહીવટીતંત્ર જાગૃત, ઊર્જાવાન અને સમર્થ હોવું જોઈએ, અથવા તો ત્યાંના લોકો જાગૃત, ઊર્જાવાન અને સમર્થ હોવા જોઈએ. જરા વિચારો, જો વહીવટીતંત્ર અને લોકો બંનેમાં આ ગુણો હોય તો !

    આપની,

    આનંદીબેન






  • 11 May 2015

  • કૃષિ મહોત્સવ: રાજ્યના ખેડૂતને ‘ગ્લોબલ ખેડૂત’ બનાવવાની દિશામાં આગેકદમ

    પ્રિય મિત્રો,

    તમને સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના બુટવડ ગામે રહેતા એક ખેડૂત સિંધાભાઈ ભરવાડની વાત કરું. સિંધાભાઈ માત્ર ચાર ધોરણ સુધી જ ભણ્યા છે. પિતા ગાય-બકરા ચરાવતા અને સિંધાભાઈ પણ સમજણા થયા ત્યાર સુધી વગડામાં ગાયો જ ચરાવતા. પણ તેમનું મન તો ખેતી તરફ ખેંચાતુ હતું. બાપ-દાદાની જમીન વારસામાં મળી હતી. થોડા વર્ષો પહેલા તેમને કૃષિ મહોત્સવના માધ્યમથી ખેતીની આધુનિક પધ્ધતિઓની જાણકારી મળી. બસ, પછી તો તેમણે ખેતી કરવાનો નિર્ધાર કરી લીધો. તેમણે રાજ્ય સરકાર દ્વારા મળતી વિવિધ સહાયનો ઉપયોગ કર્યો, કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન લીધું, પોતાની જમીન પર ડ્રીપ ઈરીગેશનના ઉપયોગથી તડબૂચ, એરંડા, કપાસ અને તલની સફળ ખેતી કરી. તેમનો ઉત્સાહ વધ્યો અને પછી તો તેમણે અવનવા પ્રયોગો કરવાનું શરૂ કર્યું. એરંડાના પાકની વચ્ચે તડબૂચ ઉગાડીને એક જ સમયે એક જ જમીનમાં બમણો પાક લઈ બતાવ્યો. આ ઉપરાંત વનવિભાગ દ્વારા નિ:શુલ્ક આપવામાં આવતા ટીશ્યુકલ્ચર નિલગીરીના ૧૫ હજાર જેટલા રોપા તેમણે વાવ્યા છે. તેમની આર્થિક સ્થિતિ સુધરતા જીવનધોરણ પણ સુધર્યું છે, જેનો આનંદ તેમના પત્ની અને બે બાળકોના પરિવારમાં પણ છવાયો છે. આજે સિંધાભાઈ પોતાના જિલ્લામાં એક સફળ ખેડૂત તરીકે ઓળખાય છે અને બીજા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

    મિત્રો, ધરતીપુત્રોના ઉત્કર્ષ માટે દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યભરમાં કૃષિ મહોત્સવનું આયોજન થયું હતું, જેનું સમાપન આજે થયું છે. મને ખુશી છે કે સિંધાભાઈ જેવા અનેક નાના-મોટા ખેડૂતો છે જેમણે કૃષિ મહોત્સવમાં આપવામાં આવતા ખેતીના વૈજ્ઞાનિક જ્ઞાનનો અને વિવિધ સાધન-સહાયનો ઉપયોગ કરીને મહેનત અને કોઠાસૂઝથી પોતાના પરિવાર માટે સમૃધ્ધિનું સર્જન કર્યું છે.

    હું તો બાળપણથી ખેતરોની વચ્ચે જ ઉછરી છું. ખેતીમાં આધુનિક અભિગમ કેળવીને આગળ વધતા મેં મારા ખુદના પિતાજીને જોયા છે. એટલે જ મારા અંતરની ઈચ્છા છે કે આપણા રાજ્યના ખેડૂતો કુદરતની વિકટતાઓ વચ્ચે લાચાર ન બને અને કૃષિની લેટેસ્ટ ટેકનિક્સનો ઉપયોગ કરીને દુનિયાભરમાં જેની માગ ઊભી થાય તેવા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ખેતઉત્પાદન પેદા કરે. મારી ઈચ્છા છે કે ગુજરાતનો ખેડૂત સાચા અર્થમાં ‘ગ્લોબલ ખેડૂત’ બને.

    અને કૃષિ મહોત્સવ પાછળનો હેતુ આ જ છે. હવે તો ગુજરાતમાં આપણે ખરીફની સાથે રવી કૃષિ મહોત્સવ યોજવાનું પણ આપણે શરૂ કર્યું છે. કૃષિ મહોત્સવોમાં ખેડૂતોને ડ્રીપ ઈરીગેશન, નેટહાઉસ, ગ્રીનહાઉસ સહિતની પધ્ધતિઓનું જ્ઞાન આપવામાં આવે છે, સાથે-સાથે એક જ સ્થળેથી સહાય દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ મળે છે. આ ઉપરાંત ખેડૂતો અને પશુપાલકો કૃષિ વૈજ્ઞાનિકો અને ‘કૃષિના ઋષિ’ એવા પ્રગતિશીલ કિસાનોના અનુભવ અને માર્ગદર્શનનો લાભ પણ મેળવી શકે છે. ગુજરાતનો ખેડૂત ખેતીના વૈશ્વિક પ્રવાહો સાથે સંકળાય તે માટે આપણે છેલ્લા બે વર્ષોથી રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કૃષિ પ્રદર્શનોનું આયોજન કરીએ છીએ.

    દુનિયામાં બાગાયતી પેદાશોની માગ વધી રહી છે. બાગાયતી પાકો ખેડૂતોને સારી એવી સમૃધ્ધિ મેળવી આપતા હોય છે. ગુજરાતના ખેડૂતો વધુને વધુ પ્રમાણમાં શ્રેષ્ઠ ક્વોલિટીના બાગાયતી પાકો લેતા થાય તે માટે તેમને રોપા ઉછેર, બિયારણ, ખાતર સહાય અને ટેકનિકલ માર્ગદર્શન આપવા આપણે આવનાર સમયમાં રૂ. ૩૫૦ કરોડથી વધુનો ખર્ચ કરીશું.

    રાસાયણિક ખાતર અને દવાઓનાં બહોળા ઉપયોગથી થયેલા નુકસાન પ્રત્યે હવે દુનિયા આખી સફાળી જાગી છે. ઓર્ગેનિક ફાર્મિંગનો જમાનો ફરી આવ્યો છે. આ દિશામાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહે તે માટે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે, અને આ માટે ગુજરાત સરકાર નવી ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસી લાવી રહી છે.

    કૃષિ મહોત્સવની સાથે-સાથે આપણે રાજ્યભરમાં પશુ આરોગ્ય મેળાઓનું પણ આયોજન કર્યું, જેમાં કિસાનોના પશુધનને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી. ખેડૂત પરિવારો પશુપાલનને પણ વૈજ્ઞાનિક રીતે અપનાવીને તેમાંથી વધારાની આવક મેળવે તેવો આપણો આશય છે. આ માટે પરંપરાગત રીતે પશુપાલનનું કામ કરતી આવેલી ગ્રામીણ મહિલાઓને મોટા પાયે ડેરી અને પશુપાલનના કાર્યમાં જોડવા આપણે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનું માળખું સુદ્રઢ બનાવવાના વિશેષ પ્રાવધાન આ વખતના બજેટમાં કર્યા છે.

    સરદાર સરોવર બંધ ઉપર ગેટ મૂકવાની મંજૂરી મળી જતા નર્મદાના પાણી કેનાલો દ્વારા છેક કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમિ સુધી પહોંચાડવાનું કામ પૂર જોશથી ચાલુ થઈ ગયું છે. ગુજરાતભરમાં ધમની-શિરાની જેમ ફેલાઈ ગયેલ કેનાલોનું માળખું અને જળસંચયના માળખા આપણા ખેડૂતોને માત્ર વરસાદી પાણી પર આધારિત રહેવામાંથી મુક્તિ આપશે.

    મિત્રો, ઉપર સિંધાભાઈની વાત કરી તેવા બીજા ઘણા પ્રગતિશીલ ખેડૂતોની વાત હું મારી વેબસાઈટ અને ફેસબુકના માધ્યમથી પણ આપ સૌની સાથે શેર કરતી રહું છું. આશય એ જ કે અનેક ખેડૂતોને તેમાંથી પ્રેરણા મળે અને ગુજરાતમાં આધુનિક ખેતી માટેનો માહોલ વધુ મજબૂત બને.

    આશા કરું છું કે કૃષિ મહોત્સવનો મહત્તમ લાભ આપણા ધરતીપુત્રોએ લીધો હશે. ગુજરાતની માટીમાં, ગુજરાતના કિસાને પકવેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની ખેતપેદાશો દુનિયાભરના બજારોમાં વેચાય, ગુજરાતનો ખેડૂત ‘ગ્લોબલ ખેડૂત’ બને એ જોવા હું આતુર છું.

    આપની,

    આનંદીબેન






  • 30 April 2015

  • ગુજરાત ગૌરવ દિવસ પર આવો સાથે મળીને એક સ્વપ્ન સેવીએ: લેટ્સ હેવ અ ડ્રીમ ટુડે

    પ્રિય મિત્રો,

    ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા સૌ ગુર્જરબંધુઓને આજે રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિન’ની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતને એક અલગ રાજ્ય તરીકેનો દરજ્જો અપાવનાર સંતસમાન દૂરંદેશી મહાપુરુષોને અને રાજ્યની સ્થાપના માટે પોતાના જાન ન્યોચ્છાવર કરનાર સપૂતોને હું વંદન કરું છું.

    આજના સૂર્યોદયે શાંતિથી બેસીને વીતેલા વર્ષો પર નજર કરી તો અનેક સારી-નરસી ઘટનાઓની યાદ તાજી થઈ ગઈ. એક બાજુ ઔદ્યોગિક ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિના સુખદ સ્મરણો છે, નરેન્દ્રભાઈએ સુકાન સંભાળ્યું પછી ગુજરાતે તેજ ગતિથી કરેલા સર્વાંગી વિકાસનો હરખ છે, જ્યારે બીજી બાજુ દુકાળ, પૂર અને ધરતીકંપની ઘટનાઓની મન ધ્રુજાવતી યાદો છે. પણ એક વાત તો કહેવી પડે કે હરખ અને શોકની આ ઘટમાળની વચ્ચે ગુજરાતીઓએ કાયમ પોતાનું ખમીર ટકાવી રાખ્યું છે, અને વિકાસ સાથેનો પોતાનો નાતો જાળવી રાખ્યો છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સામર્થ્યથી જે સતત દૈદિપ્યમાન બની રહી છે એ ગુજરાતી અસ્મિતાને આજે હું સલામ કરું છું.

    મિત્રો, આવો આજે ‘ગુજરાત ગૌરવ દિવસ’ના અવસરે આપણે સૌ સાથે મળીને રાજ્યના વિકાસ માટેનું એક સ્વપ્ન સેવીએ. આ ‘વિકાસ’ શબ્દની પાછળ અત્યારે આખી દુનિયા પડી છે. સામાન્ય રીતે જ્યારે આપણે વિકાસ અંગે વિચારીએ ત્યારે વિદેશો ભણી જ નજર દોડાવતા હોઈએ છીએ. પણ હું કહીશ કે આપણા સ્વપ્નમાં આપણી માટીની સોડમ ભળેલી હોવી જોઈએ. આપણું સ્વપ્ન ફોરેનથી ઈમ્પોર્ટ કરેલું ન હોવું જોઈએ.

    આપણા નગરો અને ગામડાઓને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજીથી સજ્જ કરવાની દિશામાં ગુજરાત સરકાર ભગીરથ પ્રયાસ કરી રહી છે. ‘સ્માર્ટ સીટીઝ’ના નિર્માણનો એક નવો આયામ રાજ્ય અને કેન્દ્ર સરકારે અપનાવ્યો છે. વિકસિત દેશોના નાગરિકોને મળે છે તેવી તમામ ભૌતિક સગવડો આપણે પણ વિકસાવવી છે, આપણા ગામ અને નગરોને આપણે પણ એવા જ સુંદર બનાવવા છે.

    પણ…પણ…પણ… શું માત્ર ઈંટ-ચૂનાથી બનેલી ગગનચૂંબી ઈમારતો કે માણસના હાથમાં રહેલા આધુનિક ગેજેટ્સને જ વિકાસનું પરિમાણ ગણી શકાય?

    કામધંધે જતી વખતે વૃધ્ધ માતાપિતાને પગે લાગીને નીકળતો દીકરો, પાડોશીના સુખદુ:ખને પોતાના સુખદુ:ખ માનીને એક પરિવારની જેમ રહેતા લોકો, ધોમધખતા તાપમાં મુસાફરો માટે રસ્તા પર બનાવેલી પરબો, એક પણ પૈસો લીધા વિના માત્ર સેવાભાવથી ચાલતા અન્નક્ષેત્રો, મંદિરનો પ્રસાદ, ભક્તિભાવથી યોજાતા ઉત્સવો, મેળાઓ… આ બધી વાતો આપણી પોતીકી છે. વિકાસની દોડમાં આપણા આ માનવીય મૂલ્યો ભૂલાઈ જાય એ આપણને ન પાલવે.

    જ્યાંની આધુનિકતામાં નૈતિકતાનો આધાર હોય, બૌધ્ધિકતામાં સંવેદનાનો સ્પર્શ હોય, સમૃધ્ધિમાં સંસ્કારોની સોડમ હોય, જ્યાંની શાંતિ સોહાર્દપૂર્ણ અને વિકાસ સાતત્યપૂર્ણ હોય તેવા માનવ સંસ્કૃતિના મોડલરૂપ વૈશ્વિક ગુજરાતનું નિર્માણ આપણે કરવું છે.

    છેલ્લા ૨૦૦૦ વર્ષની ગુલામીમાં આપણે આપણી પોતાની ચીજોની કદર કરવાનું ભૂલી ગયા છીએ. આપણો યોગ ‘યોગા’ બનીને પાછો આવે ત્યારે જ આપણે તેને સ્વીકારીએ છીએ. હવે જરૂર છે કે આપણે માનસિક રીતે સ્વાવલંબી બનીએ. આપણને કેવા મકાન, કેવા રસ્તા, કેવા ગામ, કેવા શહેર, કેવી ટેક્નોલોજી, કેવા કપડા, કેવા ઉદ્યોગ જોઈએ છે તેનો વિચાર આપણે જાતે કરીએ.

    આપણી કલા, આપણા ઉત્સવો, આપણી રમતોને એવો નિખાર આપીએ કે દુનિયા તેને અપનાવવા ઘેલી થાય. આપણી ટેક્નોલોજી સ્થાનિક જરૂરિયાતો અનુરૂપ કોઠાસૂઝથી બનેલી અને ટકાઉ હોય, આપણા સ્થાપત્યો સુંદર અને ભવ્ય હોવાની સાથે પ્રાકૃતિક તત્વોનું સંતુલન પણ જાળવતા હોય… આપણે ત્યાં સુવિધા હોય, સમૃધ્ધિ હોય અને એને ભોગવવા માટે સ્વાથ્ય અને ફુરસદ પણ હોય… શું આમ ન હોવું જોઈએ?

    પશ્ચિમે કરેલી ભૌતિક પ્રગતિ ખરેખર અદભુત છે, જ્યારે સામાજિક ઢાંચો અને મૂલ્યો આપણા વધુ મજબૂત છે. પશ્ચિમની ટેક્નોલોજીકલ સહાય, તેમની શિસ્ત, મહેનત અને સ્વચ્છતાના ગુણો આપણે લેવાના છે, અને તેમાં આપણા સંસ્કાર, સામાજિકતા અને સમજણ ઉમેરવાના છે. પશ્ચિમના સાયન્સ અને પૂર્વની સંસ્કૃતિનો સંગમ આપણે ગુજરાતમાં કરવો છે.

    મારું આ સ્વપ્ન છે. મારું ચોક્કસ માનવું છે કે ઋષિમુનિઓના સંતાન એવા આપણા લોકો ખરેખર આ આવા સ્વપ્નને સિધ્ધ કરી શકવા સક્ષમ છે.

    અમેરિકાની યાત્રાએ ગયેલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પ્રમુખ ઓબામા સાથે જેના સ્મારક પર જઈને શ્રધ્ધાંજલિ પાઠવવા વિશેષ સમય ફાળવ્યો હતો એ માર્ટિન લ્યુથર કિંગે આજથી ૫૦ વર્ષ પહેલા એક અદભુત વક્તવ્ય આપેલું, જેમાં તેમણે પોતે કેવું અમેરિકા જોવા ઈચ્છે છે તેની વાત કરી હતી. “ I have a dream today” – તરીકે જાણીતા આ વક્તવ્યએ અમેરિકન પ્રજા સહિત આખી દુનિયાના લોકોના હ્રદય હચમચાવી દીધા. પોતાના દેશ-પ્રદેશ માટે લોકોએ સેવેલા સ્વપ્નની તાકાત શું હોય એનો ખ્યાલ દુનિયાને આ વક્તવ્ય પછી આવ્યો.

    તો આજે ‘ગુજરાત ગૌરવ દિવસ’ના અવસરે આવો આપણે પણ સાથે મળીને દિવ્ય અને ભવ્ય ગુજરાતના વિકાસનું એક સ્વપ્ન સેવીએ, અને પછી રોજેરોજ આ સ્વપ્નને હળવેકથી માવજત આપતા રહીએ. લેટ્સ હેવ અ ડ્રીમ ટુડે.

    આપની,

    આનંદીબેન






  • 19 March 2015

  • આવો, મહિલાઓને ‘હોમ મેકર’ થી આગળ વધારી ‘નેશન મેકર’ બનાવીએ

    પ્રિય મિત્રો,

    ગુજરાત વિધાનસભામાં બજેટસત્ર પર ચર્ચાઓ ચાલી રહી છે તે અવસરે બજેટના વિવિધ પહેલુઓ રોજબરોજની ભાષામાં બ્લોગના માધ્યમથી તમારી સામે મૂકવાનો ઉપક્રમ શરૂ કર્યો છે, તે અંતર્ગત પહેલા બાળવિકાસ અંગે વાત કરી. આજે મહિલાઓના સશક્તિકરણ માટે બજેટમાં કેવું વિઝન મૂકવામાં આવ્યું છે તેની વાત કરું.

    જો આપણે ગુજરાતના વિકાસને નવા માઈલસ્ટોન સુધી પહોંચાડીને રાજ્યને વિકસિત દેશો જેવું સમૃધ્ધ અને સુવિધાયુક્ત બનાવવું હોય તો મહિલાઓની સ્થિતિ વધુ બહેતર બનાવી વધુને વધુ નારીશક્તિને વિકાસપ્રવાહમાં જોડવી પડે. બીજા શબ્દોમાં કહું તો મહિલાઓને ‘હોમ મેકર’ થી આગળ વધારી ‘નેશન મેકર’ની ભૂમિકામાં લાવવી પડે.

    મિત્રો, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન મેળવવા માટે આપણે અંદાજપત્ર તૈયાર કરવામાં મહિલાલક્ષી જેન્ડર બજેટનો એક નવો અભિગમ અપનાવ્યો છે. આ વખતના જેન્ડર બજેટમાં આપણે મહિલા કલ્યાણની ૫૯૩ યોજનાઓ આવરી લીધી છે, જે પૈકી ૧૩૨ યોજનાઓ તો એવી છે જેનું ૧૦૦ ટકા ફંડ મહિલા ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવ્યું છે. આ સિવાયની અન્ય ૪૬૧ યોજનાઓ એવી છે જેના ૩૦ થી ૯૯ ટકા લાભ મહિલાઓને મળશે. આ યોજનાઓમાં મહિલાઓ અને કન્યાઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ જેવી વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહિલા ઉત્કર્ષ માટે કૂલ મળીને રૂ. ૪૭,૮૪૫ કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવી છે.

    આ દરેક યોજનાઓ પાછળ ગરીબ અને સામાન્ય પરિવારોની તથા ગ્રામીણ વિસ્તારોની મહિલાઓના ઉત્કર્ષના ત્રણ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે: મહિલાઓનું શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ, મહિલા આરોગ્ય, મહિલા સુરક્ષા.

    ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશયથી રાજ્યમાં ૩૫ ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરી વિસ્તારમાં વસતા BPL કુટુંબોની દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે, ધો.૧ માં દાખલ થતી દીકરીને રૂ. ૧૦૦૦ નો બોન્ડ અપાય છે અને તેનું પ્રાથમિક શિક્ષણ પૂરુ થાય ત્યારે વ્યાજ સહિત તેની રકમ અપાય છે. એ જ રીતે માધ્યમિક શાળામાં દાખલ થતી દીકરીને અપાતો રૂ. ૨૦૦૦ નો બોન્ડ તે ધો.૧૦ પાસ કરે ત્યારે પાકે છે. આ માટે રૂ. ૨૮.૨૫ કરોડનું પ્રાવધાન આપણે બજેટમાં કર્યું છે. એ જ રીતે, જે તાલુકાઓમાં સાક્ષરતા દર નીચો છે ત્યાં નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી દીધું હોય તેવી કન્યાઓને પ્રવેશ આપીને તેમને ભોજન, પુસ્તકો, ગણવેશ સહિતની સગવડ નિ:શુલ્ક આપવાનું આયોજન આપણે કર્યું છે.

    મહિલાઓ આધુનિક જમાનાના અનુરૂપ જ્ઞાન અને કૌશલ્ય મેળવે તે માટે રાજ્યના ૭૧૬ એમ્પાવર સેન્ટરોમાં મહિલાઓને કોમ્પ્યુટર અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની તાલીમ તેમજ ૫૦૦ કૌશલ્યવર્ધન સેન્ટરો થકી મહિલાઓને ટૂંકાગાળાની તાલીમ આપવા માટે રૂ. ૨૦.૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

    આપણે ત્યાં અનેક ગ્રામીણ મહિલાઓ ડેરી અને પશુપાલન ક્ષેત્રે સુંદર કામગીરી દ્વારા અર્થોપાર્જન કરીને પોતાના પરિવારને સંપન્ન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ગ્રામીણ નારીશક્તિને પ્રોત્સાહન આપવા મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ મહિલા પશુપાલકોને આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધન-સહાય આપવામાં આવે છે, જે માટે આપણે રૂ. ૪૦.૫૬ કરોડની જોગવાઈ આ બજેટમાં કરી છે. આ ઉપરાંત મિશન મંગલમ યોજના હેઠળ સખીમંડળની સ્વરોજગારની પ્રવૃત્તિઓનું ફલક શહેરોમાં પણ વિકસે તે માટે રૂ. ૩૧.૪૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

    શ્રમજીવીઓ અને નિરાધાર વૃધ્ધોને પાછલી ઉંમરે જીવનનિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે કેન્દ્રની એનડીએ સરકારની ‘રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના’ અમલમાં છે. આપણે તેમાં આંગણવાડીની એક લાખ વર્કર અને હેલ્પર બહેનો તેમજ સ્વસહાય જૂથોની ૩ લાખ મહિલાઓને આવરી લીધી છે. આ ઉપરાંત, નિરાધાર વિધવા મહિલાઓ ઓશિયાળું જીવન જીવવા લાચાર ન બને તે માટે તેમને આર્થિક સહાય આપવા આ બજેટમાં આપણે રૂ. ૧૭૭.૫૭ કરોડ ફાળવ્યા છે.

    કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે રાજ્યના ૯ જિલ્લામાં આપણે સબલા યોજના અમલી બનાવી છે અને બજેટમાં તેના માટે રૂ. ૧૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને આપણે ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ, દવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવા વિના મૂલ્યે પૂરી પાડવા પણ વિશેષ પ્રાવધાન કર્યું છે.

    સમાજની આગેવાન બહેનો પોતાની કોઠાસૂઝથી ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાગ્રસ્ત અને હિંસાનો ભોગ બનેલી બહેનોને નારી અદાલતોના માધ્યમથી ઝડપી ન્યાય અપાવે તે માટે રૂ. ૪.૪૪ કરોડનું પ્રાવધાન બજેટમાં કરવાનમાં આવ્યું છે. તે જ રીતે વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માગતી મહિલાઓને તમામ માહિતી એક જ જગ્યાએથી મળી રહે તે માટે આપણે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરી છે અને બજેટમાં આ માટે ખાસ રૂ. ૨.૭૫ કરોડની જોગવાઈ કરીને તેને સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત પીડિત-શોષિત મહિલાઓને રક્ષણ આપવાના હેતુથી રાજ્યના ૩૩ જિલ્લા પોલીસ મથકો ખાતે સપોર્ટ સેન્ટરની રચના પણ આપણે કરી છે.

    મિત્રો, હું ચોક્કસપણે માનું છું કે દાર્શનિક ચર્ચાઓમાં વિશ્વમાંધાતાઓને પડકાર ફેંકે તેવી મૈત્રેયી, રણમેદાન ગજાવનાર લક્ષ્મીબાઈ કે અંતરિક્ષને સર કરતી સુનિતા વિલિયમ્સ આપણા તાલુકે-તાલુકે ક્યાંક વણઓળખાયેલી બેઠી છે. જરૂર છે તેમને વિકાસ માટેનું એક વાતાવરણ અને અવસરો આપવાની. ગુજરાતનું બજેટ આ જ દિશાનો એક પ્રયાસ છે. આવો, આપણે સૌ મહિલાઓના આંતરિક સામર્થ્યને ખીલવીને તેમને સાચા અર્થમાં નેશન-મેકર બનાવવાનો અવસર આપવા સંકલ્પબધ્ધ બનીએ.

    આપની,

    આનંદીબેન




  • 13 March 2015

  • Tell me how children are nurtured in your State, and I shall tell your State’s future



    પ્રિય મિત્રો,

    આજકાલ ગુજરાત વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે અને બજેટની જોગવાઈઓ ઉપર ચર્ચા-પ્રશ્નોત્તરી થાય છે. જોકે હું જાણું છું કે રાજ્યના સામાન્ય નાગરિકોને આવી ચર્ચાઓમાં કે બજેટના મોટા-મોટા આંકડા અને આંટીઘૂંટીઓમાં ખાસ રસ પડે નહિ. પરંતુ નાગરિક તરીકે તમને રોજબરોજની ભાષામાં આ અંગે જાણવા મળે તો રાજ્યની વિકાસયાત્રા વિશે સમજીને તમે તેમાં ભાગીદાર બની શકો.

    આ બજેટસત્ર ચાલે તે દરમ્યાન આવા બે-ચાર બ્લોગના માધ્યમથી તમને બજેટના અમુક પહેલુઓથી અવગત કરાવું. સૌથી પહેલા તમને રાજ્યમાં બાળકોના વિકાસ માટે બજેટમાં કેવી જોગવાઈઓ કરી છે તેની વાત કરું.

    કોઈ પ્રદેશની કલેક્ટીવ કોન્શીયસનેસમાં જો પાયાથી પરિવર્તન લાવવું હોય, પ્રદેશના વિકાસને સાંસ્કૃતિક શિખર પર લઈ જવો હોય તો શું કરી શકાય? આ અંગે મેં જુદા-જુદા એંગલથી વિચાર કર્યો છે, આપણા દેશે અને બીજા દેશોએ ભૂતકાળમાં લીધેલા પગલા અને તેમાં મળેલી સફળતા-નિષ્ફળતાઓને ચકાસી છે. આખરે એમ લાગ્યું કે જો બાળકોના ઘડતર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે તો એકાદ પેઢી જેટલા સમયમાં એ પ્રદેશમાં આમૂલ પરિવર્તન લાવી શકાય. જો કોઈ પ્રદેશની સ્થિતિ આજથી પચીસ-પચાસ વર્ષ બાદ કેવી હશે એમ મને કોઈ પૂછે તો હું પહેલા એ જોઈશ કે તે પ્રદેશમાં બાળકોનો ઉછેર અને વિકાસ કેવી રીતે કરવામાં આવે છે. હું કહીશ, Tell me how children are nurtured in your State, and I shall tell your State’s future.

    સંપન્ન પરિવારના બાળકોને તો વિકાસના અવસરો અને સુવિધાઓ મહદઅંશે મળી જ રહેવાની, પરંતુ રાજ્યના ગરીબ અને સામાન્ય પરિવારોના લાખો બાળકો એવા છે જેમને વિકાસપથ પર મૂકવા માટે તેમની આંગળી પકડવાનો પ્રયાસ સરકારે કર્યો છે. તેમના વિકાસના ત્રણ પાયા ઉપર આપણે ભાર મૂક્યો છે: શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર.

    દરેક બાળક શાળાએ જતું થાય, શાળામાં તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તે ભણતર અધવચ્ચેથી છોડી ન દે એ માટે આપણે ત્યાં કન્યા કેળવણી રથયાત્રા, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા જાણીતા કાર્યક્રમો ચાલે છે, આ માટે આપણે રૂ. ૩૦૦૦ કરોડનું પ્રાવધાન કર્યું છે. સરકારી શાળાઓમાં પાકા, સ્વચ્છ અને સુવિધાયુક્ત વર્ગખંડો, શુધ્ધ પીવાનું પાણી, ટોઈલેટ બ્લોક અને કમ્પાઉન્ડ વોલ બને તે માટે આ બજેટ અંતર્ગત આપણે ૮૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરીશું.

    સામાન્ય પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ દેશદુનિયાના જ્ઞાનથી પોતાની જાતને અપડેટ રાખી શકે તે માટે સરકારી છાત્રાલયોમાં અદ્યતન લાયબ્રેરીની સુવિધા ઊભી કરવાનું આયોજન આપણે કર્યું છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ ઉપલબ્ધ બનાવવાના ઉદ્દેશ્યથી ૨૦ સ્માર્ટ સ્કૂલ સ્થાપવાનો નિર્ણય આ બજેટ અંતર્ગત સરકારે કર્યો છે.

    ગરીબ અને મધ્યમવર્ગના તેજસ્વી બાળકો નાણાના અભાવે ઉચ્ચ શિક્ષણની તકોથી વંચિત ન રહી જાય તે હેતુથી આપણે ‘મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના’ શરૂ કરી છે, જેમાં આવનારા ચાર વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડ જેટલું કોર્પસ ફંડ ઊભુ કરવાનો નિર્ધાર સરકારે કર્યો છે. અત્યાર સુધીમાં આ માટે રૂ. ૨૦૦ કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે.

    આ ઉપરાંત, જે તાલુકાઓમાં એક પણ કોલેજ નથી, ત્યાં કોલેજ શરૂ કરવાના ભાગરૂપે ૧૦ નવી કોલેજ પણ સ્થાપવામાં આવશે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે કલા અને ખેલકૂદ ક્ષેત્રે પણ તેમને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે. આ માટે રાજ્યમાં હાઈ પરફોર્મન્સ સેન્ટરની સ્થાપના, રમતવીરોની તાલીમ માટે રાજ્યના સાત સ્થળોએ સ્પોર્ટ્સ હોસ્ટેલનું નિર્માણ અને મલ્ટી-પર્પઝ કલા તથા સાંસ્કૃતિક કેન્દ્રોના નિર્માણનો નિર્ણય પણ આ બજેટમાં કરવામાં આવ્યો છે. આ બધા પ્રયાસો સામાન્ય પરિવારોના બાળકોની આંતરિક શક્તિઓ ખીલવવામાં અને તેમને આગળ આવવાનું એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં ઘણા અગત્યના બની રહેશે, તેવું મારું માનવું છે.

    બાળકોને જરૂરી પોષણ મળતું હશે, તેઓ તંદુરસ્ત હશે તો જ ભણવામાં પણ તેમનું મન લાગશે, અને આગળ જતા તેઓ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવા સમર્થ બની શકશે. આ બાબતને ધ્યાને રાખીને આપણે રાજ્યની ૩૫,૦૦૦ થી વધુ પ્રાથમિક શાળાના બાળકોને પોષણયુક્ત ખોરાક આપવા માટે બજેટમાં રૂ. ૯૬૬ કરોડ ફાળવ્યા છે.

    બાળકોને ગરમ પૌષ્ટિક ખોરાક પહોંચાડવા માટે આપણે ૫૦૦ જેટલા રસોડાને એકદમ આધુનિક બનાવવાનું આયોજન આ બજેટમાં કર્યું છે. એટલું જ નહિ, રાજ્યના ચાર જિલ્લાની આંગણવાડીઓના બાળકોને અત્યાધુનિક સેન્ટ્રલાઈઝ્ડ રસોડામાંથી પોષણયુક્ત આહાર આપવામાં આવશે.

    આ ઉપરાંત સ્થાનિક ડેરીઓ સાથે સહયોગ કરીને ૧૯ વિકાસશીલ તાલુકાઓમાં અને ૨૮ આદિવાસી તાલુકાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન ઉપરાંત ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ દૂધ પણ આપવામાં આવશે.

    ભારતને વિકસિત દેશો જેવું સ્વચ્છ-સુંદર બનાવવા માટે ‘સ્વચ્છ ભારત’નું મહાઅભિયાન કેન્દ્ર સરકારે શરૂ કર્યું છે. દેશ અને રાજ્યના લોકોમાં સ્વચ્છતા એક આદત તરીકે વણાઈ જાય એનો સૌથી સારો રસ્તો એ છે કે બાળકોને પહેલેથી જ સ્વચ્છતાના સંસ્કાર આપવામાં આવે. બાળકોમાં શિક્ષણ અને ગુરુજનો માટે પ્રીતિ અને સન્માન, સુટેવો, સ્વચ્છતા માટે અભિરૂચિ જાગે તેવા આશયથી આપણે શિક્ષક દિને રાજ્યભરની શાળાઓમાં ‘જ્ઞાનસપ્તાહ’ ઉજવવાનું શરૂ કર્યું છે. હમણાં જ આપણે શાળાઓમાં સ્વચ્છતાની થીમ ઉપર રાજ્યવ્યાપી ચિત્રસ્પર્ધા પણ કરી, જેમાં લાખો બાળકોએ ભાગ લઈને એક નવો રેકોર્ડ કર્યો. બાળકોમાં સંસ્કારસિંચન અને જાગૃતિ માટે આ પ્રકારના પ્રયોગો કરવા આ બજેટમાં આપણે શાળાઓને વિશેષ ભંડોળ આપવાનો નિર્ણય કર્યો છે.

    આ ઉપરાંત રાજ્યની ૩૩૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ખાસ સ્વચ્છતા જાળવવા માટે જ પ્રતિવર્ષ રૂ. ૨૧૬૦૦ નું અનુદાન આપવામાં આવશે, અને પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા કીટ પૂરી પાડવામાં આવશે.

    મિત્રો, આવી તો બીજી અનેક જોગવાઈઓ આ બજેટમાં આપણે બાળકોના વિકાસ માટે કરી છે. જેમને સંપન્ન જીવનની સુખસુવિધા હજી મળી નથી તેવા લાખો બાળકોની આંખોનું વિસ્મય અને કપટરહિત મુસ્કાન જળવાઈ રહે, તેમની આંખોને સપના અને સપનાને પાંખો મળે તેવો રાજ્ય સરકારનો આશય છે. સૌના સાથ સહકારથી આપણે ગુજરાતને આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક વિકાસના શિખર પર પહોંચાડીએ એવી અભિલાષા વ્યક્ત કરું છું.

    આપની,

    આનંદીબેન





  • 20 January 2015

  • ઓન ધી શોલ્ડર્સ ઓફ જાયન્ટ્સ



    પ્રિય મિત્રો,

    નવા વર્ષના પ્રથમ ૧૫ દિવસ ગુજરાત માટે અતિ વિશાળ સ્કેલની ઘટનાઓના, અને મારા માટે અતિ વ્યસ્તતાના દિવસો રહ્યા. પહેલા પ્રવાસી ભારતીય દિવસ અને ત્યારબાદ વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનું નામ માત્ર ભારતના જ નહિ, પણ દુનિયાભરના મીડિયામાં ગૂંજતું રહ્યું. એમાં પાછી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલની રંગબેરંગી રોનક ભળી, અને ગુજરાતની ભૂમિ આખી દુનિયાથી આવેલા અતિથિઓથી છલકાઈ ગઈ.

    આ વખતનો પ્રવાસી ભારતીય દિવસ ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યાના ૧૦૦ વર્ષને કારણે વિશિષ્ટ હતો. વાયબ્રન્ટ ગુજરાત સમિટ એટલે વિશિષ્ટ હતી હતી કે મે-૨૦૧૪ પછી ભારત પ્રતિ બદલાયેલા નજરીયાને કારણે આખું વિશ્વ જાણે અહીં ઉમટવાનું હતું. તેમાંય મુખ્યમંત્રી તરીકે આ વખતની વાયબ્રન્ટ સમિટ મારા માટે પહેલી હતી. પહેલી વખત ૮ વિકસિત દેશો આપણા કન્ટ્રી પાર્ટનર બન્યા હતા, ૧૨૦ દેશોના ૨૫,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા, દુનિયાની ટોચની કંપનીઓના ૩૦૦ થી વધુ સીઈઓ આવ્યા હતા. એટલે અગાઉની સમિટો કરતા આ વખતની સમિટનો સ્કેલ ઘણો મોટો હતો.

    પણ સમિટના ઉદઘાટન સમારંભમાં જ જ્યારે દુનિયાના ઘણા મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં ગુજરાતી શબ્દોનો ઉપયોગ કર્યો, અને યુ.એન ના સેક્રેટરી જનરલ શ્રીયુત બાન કી મુને પણ “કેમ છો, તમને મળીને આનંદ થયો” – એમ ગુજરાતીમાં કીધું, ત્યારે એમ થયું કે વિકાસ પ્રત્યેની આપણી પ્રતિબધ્ધતાએ દુનિયાને ગુજરાતી ભાષા બોલતી કરી દીધી.

    મિત્રો, આજે આ ઈવેન્ટ્સ પૂરી થયા પછી જ્યારે શાંતિથી વિચારુ છું ત્યારે એમ થાય છે કે કેવા અદભુત કામમાં ઈશ્વરે મને નિમિત્ત બનાવી. હવે એમ થાય છે કે ખરેખર, નાની-મોટી એવી કેટલી બધી બાબતો હતી જે બરાબર ન થઈ હોત તો આખી ઈવેન્ટ્સ નિષ્ફળ જાત. પરંતુ, સૌની મહેનતે રંગ રાખ્યો અને બધી ઈવેન્ટ્સને ધારણાથી પણ વધુ સફળતા મળી તે બદલ હું પરમેશ્વર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરું છું.

    આ બધી ઈવેન્ટ્સ બહુ સુંદર રીતે પાર પડી એ બદલ હું કેન્દ્ર સરકારના સાથી મિત્રો, મારા કેબીનેટ સાથીઓ, રાજ્ય સરકારના કર્મયોગીઓ અને રાજ્યના નાગરિકોની પણ આભારી છું. મીડિયાના મિત્રોની પણ હું આભારી છું કે તેમણે આ ઈવેન્ટ્સને બહુ સુંદર રીતે કવર કરી અને આપણા ગુજરાતની સમર્થ રાજ્ય તરીકેની છબી ઉજાગર કરે તેવા પોઝિટીવ જર્નાલિઝમનો પરિચય આપ્યો.

    મિત્રો, આ ઈવેન્ટ્સ અંગેની બે બાબતો મને બહુ નોંધનીય લાગે છે. એક, ગુજરાતના જ સપૂત મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી પરત ફર્યાને ૧૦૦ વર્ષ પૂરા થયા તે અવસરે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે દુનિયાભરના ભારતીયો ગુજરાતની ભૂમિ પર એકત્ર થયા. બીજું, જે ગુજરાતી પ્રજા વેપાર અર્થે વિદેશોમાં જતી હતી, એ જ ગુજરાતી પ્રજા વાયબ્રન્ટ સમિટના માધ્યમથી કારોબાર માટે દુનિયાને પોતાની ભૂમિ પર ખેંચી લાવી. જાણે કે કાલચક્રનું એક આખું સર્કલ પૂરુ થયું હોય તેવો અહેસાસ થાય છે. સૂર્યની ઉત્તર અયન તરફની ગતિ ભારત અને સમગ્ર વિશ્વ માટે અનેરા પ્રકાશના દિવસો લઈને આવી હોય તેમ દેખાય છે. હું કહીશ કે રાત્રિના અંધકારના ભેદીને ઝળહળતા પ્રકાશથી ભારત અને વિશ્વમાં સુખ, શાંતિ અને વિકાસના એક નવા યુગના પ્રારંભ માટે આ સમિટ દ્વારા શરૂઆત થઈ છે.

    આ ઝળહળતા પ્રકાશ અને આશાના માહોલ અંગે એક કવિના સુંદર શબ્દો છે:

    કાલચક્રની વીંધી કાલિમા

    ઉજાસને અવ નહીં કોઈ સીમા

    જ્યોતિ આજે પ્રગટી ઊઠી

    જાણે નવ-રંગી પરવાળા

    અજવાળાં અજવાળાં આજે અજવાળાં અજવાળાં

    મિત્રો, હવે આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસને કેવી દિશામાં લઈ જવો તેનું એક સ્પષ્ટ વિઝન આપણી પાસે છે. રાજ્યના વિકાસને ‘ઓટોપાયલોટ મોડ’ પર લઈ જઈને ગુજરાતને એક ‘સ્માર્ટ સ્ટેટ’ બનાવવું એ હવે આપણો નિર્ધાર છે. ભારતના રાજ્યો પૈકી આજે ગુજરાતની એક અલગ ભાત, એક અનેરી છાપ ઉપસી આવી છે. ગુજરાત નેક્સ્ટ કદમ કયું લે છે તેની ઉપર હવે દેશ અને દુનિયાની નજર રહે છે.

    ઈંગ્લીશમાં એક જાણીતું વાક્ય છે: “If I have seen further it is by standing on the shoulders of giants.”

    હા, આજે ગુજરાત બીજાઓ કરતાં વધુ આગળ છે, તેનું મુખ્ય કારણ એ છે કે સમર્થ મહાપુરુષોએ આપણો હાથ પકડ્યો છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, અને હવે નરેન્દ્રભાઈ મોદી – આવા સમર્થ અને દીર્ઘદ્રષ્ટા સપૂતોનો સાથ અને માર્ગદર્શન આપણને મળ્યા છે. મહાપુરુષોના ખભે ઊભા રહેવાનું સૌભાગ્ય જેને મળ્યું છે તેવા અગ્રણી અને વિકાસશીલ રાજ્યના મુખ્યમંત્રી હોવું એ મારા માટે ગૌરવની વાત છે.

    આ મજબૂત સ્થિતિનો લાભ લઈને આપણા ગુજરાતને આધુનિક વિકાસના પથ પર અગ્રેસર કરવા અને તેને વિકસિત દેશોની સમકક્ષ મૂકવા હું આપ સૌને આહવાન કરું છું.

    અરે હા…એક વાત રહી ગઈ. ઉપરની પેલી કવિતાના શબ્દો કોના છે? વેલ, વાયબ્રન્ટ ગુજરાતના સર્જક જ આ કવિતાના પણ સર્જક છે. નરેન્દ્રભાઈ મોદી. તેમના કવિતા સંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ માંથી આ શબ્દો લીધા છે. કવિતાનું શીર્ષક છે: આશ.

    આપની,

    આનંદીબેન





  • 25 December 2014

  • શ્રમયોગી કલ્યાણ મેળા: અટલજીના જન્મદિવસે સુરાજની દિશામાં ગુજરાતનો એક ભગીરથ પ્રયાસ



    પ્રિય મિત્રો,

    આજે દેશના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસે તેઓ જીવનભર જેના માટે સમર્પિત રહ્યા છે તેવા ‘ગુડ ગવર્નન્સ’ એટલે કે ‘સુરાજ’ના વિચાર અંગે વાત કરવા માગું છું.

    અટલજી પહેલેથી જ ગુડ ગવર્નન્સના વિચારના પુરસ્કર્તા રહ્યા છે. ભારતને સ્વરાજ તો મળી ગયું પણ વર્ષો પછી પણ હજી સુરાજ મળ્યુ નથી તેની વ્યથા કાયમ તેમના શબ્દોમાં છલકાતી, અને દેશે સુરાજના પથ પર અગ્રેસર બનવા કેવા પગલા લેવા તેનું ગહન ચિંતન તેમની વાતોમાં ઝલકતું. આ યુગપુરુષના સન્માન માટે વર્તમાન કેન્દ્ર સરકારે, ખૂબ સાચી રીતે જ, તેમના જન્મદિન ૨૫ ડિસેમ્બરને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ગઇકાલે જ રાષ્ટ્રપતિશ્રીએ એમને ‘ભારત રત્ન’ના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી નવાજીને રાષ્ટ્ર નિર્માણમાં એમના યોગદાનને બિરદાવ્યું છે.

    મિત્રો, આપણા સમાજ ઉપર નજર કરીએ તો તેમાં બે બિલકુલ અલગ દેખાતા પ્રવાહ એકસાથે ચાલતા જોવા મળશે. એક બાજુ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગથી આગળ વધતો આધુનિક અને સંપન્ન લોકોનો પ્રવાહ છે, અને બીજી બાજુ આધુનિકતાથી દૂર રહેલો ગરીબ અને વંચિત લોકોનો પ્રવાહ છે. આ બંનેમાંથી કોઈ એકના ભોગે બીજાનો વિકાસ થાય તો એ વિકાસ સંતુલિત ન હોય. આ સંતુલનની સંકલ્પનારૂપે જ અટલજીએ દેશને ‘જય જવાન, જય કિસાન’ ની સાથે ‘જય વિજ્ઞાન’નું સૂત્ર આપ્યું.

    વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે દેશના પ્રત્યેક પરિવારને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટેના દૂરંદેશીભર્યા પ્રયાસો હાથ ધર્યા, અને દેશમાં સુરાજનો પાયો નાંખ્યો. તેમણે કહ્યું, “ભારતને લઈને મારી એક દ્રષ્ટિ છે – એક એવું ભારત જે ભૂખ, ભય, નિરક્ષરતા અને અભાવથી મુક્ત હોય”.

    ભારતમાંથી ભૂખમરો નાબૂદ કરવાના આશયથી તેમણે દેશના એક કરોડ અત્યંત ગરીબ પરિવારોને લગભગ નિઃશુલ્ક કહેવાય તેવા દરે અનાજ વિતરણ કરતી ‘અંત્યોદય અન્ન યોજના’ અમલમાં મુકી. પોતાના કુશળ વહીવટ દ્વારા ભાવવધારા પર અંકુશ લાવી દીધો અને સામાન્ય માણસને મોંઘવારીના રોજિંદા મારથી રાહત અપાવી. બંધારણમાં દેશના પ્રત્યેક બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની જે સંકલ્પના મૂકી છે તે અનુસાર તેમણે ‘સર્વ શિક્ષા અભિયાન’નો પ્રારંભ કરાવ્યો.

    ભારતના ચારે ખૂણાને સડક માર્ગથી જોડવા માટે તેમણે ‘સ્વર્ણિમ ચર્તુભૂજ’ (Golden Quadrilateral) પ્રોજેક્ટની શરૂઆત કરી, જે અંતર્ગત દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નાઈને રાજમાર્ગથી જોડવામાં આવ્યા. દેશના અંતરિયાળ ગામડાઓને પણ પાકા રસ્તાથી જોડવા માટે તેમણે ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’નો પ્રારંભ કર્યો. કદાચ અટલજીના શાસનમાં ભારતમાં જેટલી સડકો બની છે તેટલી અગાઉ ક્યારેય બની નથી.

    વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ અટલજીએ એટલું જ મહત્વ આપ્યું. તાજેતરમાં ભારતે મંગલાયન મિશન થકી અવકાશ ક્ષેત્રે જે સફળતા મેળવી તેનો પાયો પણ વાજપાઇજીએ શરૂ કરેલા ચંદ્રાયન મિશનમાં જ પડેલો છે. પોખરણ પરમાણુ પરિક્ષણ દ્વારા તેમણે સમગ્ર દુનિયાને વિજ્ઞાન ક્ષેત્રે ભારતના સામર્થ્યનો પરચો આપ્યો.

    અટલજીના સુરાજના આ જ મંત્રને અપનાવીને છેલ્લા દશકમાં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં અદભુત વિકાસ કરી બતાવ્યો. જ્યોતિગ્રામ યોજના થકી ગુજરાત દેશનું એવું એકમાત્ર રાજ્ય બન્યું કે જેના પ્રત્યેક ગામડામાં ગુણવત્તાયુક્ત વીજળી મળતી હોય. જળસંચયના આયોજનબધ્ધ પ્રયાસોથી તેમણે ગુજરાતની સૂકી ધરતી પર કૃષિક્રાંતિ કરીને ખેડૂતોની સુખસમૃધ્ધિમાં વધારો કર્યો. જનફરિયાદોના ઝડપી અને અસરકારક નિવારણ માટે તેમણે શરૂ કરેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની કામગીરી સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ બિરદાવી. આ ઉપરાંત, જનસાધારણની સેવા માટે તેમણે શરૂ કરેલા અનેક નવીન પ્રયાસોએ દેશમાં એવી ચેતના તો જગાવી કે ભારતના લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની આ રાજનીતિને જંગી મત આપીને નરેન્દ્રભાઈના હાથમાં દેશનું સર્વોચ્ચ સુકાન સોંપી દીધું.

    મિત્રો, સુરાજની આ પરંપરાને આગળ વધારતા વર્તમાન રાજ્ય સરકારે ‘ગતિશીલ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત નિયત સમયમર્યાદામાં લક્ષ્ય આધારિત વિકાસકાર્ય કરવાનો અભિગમ અપનાવ્યો છે. વિકાસના લાભ છેવાડાના માણસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આપણે ‘સ્વાવલંબન અભિયાન’ હેઠળ મહિલાઓ, ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો અને યુવાનોને વિવિધ સાધનસહાય અને અવસર પૂરા પાડવા ૧૧ સહાયકારી યોજનાઓનો પ્રારંભ કર્યો છે.

    આ પ્રયાસોમાં હજી એક નવો આયામ ઉમેરવા આજે અટલજીના જન્મદિવસે આપણે રાજ્યના ૨૦ જિલ્લાઓમાં ‘શ્રમયોગી કલ્યાણ મેળા’નું આયોજન કર્યું છે. ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરતા મજદૂરો, માળી, દરજી, સુથાર વગેરે અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમયોગીઓ છે. આ લોકો પણ તમામ જરૂરી સુખસુવિધાઓ મેળવે અને સ્વમાનભેર જીવન જીવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાને હું મારું પરમ કર્તવ્ય સમજું છું. એટલે જ, રાજ્ય સરકારની આરોગ્ય અને શિક્ષણ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ તેમને હાથોહાથ આપવાની સાથે-સાથે તેમને શ્રમિક ઓળખ નંબર આપવામાં આવશે. તેમને વિનામૂલ્યે પોતાના હક્કો અને મળવાપાત્ર લાભની જાણકારી મળે તે માટે શ્રમયોગી સુવિધા હેલ્પલાઈનની શરૂઆત પણ આપણે કરીશું. અટલજીના જન્મદિવસે શ્રમજીવીઓના કલ્યાણ માટે વિશાળ પાયે કરવામાં આવેલા આવા પ્રયાસ દ્વારા જ આપણે તેમનું શ્રેષ્ઠ સન્માન કરી શકીશું.

    દેશના સામાન્ય માણસો પ્રત્યે સંવેદનાસભર બનીને સુરાજની મનશા રાખતા અટલજી એક કવિતામાં કહે છે:

    आओ फिर से दिया जलाएँ

    भरी दुपहरी में अंधियारा, सूरज परछाई से हारा

    अंतरतम का नेह निचोड़ें, बुझी हुई बाती सुलगाएँ।

    आओ फिर से दिया जलाएँ

    પોતાની કવિતા વિશે અટલજીએ કહ્યું હતું, “મારી કવિતા જંગનું એલાન છે, પરાજયની પ્રસ્તાવના નહીં. એ હારી ગયેલા સિપાહીનો નિરાશાનાદ નથી, ઝૂઝતા યોધ્ધાનો જય-સંકલ્પ છે. એ નિરાશાનો સ્વર નથી, આત્મવિશ્વાસનો જયઘોષ છે.”

    મિત્રો, મને વિશ્વાસ છે કે સુરાજની સ્થાપના માટે શ્રમયોગી કલ્યાણ મેળા સહિતના ગુજરાત સરકારના પ્રયાસોથી રાજ્યના પ્રત્યેક ગરીબ-વંચિત પરિવારમાં સુખ-સમૃધ્ધિનો દીપક પ્રજ્વલિત થશે અને ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માણસ પણ આત્મવિશ્વાસનો જયઘોષ કરશે.

    આજે સૌ દેશવાસીઓની સાથે મળીને અટલજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. પ્રભુ તેમને સુંદર સ્વાસ્થ્ય બક્ષે અને સુરાજના પથ પર તેમનું માર્ગદર્શન અને આશીર્વાદ આપણને સદા મળતા રહે તેવી અભ્યર્થના.

    આપની,

    આનંદીબેન





  • 20 December 2014

  • રવી કૃષિમહોત્સવ: ધરતીપુત્રોના સુખ, સમૃધ્ધિ અને કલ્યાણ માટેનો નવો આયામ


    પ્રિય મિત્રો,

    આજકાલ સમાચારપત્રોમાં આગામી જાન્યુઆરીમાં આયોજિત વાયબ્રન્ટસમિટ અંગે વાંચતા હશો. આ અત્યંત મહત્વના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની વચ્ચે ગુજરાતમાં એક નાનકડો દેખાતો પણ અતિશય ઉપયોગી એવો તાલુકા સ્તરનો કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો તેની વાત આજે કરવા માગું છું.

    ૧૧ થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન આપણે ત્યાં સૌપ્રથમ વાર ૧૭૯ તાલુકાઓમાંરવી કૃષિમહોત્સવનું આયોજન થયું. ખેડૂતપુત્રી છું એટલે કુદરત સાથે માણસનો નાતો સૌથી વધુ ઘનિષ્ટ બનાવતા ખેતીના વ્યવસાય પ્રત્યે ખાસ લગાવ છે, અને એટલે જ આ કાર્યક્રમનું મારા દિલમાં વિશેષ સ્થાન છે.

    મિત્રો, ગુજરાતમાં પહેલેથી જ વરસાદ ઓછો અને અનિયમિત રહ્યો છે. રાજ્યનો ૭૦% વિસ્તાર સૂકો કે અર્ધસૂકો ગણાય છે. બારમાસી નદીઓ તો આપણા ત્યાં જાણે છે જ નહિ. આ કારણોને લીધે હજી એકાદ દાયકા પહેલા સુધી કૃષિવિકાસક્ષેત્રે ગુજરાતની સ્થિતિ લગભગ કંગાળ જ ગણાતી. તેમાંય વળી, આપણે ત્યાં શિયાળુ પાકો પકવવાએ તો સાહસનું, અથવા તો એમ કહો કે, દુ:સાહસનું કામ ગણાતું.

    પરંતુ, છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રે ચમત્કાર સર્જાયો છે. ગુજરાત દેશનું સૌથી વધુ કૃષિવિકાસ દર ધરાવતું રાજ્ય બની ગયું છે. તમને જાણીને આનંદ થશે કે સમગ્ર વિશ્વમાં દિવેલા ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત પ્રથમ સ્થાને છે, દેશના કૂલ મગફળી ઉત્પાદન પૈકી ૩૦% અને કપાસના કૂલ ઉત્પાદન પૈકી ત્રીજા ભાગનું તો માત્ર ગુજરાતમાં થાય છે. આપણે વરીયાળી અને બટાટાનીઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે છીએ, કેળા અને ટામેટામાં બીજા ક્રમે છીએ, અને ઈસબગુલનાપ્રોસેસીંગ તથા નિકાસમાં પણ ગુજરાત દુનિયાભરમાં અગ્રેસર છે.

    નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ જળસંચય અને જળવિતરણની કામગીરી, કેનાલ નેટવર્ક તથા ખરીફ કૃષિમહોત્સવનામાધ્યમથીકિસાનોને ખેતીનું વૈજ્ઞાનિક જ્ઞાન આપવાના આયોજનબધ્ધપ્રયાસને કારણે ગુજરાતના કૃષિક્ષેત્રની આવી કાયાપલટ શક્ય બની છે.

    કૃષિ ક્ષેત્રે સંશોધન કરનારા કૃષિ યુનિવર્સિટીઓનાવૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સંવાદ સધાય તે માટે નરેન્દ્રભાઈએ‘લેબ ટુ લેન્ડ’ અભિગમઅપનાવીને વર્ષ ૨૦૦૫ થીપ્રતિવર્ષ ખરીફ ઋતુમાં કૃષિમહોત્સવનું આયોજન શરૂ કર્યું. કૃષિ અંગે અપાતા વૈજ્ઞાનિક જ્ઞાનનેખેડૂતભાઈઓએ ખૂબ જ ઉત્સાહભર્યોપ્રતિસાદ આપ્યો. તેઓપોતાની જમીનની ગુણવત્તાની વૈજ્ઞાનિક ચકાસણી કરાવીને તે અનુસાર પાક લેતા થયા. ટપક સિંચાઈ, નેટહાઉસ, ગ્રીનહાઉસ જેવી વૈજ્ઞાનિક પધ્ધતિઓનો વ્યાપ વધ્યો. કૃષિમહોત્સવનો કાર્યક્રમવહીવટીતંત્ર, ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો માટે જાણે આનંદનો ઉત્સવ બની ગયો. પાણીની અછત ધરાવતા વિશ્વના એક નાનકડા ખૂણામાં જળક્રાંતિ દ્વારા કૃષિક્રાંતિનો અદભુત નજારો દેશ અને દુનિયાએ નિહાળ્યો.

    ગુજરાતની આ કૃષિક્રાંતિને હવે વધુ ગતિશીલ બનાવવા આપણે આ વર્ષને‘કૃષિ વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહ્યા છીએ. કૃષિક્ષેત્રમાં થયેલા પ્રાણસંચારને લીધે આપણા ખેડૂતો હવે મોટા પાયે રવી પાકો પણ લેતા થયા છે. અને એટલે જ, રવી પાકો અંગે તેમને વૈજ્ઞાનિક માહિતી આપવા અને તેમનું ખેત ઉત્પાદન વધારવાના આશયથી આ વર્ષથી આપણે રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે.

    ખેડૂતો જો ખેતીની સાથે-સાથે પશુપાલનને પણ એટલું જ મહત્વ આપે તો તેમાંથી આવકનો એક વધારાનોસાતત્યપૂર્ણપ્રવાહ પણ ઊભો કરી શકે. આથી આપણે કૃષિમહોત્સવમાંખેતીની સાથે-સાથે પશુપાલન ક્ષેત્રને વેગ આપવા ઉપર પણ ભાર મૂક્યો છે. થોડા દિવસ પહેલા મારા વાંચવામાં આવ્યું હતું કે ચરોતરના ૧૨ ગામોમાં વર્ષોથી બંધ પડેલી દૂધ મંડળીઓનું સુકાન ત્યાંનીમહિલાઓએ પોતાના હાથમાં લઈને તેને ફરી ધમધમતી કરી દીધી. ખરેખર, પરંપરાગત રીતે આપણે ત્યાં પશુપાલનનુંકામ મહિલાઓ જ કરતી આવી છે, આથી આ કામમાં તેમની વિશેષ સૂઝ અને આવડત છે. એટલે જ, મહિલાઓને પશુપાલનના કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે આપણે ‘મુખ્યમંત્રી મહિલા પશુપાલન યોજના’ અંતર્ગત મહિલા પશુપાલકોનેવિવિધ સહાય આપવાની શરૂઆત કરી છે.

    પશુ વંધ્યત્વ નિવારણ માટે પશુપાલકોનીઘણી માંગણી હતી. આ કામ ખરીફ કૃષિમહોત્સવમાં અતિશય ગરમીને લીધે શક્ય નહોતું. એટલે આ માટેના પ્રયાસો રવી કૃષિમહોત્સવમાં મોટા પાયે હાથ ધરવામાં આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે આ બધાપ્રયાસોને લીધે અબોલ પશુઓનાસ્વાસ્થ્યની સાથે પશુપાલકોનીસમૃધ્ધિમાં પણ વધારો થશે.

    રવી કૃષિમહોત્સવમાં આપણે કૃષિ ઉપરાંત પશુપાલન, બાગાયત, જમીન અને જળ સંરક્ષણનાક્ષેત્રોને વેગ આપવા એક સુગ્રથિત યોજના બનાવી છે, જેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ ખેડૂતો અને પશુપાલકોને કૃષિ કલ્યાણ મેળાઓનામાધ્યમથીપહોંચાડવામાં આવશે. ખેડૂતભાઈઓ ઉચ્ચ કક્ષાના ખેત ઉપકરણો વસાવી શકે તે માટે ટ્રેક્ટર, રોટાવેટર, ઓઈલએન્જિન, સબમર્સિબલપમ્પ જેવા મોટા ઉપકરણોથી માંડીને બાગાયતી કલમો સહિત નાની-નાની, પણ ઉપયોગી એવી તમામ સહાય કૃષિ કલ્યાણ મેળાઓમાં પ્રદાન થશે. આ સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય સરકાર કૂલ મળીને રૂ. ૭૦૦ કરોડના લાભ-સહાય અઢી લાખથી વધુ ખડૂતભાઈઓ સુધી પહોંચાડશે.

    મિત્રો, રવી કૃષિમહોત્સવનામાધ્યમથીખેડૂતોનાસશક્તિકરણ માટેનું એક વિરાટ કદમ ગુજરાતે ભર્યું છે.ખેતી, પશુપાલન અને વિજ્ઞાનનાસંગમથીધરતીપુત્રોનાકલ્યાણનોઆ યજ્ઞ ગુજરાતમાંકૃષિક્રાંતિના બીજા યુગનો પ્રારંભ કરશે. અને ફરી એકવાર દેશ અને દુનિયા ગુજરાતના ધરતીપુત્રોની સૂઝ, સામર્થ્ય અને સફળતાને સલામ ભરશે.

    આપની,

    આનંદીબેન





  • 14 November 2014

  • CM encourages children to form ‘Cleanliness Army’


    પ્રિય બાળકો ,

    આજકાલ સમાચારપત્રોમાં આગામી જાન્યુઆરીમાં આયોજિત વાયબ્રન્ટસમિટ અંગે વાંચતા હશો. આ અત્યંત મહત્વના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની વચ્ચે ગુજરાતમાં એક નાનકડો દેખાતો પણ અતિશય ઉપયોગી એવો તાલુકા સ્તરનો કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો તેની વાત આજે કરવા માગું છું.

    ૧૧ થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન આપણે ત્યાં સૌપ્રથમ વાર ૧૭૯ તાલુકાઓમાંરવી કૃષિમહોત્સવનું આયોજન થયું. ખેડૂતપુત્રી છું એટલે કુદરત સાથે માણસનો નાતો સૌથી વધુ ઘનિષ્ટ બનાવતા ખેતીના વ્યવસાય પ્રત્યે ખાસ લગાવ છે, અને એટલે જ આ કાર્યક્રમનું મારા દિલમાં વિશેષ સ્થાન છે.

    મિત્રો, ગુજરાતમાં પહેલેથી જ વરસાદ ઓછો અને અનિયમિત રહ્યો છે. રાજ્યનો ૭૦% વિસ્તાર સૂકો કે અર્ધસૂકો ગણાય છે. બારમાસી નદીઓ તો આપણા ત્યાં જાણે છે જ નહિ. આ કારણોને લીધે હજી એકાદ દાયકા પહેલા સુધી કૃષિવિકાસક્ષેત્રે ગુજરાતની સ્થિતિ લગભગ કંગાળ જ ગણાતી. તેમાંય વળી, આપણે ત્યાં શિયાળુ પાકો પકવવાએ તો સાહસનું, અથવા તો એમ કહો કે, દુ:સાહસનું કામ ગણાતું.

    પરંતુ, છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રે ચમત્કાર સર્જાયો છે. ગુજરાત દેશનું સૌથી વધુ કૃષિવિકાસ દર ધરાવતું રાજ્ય બની ગયું છે. તમને જાણીને આનંદ થશે કે સમગ્ર વિશ્વમાં દિવેલા ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત પ્રથમ સ્થાને છે, દેશના કૂલ મગફળી ઉત્પાદન પૈકી ૩૦% અને કપાસના કૂલ ઉત્પાદન પૈકી ત્રીજા ભાગનું તો માત્ર ગુજરાતમાં થાય છે. આપણે વરીયાળી અને બટાટાનીઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે છીએ, કેળા અને ટામેટામાં બીજા ક્રમે છીએ, અને ઈસબગુલનાપ્રોસેસીંગ તથા નિકાસમાં પણ ગુજરાત દુનિયાભરમાં અગ્રેસર છે.

    નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ જળસંચય અને જળવિતરણની કામગીરી, કેનાલ નેટવર્ક તથા ખરીફ કૃષિમહોત્સવનામાધ્યમથીકિસાનોને ખેતીનું વૈજ્ઞાનિક જ્ઞાન આપવાના આયોજનબધ્ધપ્રયાસને કારણે ગુજરાતના કૃષિક્ષેત્રની આવી કાયાપલટ શક્ય બની છે.

    કૃષિ ક્ષેત્રે સંશોધન કરનારા કૃષિ યુનિવર્સિટીઓનાવૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સંવાદ સધાય તે માટે નરેન્દ્રભાઈએ‘લેબ ટુ લેન્ડ’ અભિગમઅપનાવીને વર્ષ ૨૦૦૫ થીપ્રતિવર્ષ ખરીફ ઋતુમાં કૃષિમહોત્સવનું આયોજન શરૂ કર્યું. કૃષિ અંગે અપાતા વૈજ્ઞાનિક જ્ઞાનનેખેડૂતભાઈઓએ ખૂબ જ ઉત્સાહભર્યોપ્રતિસાદ આપ્યો. તેઓપોતાની જમીનની ગુણવત્તાની વૈજ્ઞાનિક ચકાસણી કરાવીને તે અનુસાર પાક લેતા થયા. ટપક સિંચાઈ, નેટહાઉસ, ગ્રીનહાઉસ જેવી વૈજ્ઞાનિક પધ્ધતિઓનો વ્યાપ વધ્યો. કૃષિમહોત્સવનો કાર્યક્રમવહીવટીતંત્ર, ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો માટે જાણે આનંદનો ઉત્સવ બની ગયો. પાણીની અછત ધરાવતા વિશ્વના એક નાનકડા ખૂણામાં જળક્રાંતિ દ્વારા કૃષિક્રાંતિનો અદભુત નજારો દેશ અને દુનિયાએ નિહાળ્યો.

    ગુજરાતની આ કૃષિક્રાંતિને હવે વધુ ગતિશીલ બનાવવા આપણે આ વર્ષને‘કૃષિ વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહ્યા છીએ. કૃષિક્ષેત્રમાં થયેલા પ્રાણસંચારને લીધે આપણા ખેડૂતો હવે મોટા પાયે રવી પાકો પણ લેતા થયા છે. અને એટલે જ, રવી પાકો અંગે તેમને વૈજ્ઞાનિક માહિતી આપવા અને તેમનું ખેત ઉત્પાદન વધારવાના આશયથી આ વર્ષથી આપણે રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે.

    ખેડૂતો જો ખેતીની સાથે-સાથે પશુપાલનને પણ એટલું જ મહત્વ આપે તો તેમાંથી આવકનો એક વધારાનોસાતત્યપૂર્ણપ્રવાહ પણ ઊભો કરી શકે. આથી આપણે કૃષિમહોત્સવમાંખેતીની સાથે-સાથે પશુપાલન ક્ષેત્રને વેગ આપવા ઉપર પણ ભાર મૂક્યો છે. થોડા દિવસ પહેલા મારા વાંચવામાં આવ્યું હતું કે ચરોતરના ૧૨ ગામોમાં વર્ષોથી બંધ પડેલી દૂધ મંડળીઓનું સુકાન ત્યાંનીમહિલાઓએ પોતાના હાથમાં લઈને તેને ફરી ધમધમતી કરી દીધી. ખરેખર, પરંપરાગત રીતે આપણે ત્યાં પશુપાલનનુંકામ મહિલાઓ જ કરતી આવી છે, આથી આ કામમાં તેમની વિશેષ સૂઝ અને આવડત છે. એટલે જ, મહિલાઓને પશુપાલનના કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે આપણે ‘મુખ્યમંત્રી મહિલા પશુપાલન યોજના’ અંતર્ગત મહિલા પશુપાલકોનેવિવિધ સહાય આપવાની શરૂઆત કરી છે.

    પશુ વંધ્યત્વ નિવારણ માટે પશુપાલકોનીઘણી માંગણી હતી. આ કામ ખરીફ કૃષિમહોત્સવમાં અતિશય ગરમીને લીધે શક્ય નહોતું. એટલે આ માટેના પ્રયાસો રવી કૃષિમહોત્સવમાં મોટા પાયે હાથ ધરવામાં આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે આ બધાપ્રયાસોને લીધે અબોલ પશુઓનાસ્વાસ્થ્યની સાથે પશુપાલકોનીસમૃધ્ધિમાં પણ વધારો થશે.

    રવી કૃષિમહોત્સવમાં આપણે કૃષિ ઉપરાંત પશુપાલન, બાગાયત, જમીન અને જળ સંરક્ષણનાક્ષેત્રોને વેગ આપવા એક સુગ્રથિત યોજના બનાવી છે, જેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ ખેડૂતો અને પશુપાલકોને કૃષિ કલ્યાણ મેળાઓનામાધ્યમથીપહોંચાડવામાં આવશે. ખેડૂતભાઈઓ ઉચ્ચ કક્ષાના ખેત ઉપકરણો વસાવી શકે તે માટે ટ્રેક્ટર, રોટાવેટર, ઓઈલએન્જિન, સબમર્સિબલપમ્પ જેવા મોટા ઉપકરણોથી માંડીને બાગાયતી કલમો સહિત નાની-નાની, પણ ઉપયોગી એવી તમામ સહાય કૃષિ કલ્યાણ મેળાઓમાં પ્રદાન થશે. આ સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય સરકાર કૂલ મળીને રૂ. ૭૦૦ કરોડના લાભ-સહાય અઢી લાખથી વધુ ખડૂતભાઈઓ સુધી પહોંચાડશે.

    મિત્રો, રવી કૃષિમહોત્સવનામાધ્યમથીખેડૂતોનાસશક્તિકરણ માટેનું એક વિરાટ કદમ ગુજરાતે ભર્યું છે.ખેતી, પશુપાલન અને વિજ્ઞાનનાસંગમથીધરતીપુત્રોનાકલ્યાણનોઆ યજ્ઞ ગુજરાતમાંકૃષિક્રાંતિના બીજા યુગનો પ્રારંભ કરશે. અને ફરી એકવાર દેશ અને દુનિયા ગુજરાતના ધરતીપુત્રોની સૂઝ, સામર્થ્ય અને સફળતાને સલામ ભરશે.

    આપની,

    આનંદીબેન




    No comments:

    Post a Comment