" ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ ફેન ક્લબમાં આપનું હાર્દિક સ્વાગત છે. "

News Update



  • 20 April 2016

  • વડોદરામાં અનેકોવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રીશ્રી: રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં ૫ લાખથી વધુગુણવત્તાસભર મકાનોનાગરિકોને કરાવ્યા્ ઉપલબ્ધ



    વડોદરાવાસીઓને ચોમાસામાં પાણી ભરાવાની તકલીફમાંથી મૂકત કરવા માટે નવિન વરસાદી ગટરનું કામ ઝડપભેર પૂરૂં કરાશે : મુખ્યમંત્રીશ્રી

    રાજય સરકારે માનવ વિકાસ સૂચકાંક સુધરે એ દિશામાં ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે : મુખ્યમંત્રીશ્રી

    મુખ્‍યમંત્રી ગૃહ યોજના હેઠળ રૂા.૧૬૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અને ૧૦૯૨ મકાનો ધરાવતા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયનગરનું મુખ્‍યમંત્રીએુ કર્યું લોકાર્પણ

    વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો જે પાયો નાંખ્‍યો એના પર આ સરકાર ગતિશીલતા સાથે વિકાસની ઇમારતોનું ચણતર કરી રહી છે : મુખ્યમંત્રીશ્રી

    આજે વડોદરા ખાતે નાગરિક સુખાકારી કેન્દ્રિત વિકાસના અગણિત કાર્યોનું મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલે લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ રૂા.૧૬૩ કરોડના ખર્ચે ૧૦૯૨ એલ.આઇ.જી-એમ.આઇ.જી આવાસોનું લોકાર્પણ, વડોદરા ગેસ લીમીટેડ દ્વારા રૂા.૧૮.૫૦ કરોડના ખર્ચે નિર્મિત સી.એન.જી. ફીલીંગ સ્ટેશનનું લોકાર્પણ, રૂા.૬.૮૦ કરોડના ખર્ચે સિંધુસાગર તળાવના નવિનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત, નવાયાર્ડ રોડ લાલપુરાથી શાસ્ત્રી બ્રિજ એ.પી.એસ. સુધી રૂ. ૧૪.૬૯ કરોડના ખર્ચે નવી ડ્રેનેજ ગ્રેવીટી લાઇનનું ખાતમુહૂર્ત, “AMRUT” (અટલ મીશન ફોર રેજુવિનેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન) અંતર્ગત રૂપિયા ૨૮ કરોડના ખર્ચે શહેરમાં પૂર્વ વિસ્‍તારમાં પ્રવેશતાં વરસાદી પાણીને શહેર બહાર વિશ્‍વામિત્રી નદીમાં વાળવા માટે હાઇ-વેને સમાંતર વરસાદી ગટરનું ખાતમુહૂર્ત, રૂ. ૧૦૫ કરોડના ખર્ચે ૭૮ એમ.એલ.ડી. ક્ષમતાના નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત, ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારિત અંદાજીત ૪.૭૫ કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફીસનું ખાતમુહૂર્ત કર્યું હતુ.

    મુખ્યમંત્રીશ્રીએ આ તમામની સાથો સાથ રૂા.૧૨૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિ હેઠળની માઇક્રોટનલીંગ પધ્ધતિથી નિર્માણ થનાર ડ્રેનેજ ગ્રેવીટી લાઇનનું વિહંગાવલોકન કરી તીવ્ર ગતિએ ચાલી રહેલી કામગીરીની પ્રગતિનો ક્યાસ પણ લીધો હતો.

    પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં : મુખ્યમંત્રીશ્રીએ ૧૨૪૭ ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્યની સઘન તપાસ અને સારવારની જે કામગીરી મહાનગરપાલિકાના અધિકારી અને અન્યોએ કરી તે બદલ તેઓને બિરદાવ્યા હતા. નાગરિક સુખાકારીની નાનામાં નાની બાબતોનો વિકાસના આયોજનોમાં સમાવેશ કરી તેમજ ભવિષ્યમાં પડનારી આવશ્યકતાઓને ધ્યાને લઇને ગુજરાત “સ્માર્ટ સીટી”ની કલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર અથાગ પરીશ્રમ કરી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે દરેક વ્‍યકિત પોતાનું એક ઘર ઝંખે છે એ વાતને ધ્‍યાનમાં રાખીને રાજય સરકારે સુવિધાઓ અને ગુણવત્તામાં ઉત્કૃષ્ઠ આવાસોના નિર્માણની યોજનાઓ બનાવી અને તેનો ઝડપભેર અમલીકરણ પણ કર્યો છે. આમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજય સરકારે નિશ્ચિત પ્‍લાનિંગને અનુસરીને રાજયમાં વિવિધ સ્‍થળોએ પાંચ લાખથી વધુ મજબૂત મકાનો લોકોને ઉપલબ્‍ધ કરાવ્‍યા છે

    અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્‍યમંત્રીએ આજે વડોદરા શહેરનાં તરસાલી, માંજલપુર વિસ્‍તારમાં મુખ્‍યમંત્રી ગૃહ યોજના હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત ઉચ્‍ચ ગુણવત્તાવાળા અને ભૂકંપ પ્રતિરોધક ૧૦૯૨ આવાસો ધરાવતા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયનગરના લાભાર્થીઓને લોકાર્પણની સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

    વધુમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાંખ્‍યો એના પર આ સરકાર ગતિશીલતા સાથે ઇમારતોનું ચણતર કરી રહી છે એવી લાગણી વ્‍યકત કરતા ઉમેર્યું હતુ કે આ સરકારે માત્ર ભૌતિક વિકાસની નહીં પણ માનવ વિકાસની સર્વાંગી કાળજી લીધી છે અને માનવ વિકાસ સૂચકાંકની સુધારણા પર પોતાનું ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે.

    વડોદરાના લોકોને ચોમાસામાં પાણી ભરાવવાથી વેઠવી પડતી મુશ્‍કેલીઓથી વાકેફ હોવાનું જણાવીને મુખ્‍યમંત્રીશ્રીએ આ સમસ્‍યાના ઉકેલ આણતી નવિન વરસાદી ગટરનું કામ ઝડપભેર પૂરૂં કરવામાં આવશે તેવો વિશ્વાસ હાજર સૌ નગરજનો સમક્ષ વ્યક્ત કર્યો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ વડોદરા શહેર આગામી વર્ષે સ્‍માર્ટ સીટીના ધારાધોરણો અને માપદંડો માટે યોગ્‍યતા પ્રાપ્‍ત કરે તે માટે શહેરીજનોને સક્રિય રીતે સહભાગી બનવા અનુરોધ કરી સ્‍વચ્‍છતાને સહજ માનવ સ્‍વભાવમાં વણી લેવા અને પાણીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્‍યુ હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે રાજયવ્‍યાપી આરોગ્‍ય અભિયાન હેઠળ ૮૦ લાખ મહિલાઓના બ્રેસ્‍ટ અને સર્વાઇકલ કેન્‍સરનું પરિક્ષણ કરવામાં આવ્‍યું છે, જે પૈકી ૧૧૦૦ કરતાં વધુ મહિલાઓને કેન્‍સરનું નિદાન થતાં રાજય સરકાર દ્વારા વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવી રહી છે.

    મુખ્‍યમંત્રીશ્રીએ રાજયમાં આંગણવાડીનાં ૪૫ લાખ બાળકોને પોષણક્ષમ આહારની સાથે મુખ્‍યમંત્રીશ્રી નિદાન યોજના હેઠળ તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્‍ટ સરકારી હોસ્‍પીટલોમાં વિનામૂલ્‍યે કરવામાં આવે છે તેવી બાબતોથી સૌને અવગત કર્યા હતા. આ કાર્યક્રમમાં આવાસ યોજનાઓ માટે ધિરાણ મંજૂર કરનારી બેન્‍કસના પ્રતિનિધિઓનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન પણ કરવામાં આવ્‍યુ હતું. પવિત્ર સિંઘ સરોવરના નવોત્‍થાન માટે સિંધી સમાજે મુખ્‍યમંત્રીશ્રીનું ખાસ અભિવાદન પણ અહીં કર્યું હતું.

    આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટૃ, મેયર શ્રી ભરતભાઇ ડાંગર, ધારાસભ્‍યશ્રીઓ સર્વશ્રી યોગેશભાઇ પટેલ, જીતુભાઇ સુખડીયા, રાજેશ્રી ત્રિવેદી, મનીષાબેન વકીલ, વુડા અધ્‍યક્ષ નારણભાઇ, ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષ શ્રી વિવેક પટેલ, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના અધ્‍યક્ષશ્રી ભૂપેન્‍દ્રભાઇ લાખાવાળા, શ્રી ભાર્ગવ ભટૃ, શબ્‍દશરણ બ્રહ્મભટૃ સહિત વરિષ્‍ઠ પક્ષ પદાધિકારીઓ, નાયબ મેયર શ્રી યોગેશ પટેલ, સેવાસદનનાં પદાધિકારીઓ અને નગર સેવકો, પૂર્વ સાંસદ અને એમએમટીસીના ડિરેકટર શ્રી બાળુ શુકલ, ગુજરાત હાઉસીંગ બોર્ડના નિયામક મંડળના સદસ્‍યો, હાઉસીંગ કમિશનર શ્રી અશ્વિનીકુમાર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી એચ.એસ.પટેલ, પોલીસ કમિશનરશ્રી રાધાક્રિષ્‍ણન, કલેકટર શ્રીમતી અવંતિકાસિંઘ સહિત ઉચ્‍ચાધિકારીઓ, મહાનુભાવો અને આવાસ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.






  • 18 April 2016

  • તોરણિયાના પ્રસિદ્ધ નકલંક ધામના દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી: શિવકથામાં ઉપસ્થિત રહી ગ્રામજનોની એકતાને બિરદાવી


    * ધોરાજીના નાના પરબડી ગામમાં ગંદકીના સ્થાને બનાવાયેલા સુંદર બગીચાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી
    * રાજ્ય સરકાર ગુજરાતના સ્માર્ટ વિલેજીસને ખાસ અનુદાનથી પ્રોત્સાહિત કરશે: મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે સગર્વ જાહેર કર્યું છે કે ગુજરાત સરકાર રાજ્યના ૩૦૦ ગામડાંઓને ગુણાત્મક અભિગમથી સ્માર્ટ વિલેજ બનાવશે. આ ગામમાં રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય જેવી ભૌતિક સુવિધાઓ સાથે ગુણાત્મક અભિગમ પણ અપનાવામાં આવશે. ગામમાં દીકરીના જન્મનું પ્રમાણ સમતોલ, કુપોષણ અને માતા મૃત્યુ દરથી મુક્ત, સંપૂર્ણ સાક્ષરતા, ડિઝીટલી કનેકશન ધરાવતા હોય એવા સ્માર્ટ વિલેજીસ બનાવાશે.

    રાજકોટ જિલ્લાના નાના પરબડી ગામે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની પ્રેરક વાત સમાન, ગામની ગંદકી જ્યાં એકત્ર થતી ત્યાં બનાવવામાં આવેલા સુંદર મજાના બગીચાનું લોકાર્પણ કર્યા બાદ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શિવ કથામાં ઉપસ્થિત રહેલા મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે પોતાના પ્રવચનમાં આ સંદર્ભે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકારથી લોકકલ્યાણનું કાર્ય નાગરિકોના સહકાર વિના થઇ શકતું નથી. આ કાર્ય કરવા માટે લોકભાગીદારી અને એકતા જરૂરી છે.

    સ્માર્ટ વિલેજ અંગે તેમણે પોતાના વિચારો પ્રસ્તુત કરતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા નક્કી થાય એ ગામ સ્માર્ટ વિલેજ બને એવું નથી. કોઇ પણ ગામ તેમાં જોડાઇ શકે છે. આ માટે પોતાના ગામમાં લોકભાગીદારીથી કરવામાં આવેલા કામોની રૂપરેખા સાથે જો અરજી કરશે તો આવા ગામોને પણ સ્માર્ટ વિલેજ તરીકે પસંદ કરવામાં આવશે. સ્માર્ટ વિલેજ માટે વસ્તી પ્રમાણે રૂ. એક કરોડ, રૂ. ૫૦ અને રૂ. ૨૫ લાખનું વિશેષ અનુદાન આપવામાં આવશે. જે ભૌતિક તથા ગુણાત્મક વિકાસના કામો માટે ઉપયોગમાં લઇ શકાશે.

    તેમણે શિવ મંદિરમાં રાખવામાં આવતા નંદી, કુર્મની વિભાવના સમજાવી હતી અને કહ્યું કે ભારત સંસ્કૃતિના પુરાણોનું સર્જન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે થયું છે. તબીબી વિજ્ઞાનમાં પણ આપણા આયુર્વેદના ગ્રંથો બહુ ઉપયોગી સાબિત થયા છે. માઇક્રો સર્જરી, અંગપ્રત્યારોપણ વિધિનું જનક ભારત છે, એ બાબત શંકરપુત્ર ગણેશજીના શિરચ્છેદના ઉદાહરણ સાથે સમજાવી હતી.

    પ્રબળ પુરુષાર્થની હિમાયત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જ્યારે કોઇ વ્યક્તિ સારૂ કામ કરતી હોય કે સમાજ સેવા કરતી હોય ત્યારે તેમણે પોતાની ટીકાને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવી જોઇએ અને નકારાત્મક બાબતોને શિવજીની જેમ પચાવી જવી જોઇએ. સમાલોચનાને પોતાને કાર્યને વધુ બહેતર બનાવવા માટેનો પાયો બનાવવો જોઇએ.

    મહિલાઓની આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વીજબીલના મિટર રિડિંગની કામગીરી સખી મંડળોને સોંપવામાં આવી, તે બાબત ગ્રામજનોને મુખ્યમંત્રીશ્રીએ જણાવી હતી. ગામના માર્ગોના નવીનીકરણના કામો કરવામાં આવશે, તેવી જાહેરાત પણ તેમણે કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ તોરણિયા સ્થિત પ્રસિદ્ધ નકલંક ધામના દર્શન કર્યા હતા અને મહંત શ્રી રાજેન્દ્રબાપુના આશીર્વચન મેળવ્યા હતા.

    નાની પરબડી ગામની એકતાને બિરદાવી હતી અને ગામની મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા આંગણવાડીના બાળકોને રોજનું એક લિટર દૂધ વિનામૂલ્યે આપવા થયેલી જાહેરાતની પ્રશસ્તિ કરી હતી. ગામના આગેવાનો શ્રી પ્રવીણભાઇ ગજેરા અને શ્રી ધીરુભાઇ સવાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં રૂ. એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

    આ તકે રાજ્ય મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયા, સંતશ્રી હરિદાસજી મહારાજ, શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ, કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ, અગ્રણીઓ સર્વ શ્રી ભીખાભાઇ સોજીત્રા, રમેશભાઇ વણજારા, ગાંડુભાઇ ગજેરા, કિરીટભાઇ ગજેરા, પ્રફુલભાઇ કપુપરા, વસંતભાઇ પટેલ, કલેક્ટર સુશ્રી મનિષા ચંદ્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એન. વાઘેલા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






  • 18 April 2016

  • બાબરાના ગરણી ગામે યોજાયેલ ચૈત્રિ નવરાત્રિ મહોત્‍સવ અને શિવકથામાં ગ્રામ્યજનોની વિશાળ ઉપસ્‍થિતિઃ લોકકલ્‍યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા મુખ્‍યમંત્રીશ્રીની અપીલ



    અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે યોજાયેલ ચૈત્રિ નવરાત્રિ મહોત્‍સવ અને શિવકથામાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્‍કૃતિની વિવિધ ૫રંપરાઓ સંતોએ જ સમાજમાં જીવંત રાખી છે, આવા સંતો લોકજીવનના સાચા મોતી સમાન છે.

    શિવમંદિરમાં વિવિધ સ્‍થળોએ મહાતા નંદી, કાલભૈરવ, કાચબા વગેરેનું મહાત્‍મ્ય વર્ણવીને મુખ્‍યમંત્રીશ્રીએ તેમની ધાર્મિક સૂઝનો આગવો પરિચય પૂરો પાડ્યો હતો.

    ગામના વિકાસમાં અનેરું યોગદાન આપનારા ગામના વીર સપૂતોના સ્‍મારકો સ્‍થાપવાનું શ્રીમતી આનંદીબહેને ઉ૫સ્‍થિત નાગરિકોને સૂચન કર્યુ હતુ. જેથી આવા સ્‍મારકોમાંથી પ્રેરણા લઇ નવી પેઢી સત્‍કાર્યો તરફ પ્રેરિત થાય.

    મુખ્યમંત્રીશ્રીએ ભગવાન શંકરના જીવનના વિવિધ પ્રસંગો રોચક શૈલીમાં રજૂ કર્યા હતા અને પૌરાણિક બાબતોનું આધુનિક વિજ્ઞાન સાથેનું અનુસંધાન પ્રસ્‍થાપિત કર્યુ હતુ. વિવિધ ધાર્મિક પ્રસંગો પાછળ આપણા પૂરોગામી ભારતીયોનો વૈજ્ઞાનિક અભિગમ હોવાની ભૂમિકા મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍પષ્‍ટ કરી હતી.

    જુદા-જુદા ધાર્મિક દ્રષ્‍ટાંતો વહેતા મૂકીને મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેને ઉપસ્‍થિત જનતાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. શૂન્‍યની શોધ, ગર્ભસંસ્કાર, વાઢ-કાપની પૌરાણિક શૈલી વગેરે બાબતોના કેન્‍દ્રમાં જનશ્રેય જ હતુ, એવી વિભાવના વ્‍યક્ત કરતા મુખ્‍યમંત્રીશ્રીએ આવો વૈજ્ઞાનિક અભિગમ કેળવવા ઉપસ્‍થિતોને અનુરોધ કર્યો હતો.

    રાજય સરકાર દ્વારા અમલી બનાવાયેલ વિવિધ લોકકલ્‍યાણલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેને નાગરિકોને ખાસ જણાવ્યું હતું. બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ કેળવી તેમને રાજયના વિકાસમાં સહભાગી બનાવવા તેમણે ઉપસ્‍થિત જનતાને સાર્વત્રિક હિમાયત કરી હતી.

    રાજયના તમામ ગામડાંઓ શૌચાલયયુક્ત બને તે માટે દરેક ઘરમાં શૌચાલય બનાવવા મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેને ભારપૂર્વક જણાવ્યું હતું અને આ માટે રાજય સરકાર કંઇ પણ કરી છૂટશે,તેવી પ્રતિબધ્‍ધતા પણ વ્યક્ત કરી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીનું ફળોની ટોપલી વડે જિલ્‍લા કલેકટરશ્રી સુજીતકુમારે અભિવાદન કર્યુ હતુ. આઇશ્રી વાલબાઇમાંએ મુખ્‍યમંત્રીશ્રીને શાલ ઓઢાડી આર્શીવચન પાઠવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓએ વિવિધ સ્મૃત્તિચિહ્નો અર્પણ કરી મુખ્‍યમંત્રીશ્રીનું પ્રસંગોચિત્ત બહુમાન કર્યુ હતું. ખેતીવાડી ઉત્પન્‍ન બજાર સમિતિ-બાબરા, બગસરા અને લાઠી તથા વિવિધ સંસ્‍થાઓએ મુખ્‍યમંત્રીશ્રી સ્‍વચ્‍છતા નિધિ માટે માતબર રકમ મુખ્‍યમંત્રીશ્રીને સુપ્રત કરી હતી.

    બાબરા-લાઠી વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી બાવકુભાઇ ઉંધાડે સ્‍વાગત પ્રવચન કર્યુ હતું.

    વ્‍યાસપીઠ પર બિરાજમાન પ્રેમદાસબાપૂએ કથાનું રસપાન કરાવ્યું હતું.

    કાર્યક્રમમાં સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્‍યશ્રી વી.વી. વઘાસીયા, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે. કે. ઠેસીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી રવુભાઇ ખુમાણ, શ્રી કમલેશભાઇ કાનાણી, ગરણી ગામના સરપંચશ્રી શામજીભાઇ લીંબાસીયા તથા ગરણી તથા આજુબાજુના વિસ્‍તારના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

    શ્રી વી.એમ. ઘેલાણી હાઇસ્‍કુલની વિદ્યાર્થીનીઓએ સ્‍વાગતકૃત્તિ રજૂ કરી હતી.






  • 17 April 2016

  • વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે ૪૫૯૯ આદિવાસી લાભાર્થીઓને વન અધિકાર પત્રોનું વિતરણ કરતાં મુખ્યમંત્રીશ્રી


    * અત્યાર સુધી ૧૯૬ ગામોને રાજ્ય સરકારે મહેસુલી ગામનો દરજ્જો આપ્યો કે જેના થકી ખેડૂતોને સરળ ધિરાણ અને સરકારી યોજનાઓના લાભનો અધિકાર પ્રાપ્ત કર્યો: મુખ્યમંત્રીશ્રી
    * ૯ કરોડના ખર્ચે સરકારી વિનયન કોલેજ કપરાડાના નવનિર્મિત મકાન તેમજ સુલીયા કુંભસેત રોડ પર ટીટુમાળ ગામે વાઘ નદી પર બ્રીજ જેવા વિકાસકાર્યોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયુ લોકાર્પણ

    આજે વલસાડના ધરમપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વન અધિકાર ધારા-૨૦૦૬ હેઠળ આદિવાસી લાભાર્થીઓને જમીન ફાળવણી આદેશો, માપણીશીટ તથા વન અધિકાર પત્રોનું ૪૫૯૯ વ્યક્તિઓના વિતરણ માટે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલે હાજરી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ અહીં જણાવ્યું હતુ કે આ રાજ્ય સરકારે અત્યાર સુધી ૧૯૬ ગામોને રાજ્ય સરકારે મહેસુલી ગામનો દરજ્જો આપ્યો છે કે જેના થકી ખેડૂતોને સરળ ધિરાણ અને સરકારી યોજનાઓના લાભનો અધિકાર પ્રાપ્ત થયો છે. ઉપરાંત ૨૫૦૦ કરોડની રકમનો ગ્રામ્ય રસ્તાઓ માટે ચાલુ વર્ષે અને ૧૦,૦૦૦ કરોડની કુલ રકમ આવનારા ત્રણ વર્ષ થકી ખર્ચ થનાર છે તે બાબતથી મુખ્યમંત્રીશ્રીએ સૌને માહિતગાર કર્યા અને તેનો મહત્તમ લાભ લેવા નાગરિકો-સ્થાનિક આગેવાનોને સક્રિય થવા સુચવ્યું હતુ.

    મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમમાં ૯ કરોડના ખર્ચે સરકારી વિનયન કોલેજ કપરાડાના નવનિર્મિત મકાન તેમજ સુલીયા કુંભસેત રોડ પર ટીટુમાળ ગામે વાઘ નદી પર બ્રીજ જેવા વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યું. મુખ્યમંત્રીશ્રીએ કોલેજ અને વિદ્યા સંકુલોનો મહત્તમ ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતુ અને ઉમેર્યું હતુ કે અહીં સમાંતર રીતે સ્થાપિત થનારા ટ્રેનિગ તેમજ કૌશલ્ય વર્ધન કેન્દ્રોનો મહત્તમ લાભ યુવાનો મેળવે તેવા આયોજનો છે. મુખ્યમંત્રીશ્રીએ ૨૧મી સદી એ જ્ઞાનની સદી હોવાનું જણાવતાં ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા સૌ નાગરિકો અને ખાસ કરીને યુવાઓને આગ્રહ કર્યો હતો. ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોના નિર્માણનું કાર્ય પણ ઝડપભેર ચાલી રહ્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ અહીં જણાવેલ હતું. ઉપરાંત ૨૧ કરોડ અને ૧૦ કરોડના ખર્ચે નવ નિર્મિત બે નાગરિક સેવા સદનો, ૩૨ કરોડના ખર્ચે સરકારી ઇજનેરી કોલેજ ભવનનું લોકાર્પણ તેમજ ૫ કરોડના ખર્ચે નિર્મિત ગરીબ આવાસોને પણ મુખ્યમંત્રીશ્રીએ સમાજને લોકાર્પિત કર્યા હતા. વિસ્તારના યુવાનોના કૌશલ્ય વર્ધન અને વ્યવસાયલક્ષી તાલીમ માટે ૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર વોકેશનલ તાલીમ માટેનું કામ પણ તીવ્ર ગતીએ ચાલી રહ્યું હોવાની બાબતથી સૌને મુખ્યમંત્રીશ્રીએ માહિતગાર કર્યા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ ગરીબમાં ગરીબ નાગરિકને રોટલો, ઓટલો અને શિક્ષણ મળે તેવો આશય આ રાજ્ય સરકારનો હોવાનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરેલ હતો. મુખ્યમંત્રીશ્રીએ ભાજપાના ૧૬ વર્ષના સુસાશનનું સરવૈયું પણ અહીં રજૂ કર્યુ હતુ અને ગરીબોની બેલી આ રાજ્ય સરકારની સંવેદંશીલતાના સ્થાપિત કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે મહેસુલી દરજ્જા સિવાય આ હકપત્રોનું કોઇ મહત્વ ન હોવાનું જણાવી આ કાર્ય માટે વહિવટીતંત્રએ કરેલ પરીશ્રમને [અણ બિરદાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણ માહિતી સાથેના દસ્તાવેજ ધરાવતા આજે આપવામાં આવેલ આ હકપત્રોને કોઇપણ પડકારી નહીં શકે તેવો વિશ્વાસ રાખવા હાજર સૌ ભાઇ-બહેનોને જણાવ્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ સરકારે ચલાવેલ વિવિધ અભિયાન થકી જમીનને લગતા તમામ કાયદાઓનું સરળીકરણ કર્યું હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે આને કારણે તમામ વચેટીયાઓ નાબુદ થતાં ગરીબનું શોષણ થતુ અટકશે. મુખ્યમંત્રીશ્રીએ આવી બાબતો માટે અન્ય કોઇ વ્યક્તિનો સંપર્ક કર્યા વિના સીધા મામલતદાર અથવા કલેક્ટર કચેરી પહોંચવા નાગરિકોને સુચવ્યું હતુ.

    મુખ્યમંત્રીશ્રીએ ખોડખાપણ યુક્ત ગર્ભ ધરાવતી સ્ત્રીઓના સમયસર ઉપચાર તેમજ ઓછા વજન ધરાવતી ગર્ભવતી માતાઓના સ્વાસ્થયની કાળજી માટે આ સરકાર સંવેદનશીલ બની ભરી રહેલા પગલાઓનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ દરેક ઘરમાં શૌચાલય, સ્વચ્છ ગામ અને પોષક આહાર જેવી પાયાની બાબતોની ઉપલબ્ધતાથી સશક્ત ભવિષ્યનું નિર્માણ થશે જ તેવો વિશ્વાસ અહીં વ્યક્ત કર્યો હતો. વધુમાં નાગરિકોને મફત અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે ધરમપુર ખાતે નિર્મિત સરકારી હોસ્પીટલનો વહીવટ કોઇ ખાનગી સંસ્થાને સોંપાનાર છે તેવી અફવાઓનું મુખ્યમંત્રીશ્રીએ અહીં મંચ પરથી ખંડન કર્યું હતુ. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ આરોગ્ય દિવસથી રાજ્ય સરકારે આરોગ્ય તપાસણી માટેના વિવિધ રીપોર્ટસ પણ મફત કરી આપવાનો આરંભ કરો હોવાની બાબતથી સૌને માહિતગાર કર્યા હતા અને ડાયાબીટીસ-કેન્સર જેવા રોગના મફત નિદાન અને સારવાર નજીકની સરકારી હોસ્પીટલ ખાતે ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ યુવા સ્વાવલંબન યોજનાનો વ્યાપ વધારી વધુને વધુ શિક્ષણ યુવાનોને મળે તે માટે આવકની મર્યાદા વધારીને ૬ લાખ કરી હોવાની બાબતથી હાજર નાગરિકોને અવગત કર્યા હતા.

    વધુમાં સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે કટ્ટીબદ્ધ એવી આ રાજ્ય સરકાર આવનાર જૂન મહિનાથી તમામ આદિવાસી વિસ્તારમાં દૂધ સંજીવની યોજનાનો લાભ બાળકોને મળતો થાય અને તેનું અમલીકરણ થાય તે માટે કામ કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ અહીં જણાવ્યું હતુ. ગ્રામ્ય સુખાકારી અને પ્રત્યેક નાગરિકના સશક્તિકરણની નેમ સાથે પરિશ્રમ કરતી ગુજરાત સરકારની વિકાસ સરિતાના પુષ્ટિદાયક પ્રવાહ સમાન આ કાર્યક્રમ વ્યક્તિગત રીતે ઘણો સંતોષ આપનાર સિદ્ધ થયો હોવાનો સંતોષ અહીં મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ થકી વનની કેડીઓથી વિકાસના મહામાર્ગ પર આપણા આદિવાસી ભાઇઓ-બહેનો પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ આ રાજય સરકારની યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવા બદલ વહીવટીતંત્રના અધિકારીઓને પણ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

    મુખ્યમંત્રીશ્રી એ વલસાડ ખાતે સરકારી ઇજનેરી કોલેજ વલસાડ ખાતે આયોજીત લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી. સિવિલ એન્જીનીયરીંગ વિભાગ અને ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગના રૂ. ૩૨.૯૬ કરોડના ખર્ચે નિર્મિત બે નવા શિક્ષણ ભવનો, અબ્રામા સોના-સરિતા ખાતે રૂ. ૪.૪૮ કરોડના ખર્ચે નગરપાલિકા દ્વારા આવાસ વિહોણા કુટુંબો માટે નિર્મિત ૧૨૮ આવાસો, રૂ. ૨૧.૨૧ કરોડના ખર્ચે નાગરિક સુખાકારીના કેન્દ્ર સમાન વલસાડ જીલ્લા સેવા સદન અને રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત વાપી તાલુકા સેવા સદન જેવા અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી એ જીલ્લા સેવા સદન ખાતે જીલ્લાની ઐતિહાસીક, પ્રવાસન અને વિકાસની વાતોથી નાગરિકોને માહિતગાર કરતું ઇન્ફોર્મેશન કિયોસ્ક તેમજ યુવાઓને રોજગાર મેળવવામાં માર્ગદર્શન મળી રહે તે આશયથી સ્થાપિત મોડેલ કેરિયર કાઉન્સિલીંગ સેન્ટરને પણ સમાજને સમર્પિત કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ, સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ લોન સહાય, સખીમંડળને સહાય ચેક અને સીપેટ દ્વારા તાલીમ પામેલા ૩૨ લાભાર્થીઓએને નિમણૂકપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવાનારા સમયમાં આ વિકાસકાર્યો, શિક્ષિત બાળકો અને કૌશલ્યયુક્ત યુવાઓ મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો મહત્વપૂર્ણ ભાગ ભજવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો.

    કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, સાંસદશ્રી કે.સી.પટેલ, ધારાસભ્યશ્રીઓ કનુભાઇ દેસાઇ, શ્રી રમણભાઇ પાટકર, શ્રી ઇશ્વરભાઇ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઇ તંડેલ, પ્રદેશ ભાજપાના મંત્રી શ્રીમતી કિરણબેન પટેલ, ધરમપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ચૌધરી, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઇ ગામીત, પુરવઠા નિગમના અધ્યક્ષશ્રી લલિતભાઇ ગોગલીયા, વાસ્મોના ડાયરેક્ટરશ્રી મહેન્દ્રભાઇ ચૌધરી, તાલુકા ભાજપાના પ્રમુખશ્રી અરવિંદભાઇ પટેલ, ધરમપુર શહેર ભાજપા પ્રમુખશ્રી, જીલ્લા કલેક્ટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વન અધિકાર પત્ર મેળવવા પાત્ર લાભાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.






  • 16 April 2016

  • સુરત અને વડોદરા ખાતે સમરસતા સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી એ નાગરિકોને વિકાસની સમાન તકો અને અધિકારોના લાભ દ્વારા પ્રગતિશીલ બનવા હાકલ કરી



    સુરત બારડોલી ખાતે આયોજીત સમરસતા સંમેલનમાં ‘‘ગ્રામ ઉદયથી ભારત ઉદય’’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને સામાજિક સમરસતા દ્વારા રાજય તેમજ રાષ્ટ્રને શકિતશાળી બનાવવા અહીં હાકલ પણ કરી હતી. ડૉ. બાબાસાહેબના વિચારો જન જન સુધી પહોંચે અને રાજય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં છે તેવી તમામ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેવી સામાજીક ચેતનાનો સંચાર થાય એવી ઇચ્છા મુખ્યમંત્રીશ્રી એ પ્રગટ કરી હતી.

    વધુમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે કેન્દ્ર સરકારે ‘ગ્રામ ઉદય સે ભારત ઉદય’ અભિયાન શરૂ કર્યું હોવાની બાબતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે ડૉ. આંબેડકર બંધારણના પ્રણેતા હતા અને તેઓ સૌને એક સમાન રીતે શિક્ષણ, આરોગ્ય, સહિતના હક્કો અને અધિકારો પ્રાપ્ત થાય એ માટે અથાગ પ્રયાસ કર્યા હતા. ભારતના વિકાસ માટે ડૉ. બાબાસાહેબની દીર્ઘદ્રષ્ટી વિશેની વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે ભાજપ સરકારે વંચિત, દલિત અને ગરીબ નાગરિક સહિત સમાજના છેવાડાના વ્યક્તિ સુધી જનસુખાકારીની અનેકોવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હોવાનું જણાવીને આ યોજનાઓનો સીધો લાભ હાલમાં રાજયભરના નાગરિકોને મેળવી રહ્યાં હોવાનું ઉમેર્યું હતુ.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સૌ પ્રથમવાર મેરિટાઇમ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે અંતર્ગત ગુજરાત સરકાર સાથે ૩૫,૦૦૦ કરોડના ૪ એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ પણ તેમણે પોતાના વકતવ્યમાં કર્યો હતો. વધુમાં અહીં મુખ્યમંત્રીશ્રીએ નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપ્યાના બે વર્ષ પણ થયા નથી ત્યાં સુધીમાં ગુજરાત સરકારે નમર્દા ડેમ પરના ૨૯ પિલર્સ અને ૩૦ બ્રિજના સ્લેબનું કાર્ય પૂર્ણ કરી દીધું હોવાનું ગર્વભેર સૌ નાગરિકોને જણાવ્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ ડેમના ૨૨ રેડિયલ ગેટનું કાર્ય જૂન ૨૦૧૬ સુધીમાં જ્યારે અન્ય ૮ ગેટનું કામ માર્ચ ૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરી દેવાશે તેવો અડગ વિશ્વાસ પણ અહીં વ્યક્ત કર્યો હતો.

    ગુજરાત સરકારની નાગરિક સુખાકારી કેન્દ્રીત પ્રશંસનીય કામગીરીનું વર્ણન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે ૧ લાખ ૨૫ હજાર કિ.મી લાંબા વિશાળ પાણી પુરવઠા વિતરણ નેટવર્કની રચના અથાગ પરિશ્રમ થકી રાજ્ય સરકારે કરેલ છે. આવા વિશાળ સાહસો થકી જ આપણા ભવિષ્યની પેઢીની પાણીની જરૂરીયાતોને આપણે સંતોષી શકીશું તેવો સંતોષ પણ મુખ્યમંત્રીશ્રીએ અહીં વ્યક્ત કર્યો હતો. વધુમાં રાજય સરકાર દ્વારા મહિલાઓને સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરના વિનામૂલ્યે નિદાન અને સારવાર, બાળકોને કૂપોષણ મૂક્ત કરવા રાજ્ય વ્યાપી અભિયાન, નાગરિકો માટે ડાયાબિટીઝ નિદાન-સારવાર જેવી અનેકોવિધ યોજનાઓનો મહત્ત્મ લાભ નાગરિકો લે એવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજનું બાળક આવતીકાલનું ભાવિ છે તેવું જણાવતાં રાજય સરકારના આરોગ્ય સુખાકારી વિશેષ પ્રયાસને વર્ણવી ઉમેર્યું હતુ કે ૫૦૦૦ બાળકોને કલેફટ લીપની તકલીફ હતી જેમાંથી ૪૦૦૦ બાળકોની સમસ્યા સંપૂર્ણ સારવાર થકી દૂર કરવામાં આવી છે, જ્યારે ૪૬૦૦ બાળકો કે જેમના પગ જન્મજાત રીતે સીધા નહોતા તેમને રાજય સરકારે ઓપરેશન થકી વિનામૂલ્યે સેવા કરી હતી. એ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સ્વસ્છતાના હિમાયતી બનવા અરજ કરી અને રાજય સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરેલ મા અન્નપૂર્ણ યોજના વિશે માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને કૌશલ વિકસાવી સશક્ત થવા જણાવ્યુ હતુ, વધુમાં તેઓએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા એન્જીનિયરીંગ કૌશલ કેળવણીના કાર્યક્રમો માટે એલ.એન્ડ.ટી સાથે સમજૂતી કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો વ્યાપ ખુબજ વધ્યો છે. આઇ.ટી ક્ષેત્ર મહ્ત્તમ રોજગારીલક્ષી બાબતો માટે પોષક બની રહ્યું છે. રાજયના યુવાધને ટેક્નોલોજીના ઉપયોગ થકી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરવું જોઇએ. નાગરિકોએ સશક્ત બનવા પોતાનુ ભાવી સુરક્ષિત બનાવવા માટે કૌશલ વિકસિત કરવું જોઇએ.






  • 16 April 2016

  • અમદાવાદ ખાતે સમરસતા સંમેલનમાં સામાજિક સમરસતા અને સમાનતા થકી શકિતશાળી સમાજનું નિર્માણ કરવાનું આહવાન કરતાં મુખ્યમંત્રીશ્રી



    ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧રપ મી જન્મજયંતિ-રાષ્ટ્રીય સમરસતા દિવસ તા. ૧૪ એપ્રિલથી પંચાયતી રાજ દિવસ તા. ર૪ એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી ‘‘ગ્રામ ઉદયથી ભારત ઉદય’’ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત સમરસતા સંમેલનમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સમાજને સંગઠિત અને એકસમાનતા કેળવવા આહવાન કર્યુ હતુ.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે બાબાસાહેબે સૌને એક સમાન રીતે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના હક્કો આપવા ઉપર ભાર મૂક્યો હતો, તેને અનુસરીને ભાજપ સરકારે વંચિત, દલિત અને ગરીબ નાગરિક સહિત સમાજના પ્રત્યેક વર્ગના વ્યક્તિ સુધી કલ્યાણની વિવિધ યોજનાઓના લાભ પહોંચાડ્યા છે અને બાબાસાહેબની વિચારધારાને અમલમાં મૂકીને સામાજિક સમરસતાનો માહોલ ઊભો કર્યો છે.

    ડૉ. આંબેડકરના જળ વ્યવસ્થાપન અંગેના ખ્યાલને વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી પાણીના સ્ત્રોતની વ્યવસ્થા અને વિકાસ માટે કટિબધ્ધ છે. તેમેણે ઉમેર્યુ કે ભારત ૭૫૦૦ કિ.મી દરિયાકિનારો ધરાવે છે, જેના થકી ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સૌ પ્રથમવાર મેરિટાઇમ સમિટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

    આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી એ ગર્વ સાથે જણાવ્યું કે નર્મદા યોજના અને ૧ લાખ ૨૫ હજાર કિ.મી લાંબુ વિશાળ પાણી સપ્લાય માટેનું વિશાળ નેટવર્ક રાજય સરકાર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યુ છે. જે ચીનની દિવાલ અને ભારતીય રેલ્વેના નેટવર્ક કરતાં પણ લાંબુ છે. જેના દ્વારા રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. આ બાબત દર્શાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પાણીની સમસ્યા નિવારણ અંગેની ભવિષ્યલક્ષી દીર્ઘદ્રષ્ટી કેટલી અસરકારક છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા મહિલાઓને સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરના નિદાન અને સારવાર વિનામૂલ્યે પુરા પાડવામાં આવી રહ્યા છે. બાળકોને કૂપોષણ મૂક્ત કરવા રાજ્ય વ્યાપી અભિયાન ચાલે છે. તેમેણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર યુવાનોને દીનદયાલ કૌશલ્ય યોજના અંતર્ગત તાલીમ આપી રોજગાર માટે તૈયાર કરે છે . ગ્રામીણ મહિલાઓ સ્વમાનભેર સમાજમાં જીવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સખી મંડળની રચના કરવામાં આવી છે.

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતુ કે ડૉ. આંબેડકરની એકસમાન અધિકારની વિચારધારાને ભારતીય જનતા પાર્ટી અનુસરે છે અને આ આદર્શોને ખરા અર્થમાં સાર્થક કરવા પ્રતિબધ્ધ રહે છે. તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી કોઇપણ ભેદભાવ વિના રાજયના પ્રત્યેક નાગરિકના કલ્યાણ અને ઉત્થાન માટે કાર્યરત રહે છે. વિશેષ કરીને સમાજના વંચિત અને ગરીબ નાગરિકનો ખ્યાલ રાખે છે.

    મુખ્યમંત્રીશ્રી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે રાજય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરો જેથી તેઓ તેનો મહત્તમ લાભ લઇ શકે. સમરસતા થકી સારા સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને વધુ સુદ્રઢ બનાવવા માટે સૌ સંકલ્પબદ્ધ બને અને સૌની સહિયારી શક્તિનો વિનિયોગ રાજ્યના વિકાસ માટે કરીએ તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.






  • 14 April 2016

  • મેરિટાઇમ ઇન્ડી્યા સમિટ ૨૦૧૬: મેરિટાઇમ ઉદ્યોગ અગ્રણીઓએ ગુજરાતમાં રૂ. ૩૫ હજાર કરોડથી વધુના રોકાણો માટે તત્પરતા દર્શાવી



    મુખ્‍યમંત્રીશ્રી સાથે ઇન્‍ટરેક્‍ટીવ સેશનમાં મેરિટાઇમ ક્ષેત્રના વરિષ્‍ઠ ઉદ્યોગ સંચાલકોનો ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના લાંબા દરિયા કિનારે વિકાસની વિપૂલ સંભાવનાઓ-ભાવિ પ્રોજેક્‍ટસ આયોજન અંગે વિચાર વિમર્શ

    વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની ઉપસ્‍થિતિમાં મુંબઇમાં ઉદ્‌ઘાટિત કરેલી દેશની સૌ પ્રથમ મેરિટાઇમ ઇન્‍ડીયા સમિટ-૨૦૧૬માં ભારતના મેરિટાઇમ ઉદ્યોગ અગ્રણીઓએ ગુજરાતમાં રૂા.૩૫ હજાર કરોડના રોકાણો વિવિધ પ્રોજેકટસમાં કરવાનો રસ દર્શાવ્‍યો હતો.

    ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રીમતી આંદીબહેન પટેલની આગેવાની હેઠળ રાજ્‍ય સરકારના વરિષ્‍ઠ અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળની આ કાર્યક્રમમાં ઉપસ્‍થિતિ સૌથી મહત્‍વપૂર્ણ બની રહી હતી.

    આ મેરિટાઇમ સમિટમાં કેન્‍દ્રીય વહાણવટા મંત્રી શ્રી નિતીન ગડકરી, ભારતના સમૂદ્રતટિય રાજ્‍યોના મુખ્‍યમંત્રીશ્રીઓ, તથા ઉદ્યોગ અગ્રણીઓ અને દક્ષિણ કોરિયાની ૫૦થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે.

    મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે સમિટના ઉદ્‌ઘાટન સમારોહ બાદ ભારતીય મેરિટાઇમ ઉદ્યોગના અગ્રણી સંચાલકો સાથે ચર્ચા સત્ર અને વન-ટુ-વન બેઠકના ઉપક્રમ પ્રયોજ્‍યા હતા.

    મુખ્‍યમંત્રીશ્રીએ અદાણી પોર્ટસ એન્‍ડ એસઇઝેડ (એપીએસઇઝેડ), રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ), એ.પી.મોલ્લેર મર્સ્‍ક આઇ.એલએફએન્‍ડએસ, શાપૂરજી પલોનજી ગ્રુપ અને સ્‍વાન એનર્જી સહિતની કંપનીઓના વરિષ્‍ઠ અધિકારીઓ સાથે વન ટુ વન બેઠક પણ યોજી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીએ રાજ્‍ય સરકારના સહયોગ અને પ્રોત્‍સાહક અભિગમની વિશદ્‌ ભૂમિકા આ વેળાએ આપી હતી. ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા વ્‍યૂહાત્‍મક સમુદ્રી કિનારે વિકાસની વિપુલ સંભાવનાઓ સંદર્ભમાં પોતાના ભાવિ આયોજનો અને પ્રોજેક્‍ટસ અમલીકરણની ચર્ચા વિચારણા આ ઉદ્યોગ સંચાલકોએ શ્રીમતી આનંદીબહેન સાથે કરી હતી.

    કેન્‍દ્રીય શિપિંગ મંત્રીશ્રી નિતીન ગડકરીની ઉપસ્‍થિત્‍મિાં યોજાયેલા ‘‘બિઝનેસ એગ્રીમેન્‍ટ સાઇનિંગ એન્‍ડ ઇન્‍વેસમેન્‍ટ ઇન્‍ટેન્‍શન સેરિમની”માં ગુજરાતમાં બંદર વિકાસ ક્ષેત્રે રોકાણો માટે અનેક કંપનીઓએ ઉત્‍સાહ પ્રેરક પ્રતિસાદ આપ્‍યો હતો.

    એક્ઝિમ બેન્ક ઓફ ઇન્ડિયાના સીએમડી શ્રી યદુવેન્દ્ર માથુર પણ ગુજરાતના પ્રતિનિધિ મંડળમાં જોડાયા હતાં અને તેમણે ગુજરાતમાં રોકાણ અથવા કામગીરીને વિસ્તારવા માગતા મેરિટાઇમ ઉદ્યોગો સમક્ષ એક્ઝિમ બેન્ક દ્વારા ઉપલબ્ધ કરાવાતા ફાયનાન્સના વિવિધ વિકલ્પો રજૂ કર્યાં હતાં.

    આ પ્રસંગ દરમિયાન આઇએલએન્ડએફએસ, સિમર પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ ઓમ સાંઇ સહિતની કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત શિપિંગ મંત્રાલય અને ઇન્ડિયન પોર્ટ એસોસિયેશન સાથે ત્રીપક્ષીય સમજૂતી કરાર (એમઓયુ) ઉપર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આઇએલએન્ડએફએસે કચ્છમાં નાના લાયજા ખાતે રૂ. 10,049 કરોડના સંભવિત રોકાણ સાથે સંકલિત મેરિટાઇમ કોમ્પલેક્ષ વિકસાવવા હેતુ વ્યક્ત કર્યો હતો. શાપૂરજી પલોનજી ગ્રુપ દ્વારા પ્રાયોજિત સ્પેશિય પર્પઝ વિહિકલ (એસપીવી) સિમર પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (એસપીપીએલ)ને એચપીસીએલના સહયોગથી છારા બંદર ખાતે એલએનજી ટર્મિનલ વિકસાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) આપવામાં આવ્યો હતો. રીગેસીફિકેશન અને સંગ્રહ સુવિધા ધરાવતા એલએનજી ટર્મિનલને રૂ. 4,500 કરોડના રોકાણ સાથે વિકસાવવાની યોજના છે જ્યારે કે એસપીપીએલ દ્વારા રૂ. 3,500 કરોડના રોકાણ સાથે છારા ખાતે બલ્ક કાર્ગો ટર્મિનલની કામગીરી ઝડપથી હાથ ધરાઇ છે.

    ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક બીડીંગથી પોર્ટ વિક્ટર ખાતે ખાનગી જેટ્ટી વિકસાવવા માટે મેસર્સ ઓમ સાંઇની પસંદગી કરી છે. આ જેટ્ટીથી પોર્ટ વિક્ટર ખાતેથી કાર્ગોની અવરજવરને મદદ મળી રહેશે, જે રાજ્ય અને કેન્દ્ર સરકારને દેશમાં કોસ્ટલ શિપિંગની હિસ્સેદારી વધારવાના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બની રહેશે. હાલમાં ભારતના ટ્રાન્સપોર્ટ મોડલમાં કોસ્ટલ શિપિંગનો હિસ્સો માત્ર 6 ટકા છે. બીજી તરફ દેશના તમામ રાજ્યોની કુલ કોસ્ટલ શિપિંગમાં ગુજરાતનો હિસ્સો 22 ટકા છે અને રાજ્ય કોમોડિટીઝની કોસ્ટલ શિપિંગમાં આગેવાની જાળવી રાખવા માટે નવી પહેલ કરવાની દિશામાં સક્રિયપણે કામગીરી કરી રહ્યું છે.

    પીપાવાવ બંદરનું રૂ. 1,850 કરોડના રોકાણ અને રૂ. 7,600 કરોડના રોકાણ સાથે મુંદ્રા બંદરનું વિસ્તરણ કરવાની જાહેરાત આ સમીટમાં કરાઇ હતા. ઉલ્લેખનીય છે કે મુંદ્રા બંદર ભારતનું અગ્રણી ખાનગી બંદર છે અને તેના કન્ટેનર પોર્ટ સુવિધાને વિસ્તારવાની યોજના છે. આ ઉપરાંત એલએનજી રીગેસીફિકેશન અને સ્ટોરેજ ટર્મિનલ વિકસાવવાની પણ યોજના છે.

    આરઆઇએલે સિક્કા ખાતે છઠ્ઠા ઓઇલ બર્થ વિકસાવવાના ઉદ્દેશ્ય અંગે જાહેરાત કરી હતી.

    ગુજરાતની વ્યૂહાત્મક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સમીટમાં બે સંરક્ષણ સંબંધિત પ્રોજેક્ટ્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી.

    તદઅનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની રૂ. 100 કરોડના રોકાણ સાથે પોરબંદર અને ઓખા ખાતે જેટ્ટી વિકસાવવાની યોજના છે, જ્યારે કે ઇન્ડિયન નેવી પોરબંદર ખાતે રૂ. 200 કરોડના રોકાણ સાથે બ્રેકવોટર અને જેટ્ટી વિકસાવશે. આ પ્રોજેક્ટ્સથી ભારતના પશ્ચિમ કાંઠે સુરક્ષા વધુ મજબૂત બનશે.

    આ પ્રસંગે જીપીઆઇડીસીએલે જાહેર કર્યું હતું કે સાઉથહેમ્પટન સોલેન્ટ યુનિવર્સિટીએ પ્રસ્તાવિત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીમાં રસ દર્શાવીને જીએમબી સાથે સમજૂતી કરાર કર્યાં છે. સાઉથહેમ્પટન સોલેન્ટ યુનિવર્સિટી પાસે વિશિષ્ટ ‘સ્કૂલ ઓફ મેરિટાઇમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ’ વિભાગ છે. તેના મેરિટાઇમ કોર્સને વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીના એક છે. મેરિટાઇમ એન્જિનિયરિંગ ઉપરાંત મેરિટાઇમ સ્કૂલમાં શિપિંગ એન્ડ મેરિટાઇમ બિઝનેસ વિષય ઉપર પણ ખાસ અભ્યાસ કરાવવામાં આવે છે.






     
  • 12 April 2016

  • ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧રપમી જન્મજયંતિ અવસરે ૭ દલિત વ્યકિત વિશેષોનું વિવિધ એવોર્ડઝથી સન્માન કરતાં મુખ્યમંત્રીશ્રી



    મુખ્યમંત્રીશ્રી :
    * ર્ડા. આંબેડકરના સામાજિક સમરસતા, જાતિ-પાતિ મૂકત સમાજ રચના જેવા સોશ્યલ ચેઇન્જ આજે ઉપયુકત છે.
    * સમાજના નાનામાં નાના વ્યકિત અકિંચન પરિવારો સૌનો સમ્યક વિકાસ અમારી શાસન નેમ છે .

    ભારતરત્ન ડૉ. બાબસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાએલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સમાજના ઉત્કર્ષ અને જાગૃતિ માટે શ્રેષ્ઠ યોગદાન આપનારા દલિત મહાનુભાવોનું વિવિધ એવોર્ડ દ્વારા સન્માન કર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સામાજિક સમાનતા જાળવવા માટે જ રાજ્ય સરકારે પછાત,નબળા અને વંચિતવર્ગોના હિતોની વૃદ્ધિ માટે અમલમાં મૂકેલ અનેકવિધ યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી.

    આ પ્રસંગે ‘ડૉ બાબાસાહેબ આંબેડકર એવોર્ડ’, ‘મહાત્મા ગાંધી એવોર્ડ’, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ’, ‘સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ’, ‘સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા કલા/સાહિત્ય એવોર્ડ’, ‘દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ’ સહિતના આ એવોર્ડ્સનું વિતરણ મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે સમાજમાં કેટલાય એવા લોકો છે જેઓ સમાજના દલિત, દબાયેલા, વંચિત, આર્થિક રીતે નબળા લોકોના ઉત્કર્ષ માટે નિ:સ્વાર્થ ભાવે કામ કરતા હોય છે. તેમના યોગદાનને બિરદાવવાથી બીજા અનેક લોકોને આ દિશામાં કામ કરવાની પ્રેરણા મળે છે. સમાજના દલિતો, શોષિતો અને વંચિતોને સકારાત્મક પ્રોત્સાહન થકી દેશના વિકાસમાં સહભાગી બનાવી શકાય છે.

    તેમણે ઉમેર્યુ હતું કે ડૉ. બાબાસાહેબની વિચારધારાને અનુસરતી રાજય સરકાર છેવાડાના માનવીના વિકાસ અને પ્રગતિ માટે કાર્યરત છે. સમાજે આગેવાની લઇ જાગ્રત બની ઘણી બદીઓને સમાજમાથી દૂર કરી છે, આગામી સમયમાં મહ્ત્તમ લોકોને આપણે આ ભગીરથ કાર્યમાં જોડાવા પ્રોત્સાહન પુરુ પાડવુ જોઇએ.

    મુખ્યમંત્રીશ્રીએ ર્ડા. બાબાસાહેબ આંબેડકરે તે સમયે કન્યા શિક્ષણ, મહિલા ઉત્કર્ષ યુવાનોના ઉત્થાન માટે જે સદકાર્યો કર્યા તેને આગળ ધપાવવાનું-સંવર્ધનનું કાર્ય પાછલા દોઢ દાયકામાં ગુજરાતમાં થયું છે તેની સફળતાઓની છણાવટ કરી હતી.

    તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકશાહી રાષ્ટ્રને મહાન બંધારણની ભેટ આપનારા ર્ડા. બાબાસાહેબે કોઇ એકાદ વર્ગ-જ્ઞાતિ-જાતિ નહિં, સર્વાંગી અને તમામ સમાજના હિત માટેનો જે વિચાર આપ્યો તેને આપણે ગુજરાતમાં સુપેરે ચરિતાર્થ કર્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ યુવા સ્વાવલંબન યોજનામાં પ૦ ટકા ફી માફી, બેટી બચાવો અભિયાન, માતા-બહેનોના આરોગ્ય પરિક્ષણના બ્રેસ્ટ-સર્વાઇકલ કેન્સર તપાસણી અભિયાન, ડાયાબિટીસ નિદાન સારવાર, મા-વાત્સલ્યમ કાર્ડ જેવી જનહિતકારી યોજનાઓથી પ્રો-એકટીવ રોલ આ સરકારનો રહ્યો છે તેમ પણ ઉમેર્યુ હતું.

    આ પ્રસંગે રાજ્‍યસભાના સભ્‍યશ્રી શંભુપ્રસાદ ટુંડીયા, સંસદીય સચિવ શ્રી જેઠાભાઇ સોલંકી, ધારાસભ્‍યો સર્વ શ્રી રાકેશભાઇ શાહ, મેઘજીભાઇ ચાવડા, પુનમભાઇ મકવાણા, ઇશ્વરસિંહ પરમાર, રજનીકાંત પટેલ, મનીષાબેન વકીલ, રમેશભાઇ મહેશ્વરી, ભાનુબેન બાબરીયા, જગદીશભાઇ પંચાલ, અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઇ શાહ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના અધ્‍યક્ષા શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત વિકાસ નિગમના શ્રી પ્રવીણભાઇ પંડયા, અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઉપાધ્‍યક્ષ શ્રી જીતુભાઇ વાઘેલા, અન્‍ય બોર્ડ નિગમના હોદ્દેદારો, અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગના નિયામક શ્રી કે. ડી. કાપડીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

    સન્માનિત એવોર્ડ વિજેતાની યાદી નીચે મુજબ છે.








  • 08 April 2016

  • ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં લોક સંવાદમાં પ્રજાજનોનાં વણઉકેલ પ્રશ્નોનું નિરાકરણ કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ



    મુખ્યમંત્રીશ્રી :
    * ખેડૂતો અને ગ્રામ્ય અરજદારો પ્રત્યે સંવેદના દાખવી તંત્રવાહકો અરજદારો પાસે રૂબરૂ જઇને પ્રશ્નોનોનો ઉકેલ લાવેઃ મુખ્યમંત્રીશ્રી
    * સુત્રાપાડા તાલુકામાં ગૈાચરની જમીનમાં અને ગામોમાં થયેલા દબાણો દુર કરવા મુખ્યમંત્રીશ્રીની તાકીદ
    * ગામોના સરપંચો પણ લોક પ્રશ્નના ઉકેલમાં નૈતિક જવાબદારી નિભાવે
    * વીજળી, ગ્રામ્ય રસ્તા, જમીન, પાણી, ગૈાચર જમીન અને સામુહિક વિકાસના કામો અંગે પણ જરૂરી માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી
    * વેરાવળ નજીક ચાંદખેતાલના રૂ.૪૯૪ લાખનાં ૬૬ કે.વી. સબસ્ટેશનનું મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે ખાતમુહૂર્ત

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં લોક સંવાદ લોક દરબાર કાર્યક્રમમાં તાલુકાનાં નાગરિકોનાં ૨૦૦થી વધુ પ્રશ્નો સાંભળી મોટાભાગના પ્રશ્નોનોનું સ્થળ પર નિરાકરણ કર્યું હતું. સુત્રાપાડા તાલુકાનાં ખેડૂતો અને ગ્રામ્ય નાગરિકોનાં પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સંબંધિત સરકારી વિભાગોનાં અધિકારીઓને જરૂરી સુચના આપી સમયમર્યાદા નક્કી કરી કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ સુત્રાપાડા તાલુકાનાં ખેડૂતોનાં પી.જી.વી.સી.એલ. અને મહેસૂલી પ્રશ્નોનાં નિરાકરણ માટે અધિકારીઓને મહત્વનું માર્ગદર્શન આપી અરજદારો પ્રત્યે સંવેદના દાખવી તેમને અપીલ કરવી ન પડે તે માટે મામલતદાર કક્ષાએથી જ જમીનનાં રેવન્યુ રેકર્ડની ક્ષતીઓ સામેથી જ સુધારી જરૂરી ઓર્ડર આપી દેવા સુચના આપી હતી. ખેડૂતોનાં ખેતરોમાં મજબુત થાંભલા અને વાયરીંગનું પાકુ કામ કરી ખેડૂતો અને તેના બાળકો-પરિવારજનોને ઇલેકટ્રીક શોકનાં અકસ્માતનાં બનાવ ન બને તે માટે જરૂરી કામગીરી બે અઠવાડીયામાં પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં વીજળી, રસ્તા, ગામતળ અને ગૈાચર જમીનમાં દબાણ, કંપનીઓ દ્વારા અપુરતી કામગીરીના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત વિભાગોનાં અધિકારીઓને તાકિદ કરી હતી કે લોકોનાં અધિકારો કે હક્ક છીનવી લેવાનાં કોઇને અધિકાર નથી. કાયદાકીય સત્તાનો ઉપયોગ કરીને લોકોને ન્યાય અપાવવા જણાવ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ ગામોનાં સરપંચોની પણ મહત્વની જવાબદારી છે તેમ કહ્યું હતું. ગામોનાં પ્રશ્નોના નિકાલ માટે તલાટી અને સરપંચ સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય કક્ષાએ જ ઘણા પ્રશ્નોનું નિરાકરણ થઇ જતું હોય છે તેમ જણાવી બાકી રહેતા વણઉકેલ પ્રશ્નો મામલદાર કે પ્રાંત અધિકારીને રજુ કરવા દિશા સુચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને નિયમિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ લોક કલ્યાણની યોજનાઓના સાચા લાભાર્થીઓ સુધી લાભ મળે તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.

    સુત્રાપાડા તાલુકાની પ્રાથિમક શાળાઓમાં કમ્‍પ્‍યુટર લેબ બંધ રહેતી હોવાના પ્રશ્નોના સંદર્ભમાં મુખ્‍યમંત્રીશ્રીએ જિલ્‍લા શિક્ષણધિકારીને તમામ શાળાઓમાં તપાસ કરાવી ગામના શ્રેષ્ઠીઓને પણ શાળામાં સમયાંતરે મુલાકાત લેવા જણાવ્‍યું હતું.

    સુત્રાપાડા તાલુકાના પીવાના પાણીના તમામ પ્રશ્નોનો નિકાલ કરી પાણીના માળખાકીય અન્ય કામો થાય તેની રાહ જોયા વગર આવતીકાલથી જ ટેન્‍કરો શરૂ કરવા રેવન્‍યુ વિભાગને સુચના આપી હતી. રેવન્‍યુ પત્રક, દાખલા અને વારસાઇ અંગેની એન્‍ટ્રીઓ અંગેના પ્રશ્નોનું નિરાકરણ સ્‍થળ પર જ કરી અરજદારોને કાર્યક્રમમાં જ સર્ટી આપવામાં આવ્‍યા હતા. આ અરજદારોએ મુખ્યમંત્રીશ્રીનો આભાર માની આ કાર્યક્રમને આવકાર્યો હતો.

    સુત્રાપાડા તાલુકાના લોક દરબારમાં લોકોના પશ્નો સાંભળ્યા બાદ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના અધિકારીઓએ ગામો નક્કી કરી ગામની મુલાકાત લેવા અને લોકોને હજુ કોઇ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવા સુચના આપી હતી. આ મીટીંગમાં પ્રભારી સચિવશ્રી દાસ, કલેક્ટરશ્રી ડો.અજય કુમાર અને વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






  • 08 April 2016

  • તાલાળા ખાતે લોક સંવાદ સેતુમાં પ્રશ્નોનું સ્થ્ળ પર નિવારણ,વન વિભાગના ૧૭ ગામોનું ગામતળ નિમ કરાશે, ૪ કરોડ રાજ્ય સરકાર ભરશે :મુખ્યામંત્રીશ્રી



    મુખ્યમંત્રીશ્રી :
    * પંચાયતો વધું જવાબદેહ બને, ગ્રામજનો સામાજિક અન્‍વેષણ કરે
    * તાલાળાના તમામ ગ્રામ વિસ્‍તારના રસ્‍તાઓ મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજનામાં આવરી લેવાશે

    ગીર સોમનાથ ખાતે ફોરેસ્‍ટ સેટલમેન્‍ટ હેઠળ રહેલા તાલાળા તાલુકાના ૧૭ ગામોમાં રહેણાંક હેતુ માટે ગામતળ નિમ કરવાનું મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જાહેર કર્યું છે. આ માટે વન વિભાગને ચુકવવાના થતાં રૂ. ૪ કરોડ પણ રાજ્ય સરકાર ભરશે. તેમ મુખ્‍યમંત્રીશ્રીએ તાલાળા ખાતે યોજાયેલા લોક સંવાદ સેતુમાં જાણાવ્‍યું હતું.

    તાલાળા ખાતે લોક સંવાદ સેતુમાં પ્રસ્‍તુત થયેલા ૨૦૯ પૈકી બહુધા પ્રશ્નોનું સ્‍થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રશ્નોના ઉકેલ માટે સ્‍પષ્‍ટ અને સટિક માર્ગદર્શન આપ્‍યું હતું.

    પ્રસ્‍તુત થયેલા પ્રશ્નોમાં વન વિભાગને લગતા તમામ પ્રત્‍યે મુખ્‍યમંત્રીશ્રી દ્વારા સંવેદનાસભર પ્રતિભાવ દાખવામાં આવ્‍યો હતો.

    વન વિસ્‍તારમાં આવેલા રસ્‍તાઓના સુધારણા કરવા માટે વન વિભાગને સ્‍થળ પરથી જ સુચના આપી હતી અને ખેડુતોને પોતાના ખેતરે જતા રોકવા નહીં અને તેને કોઇપણ પ્રકારની કનડગત ન કરવા તકેદારી રાખવા વન વિભાગનાં અધિકારીઓને જણાવ્‍યું હતું.

    ખાસ કરીને ગ્રામ્‍ય-વન વિસ્‍તારનાં આવેલા માર્ગોનો મુખ્‍યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી હતી.

    ખેતરોને વન્‍યપ્રાણીથી રક્ષીત કરવા માટે કાંટાળી વાડ બનાવવા માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરી હોવાનું કહી તેનો લાભ લેવા ખેડુતોને જણાવ્‍યું હતું.

    તેમણે ગ્રામ પંચાયતોને વધુ જવાબદેહ બનવા પર ભાર મુક્યો હતો. તેમણે પંચાયતોને ફાળવણી કરાયેલા નાણાનો વિકાસ કામો માટે પુરેપુરો ઉપયોગ થાય તે માટે પ્રયત્‍નશીલ બનવા કહ્યું હતું. આ માટે ગ્રામજનો પોતાની પંચાયતો પાસે હિસાબ માંગી સામાજિક અન્‍વેષણ કરવા જણાવ્‍યું હતું.

    વીજળી અને પાણીના દુરુપયોગ સામે જાગૃતિ અભિયાન ચલાવવા પણ જણાવ્‍યું હતું. ખાસ કરીને ઇકો સેન્‍સેટીવ ઝોનની ભ્રામક માન્‍યતા દુર કરવા માટે ગ્રામજનોને જાગૃત કરવા પણ કહ્યું હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએ શિક્ષણ, આરોગ્‍ય, મહેસુલ વિભાગને લગતા પ્રશ્નોનું સ્‍થળ પરથી જ નિરાકરણ આપ્‍યું હતું અને તેનો નિકાલ ચોક્કસ સમય મર્યાદામાં કરવા ઉપસ્‍થિત અધિકારીઓને સુચના આપી હતી.

    અરજદારોના પ્રશ્નોનો સકારાત્‍મક નિકાલ આવતા વહીવટી તંત્રની ગતિશીલતા નજરે પડી હતી.

    તાલાળા ખાતે લોક સંવાદમાં સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રી ચુનીભાઇ ગોહેલ, પ્રભારી સચિવશ્રી એમ.કે.દાસ, સંસદીય સચિવશ્રી જેઠાભાઇ સોલંકી, પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્‍લા કલેક્ટર ડો. અજય કુમાર, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અશોક કાલરીયા, જિલ્‍લા પોલીસ વડાશ્રી અશોક મુનીયા, ડી.આઇ.જી.શ્રી અનારવાલા, પૂર્વ ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પરમાર, અગ્રણીશ્રી નરસિંહભાઇ મકવાણા, અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, અરજદારો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી હારૂનભાઇ વિહળ અને ભુપેન્‍દ્રભાઇ જોશીએ કર્યું હતું.






  • 07 April 2016

  • નાગરિકોને સ્વાસ્થ્ય-નિદાન ડાયોગ્નોસ્ટિક અદ્યતન સુવિધા વિનામૂલ્યે પૂરી પાડતી ‘મુખ્યમંત્રી નિદાન યોજના‘-શ્રીમતી આનંદીબહેનની સંવેદના સ્પર્શી ભેટ



    મુખ્યમંત્રીશ્રી :
    * મોટાભાગના ટેસ્ટ-લેબોરેટરી તપાસ રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સામૂહિક આરોગ્ય કેન્દ્ર-સરકારી હોસ્પિટલોમાં સરળતાએ ઉપલબ્ધ થશે.
    * સામાન્ય માનવીને ઘર આંગણે જ શ્રેષ્ઠ નિદાન-પરિક્ષણ સુવિધા પૂરી પાડવાની નેમ.
    * આ સરકાર લોકોના આરોગ્ય-સ્વાસ્થ્યની દરકાર લેતી સરકાર છે તેની જનજનને પ્રતિતી થઇ રહી છે.
    * ગામડાઓમાં રસ્‍તાઓના નિર્માણ માટે રૂ.૨૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે આરોગ્ય-સ્વાસ્થ્ય પરિક્ષણ માટેની અદ્યતન નિદાન સુવિધા-લેબોરેટરી ટેસ્ટ ઘરઆંગણે સરળતાએ વિનામૂલ્યે પૂરી પાડતી ‘‘મુખ્યમંત્રી નિદાન યોજનાનો‘‘ આજે વિશ્વ આરોગ્ય દિને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.

    રાજ્યના ૯૧પ૬ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૩૪ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૩૧ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૩૩ સબ ડ્રીસ્ટ્રીકટ અને રર ડ્રિસ્ટ્રીકટ હોસ્પિટલ તથા ૧૬ મેડીકલ કોલેજોમાં ગુણવત્તાસભર મેડીકલ ટેસ્ટ અને પરિક્ષણ સેવાઓ ડાયાન્ગોસ્ટિક સુવિધાઓ આ નવિન યોજના તહેત વિનામૂલ્યે પૂરી પાડવાની તેમણે જાહેરાત કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ જાહેર કર્યુ કે, આ નવિન યોજના અંતર્ગત મોટાભાગના ટેસ્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાની હોસ્પિટલોમાં થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

    હાલ દર્દીને ખાનગી હોસ્પિટલોમાં મોટો ખર્ચ કરીને બ્લડ ટેસ્ટ, યુરીન ટેસ્ટ તથા અન્ય ટેસ્ટ કરાવવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે, તે ટેસ્ટ ખાનગી હોસ્પિટલોમાં નહી કરાવવા પડે અને દર્દીઓને વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા નજીકના જ સરકારી દવાખાનામાં પ્રાપ્ત થશે.

    તેમણે જણાવ્યું કે, રાજ્યના બધા જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલોમાં કયા પ્રકારના ટેસ્ટ-તપાસણી આ નિદાન યોજના તહેત થશે તેની સંપૂર્ણ માહિતી આપતી યાદી પણ નાગરિકોના માર્ગદર્શન માટે મૂકવામાં આવશે.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ટાઇફોઇડ, ડાયાબિટીસ, કમળો, કિડની તપાસ તથા બ્લડ ગૃપ ચકાસણી જેવી ખર્ચાળ તપાસ હવે સરકારી રૂગ્ણાલયોમાં નિઃશૂલ્ક મળતી થવાથી નાણાંની પણ બચત થશે અને મોંઘી નિદાન સારવારના ખર્ચમાંથી રાહત મળશે.

    શ્રીમતી આનંદીબહેને આવી આર્થિક બચતને ભવિષ્યના સુઆયોજિત ઉપયોગ માટે બેન્કમાં સુરક્ષિત રાખવાની પ્રેરણા ગ્રામીણ સમાજશકિતને આપી હતી.

    રાજ્યના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા અમલીકરણ થનાર આ યોજનાઅંતર્ગત ર્ડાકટરોને તાલીમ તેમજ જરૂરી સાધનો ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએઉમેર્યુ હતું.

    શ્રીમતી આનંદીબહેન પટેલેઆ અવસરે મહેમદાવાદમાં રૂ. ૩.૭૫ કરોડના ખર્ચે નિર્માણથયેલ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ મહેમદાવાદમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્‍ટ મિશનદ્વારા મહેમદાવાદ શહેર માટે રૂ.૧૨.૨૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાણી પુરવઠાયોજનાનુંલોકાપર્ણ કર્યુ હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએ માતર તાલુકાના પરિએજ સિંચાઇ તળાવ આધારિત રૂ. ૨૩.૨૩કરોડના ખર્ચે આગામી ટૂંક સમયમાં સાકાર થનાર પરિએજ સુધારણા જૂથ પાણી યોજનાનીજાહેરાત કરી હતી.તેમણે નિદાન યોજના પુસ્‍તિકા તેમજ ખેડા જિલ્‍લા આરોગ્‍યદર્પણ પુસ્‍તિકાનું વિમોચન કરવાની સાથે ખેડા જિલ્‍લામાં આરોગ્‍ય ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટકામગીરી કરનાર સીએચસીના ર્ડાકટરો તેમજ સામાજિક ક્ષેત્રે પ્રદાન કરનાર નાગરિકોનુંબહુમાન કર્યુ હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએજણાવ્‍યું કે રાજ્યવ્‍યાપી આરોગ્‍ય અભિયાન હેઠળ રાજ્યમાં ૭૭ લાખ મહિલાઓના બેસ્‍ટઅને સર્વાઇકલ કેન્‍સર માટે પરિક્ષણ કરવામાં આવ્‍યું છે. જે પૈકી ૧૦૪૬ મહિલાઓનેકેન્‍સરનું નિદાન થતાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવી રહી છે.

    કલેફટલિપઅને પેલેટ ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત ૫૦૦૦ બાળકોની ચકાસણી કરવામાં આવી છે જે પૈકીતૂટેલા હોઠના ૨૫૦૦ બાળકોને વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવ્‍યા હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએઉમેર્યુ હતું.

    કૂપોષિતમુક્ત અભિયાન હેઠળ રાજ્યમાં ૪૩ લાખ જેટલા બાળકોની પ્રાથમિક તપાસ કરવામાં આવીહોવાનું જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુંકે કૂપોષિત બાળકોને રાજ્ય સરકારદ્વારા સમાજના સહયોગથી પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે. વિકલાંગોને અપાતાપ્રમાણપત્રોને એક વખત ઇસ્‍યુ કર્યા બાદ કાયમ રાખવાનો મહત્‍વનો નિર્ણય સરકારે કર્યોછે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

    આસરકાર લોકોની સરકાર છે તેની જનજનને પ્રતિતી થઇ રહી છે એવી લાગણી વ્‍યક્ત કરતાંમુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે નાગરિકોને અસરકારક સેવાઓ મળી રહે તે માટેનાગરિક અધિકાર પત્ર હેઠળ ૨૮ પ્રકારની સરકારી સેવાઓને એક છત્ર હેઠળ આવરી લઇ જનસેવાકેન્‍દ્રો ઈ-ધરા કેન્‍દ્રો ખાતેથી નાગરિકોને ઝડપી અને અસરકારક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

    મુખ્‍યમંત્રીશ્રીએજણાવ્‍યું કે ચાલુ વર્ષે કિસાનોના હિતમાં મહત્‍વાકાંક્ષી નિર્ણય લઇ માત્ર એક ટકાનાદરે ખેડૂતોને રૂ. ૩ લાખનું ધિરાણ બેન્‍કો મારફત આપવામાં આવશે. પ્રધાનમંત્રી વીમાયોજનાનો વ્‍યાપક પ્રમાણમાં લાભ લેવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

    શ્રીમતી આનંદીબહેને ગ્રામ સડક યોજના હેઠળ ચાલુ વર્ષે ગામડાઓમાં રસ્‍તાઓના નિર્માણ માટે રૂ.૨૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ કેન્‍દ્ર સરકારદ્વારા ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલા ભંડોળનો ગ્રામ વિકાસલક્ષી કામો માટે કરવાઅનુરોધ કર્યો હતો.

    પ્રારંભમાંઆરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના અગ્રસચિવશ્રી જે.પી.ગુપ્‍તાએ સ્‍વાગત પ્રવચનકર્યુ હતું. આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિતરહ્યા હતા.






  • 07 April 2016

  • પંચમહાલ જિલ્લા ખાતે રૂ. ૧૩૭ કરોડની હારેડા પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું ખાતમુહૂર્ત, ૫૧ ગામોના બે લાખ જેટલા લોકોને મળશે શુધ્ધ પાણી



    ‘પંચમહાલ પ્રવાસન મોબાઇલ એપ’, અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરેલ ‘પંચમહાલ સિટીઝન હેલ્થડેસ્ક એપ’ લોન્ચીંગ અને વાસ્મો ફોકી ટેબલ બુક ‘બિયોન્ડ જસ્ટ વોટર સિક્યુરીર્‍ટી‘ નું વિમોચન
    મુખ્યમંત્રીશ્રી :
    * ૫૧ ગામોના અંદાજીત બે લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી મળશે.
    * રોજનું ૩.૨ કરોડ લિટર શુધ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.
    * રાજય સરકાર દ્વારા ૧ લાખ ૨૫ હજાર કિ.મી લાંબી પાણીનું પાઇપલાઇન નેટવર્ક સ્થાપિત
    *વાસ્મો યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોને ૧૦ % પાણી માટે ભરવી પડતી રકમ હવે માફ કરવામાં આવશે.

    પંચમહાલ ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૧૩૭ કરોડની હારેડા જૂથ પાણી પૂરવઠા યોજનાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ યોજનાના માધ્યમથી મોરવા (હડફ) તાલુકાના ૫૧ ગામોને લગભગ બે લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી મળશે. છેક ૨૦૪૪ ની વસતીને ધ્યાને રાખીને રોજનું ૩.૨ કરોડ લિટર શુધ્ધ પાણી પૂરું પાડવાનું આયોજન થયું છે.

    આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શુધ્ધ પાણી મળવાને લીધે આ ખડકાળ વિસ્તારમાં રોગોનું પ્રમાણ તો ઘટશે જ, સાથે-સાથે બહેનોને દૂર સુધી પાણી લેવા જવાના કષ્ટમાંથી પણ મુક્તિ મળશે. આ કાર્યને આવનાર સવા વર્ષની અંદર પૂરું કરી દેવાનો અમારો સંકલ્પ છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે પાણી એ જીવનનું ખુબજ અગત્યનું તત્વ છે. જીવનમાં અન્ય ભૌતિક વસ્તુઓની કરકસર કરી શકાય પરંતુ પાણીની જરૂરીયાત પર કાપ મૂક્વો એ વિકટ બાબત છે. રાજય સરકાર પાણી અંગેની સમસ્યાઓ નિવારી સામાન્ય નાગરિકની સુખાકારી માટે પ્રતિબધ્ધ છે.

    વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ગામના સરપંચો, પાણી સમિતીના સભ્યોની કામગીરીની પ્રસંશા કરતા કહ્યુ કે સરકાર દ્વારા ચેકડેમો, તળાવો અને કૂવા ના પાણીના સ્તર સુધારવા માટે થતા પ્રયાસોમાં આ તમામ લોકોએ સકારત્મક ભુમિકા અદા કરી છે.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે આ વર્ષના બજેટમાં સરકારે વિશેષરૂપે પાણી માટે રૂ. ૩૪૦૦ કરોડની ફાળવણી કરી છે, જેમાંથી રૂ.૧૭૦૦ કરોડ આદિવાસી વિસ્તારો માટે ફાળવવામાં આવ્યા છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ‘પંચમહાલ પ્રવાસન મોબાઇલ એપ’, અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરેલ ‘પંચમહાલ સિટીઝન હેલ્થડેસ્ક એપ’ લોન્ચીંગ અને વાસ્મો ફોકી ટેબલ બુક ‘બિયોન્ડ જસ્ટ વોટર સિક્યુરીર્‍ટી‘ નું વિમોચન કર્યું હતુ.

    મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આરોગ્ય રક્ષાના બ્રેસ્ટ-સર્વાઇકલ કેન્સર અભિયાન, ડાયાબિટીસ નિદાન સારવાર, મા-વાત્સલ્ય કાર્ડ તથા ખેડૂતવર્ગોને રૂ. ૧ ના દરે વ્યાજ સહાય, પશુપાલકોને ઉદારતમ સહાય અંગે માહિતી પ્રદાન કરી આ યોજનાઓના મહ્ત્તમ લાભ લેવા જણાવ્યુ હતું.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પાણી સમિતિની ખૂબ સુંદર કામગીરી કરતી બહેનોને પ્રોત્સાહન ચેક પણ અર્પણ કર્યા હતા અને ખૂબ સ્નેહપૂર્વક કરેલા સ્વાગત-સન્માન બદલ આભાર વ્યકત કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હાલના તબક્કે રાજ્ય વ્યાપી લોકસંવાદ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં ગામના સરપંચો સ્થાનિક સમસ્યાઓ રજૂ કરીને લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવે તેવી અપીલ તેમણે કરી હતી.

    રાજય સરકાર પંચમહાલ જિલ્લાના વિકાસલક્ષી કાર્યો માટે કટિબધ્ધ છે. આગામી સમયમાં પંચમહાલનાં લોકોના જીવનમાં વિકાસલક્ષી મહ્ત્વપૂર્ણ બદલાવ જોવા મળશે એનો આરંભ થઇ ચૂક્યો છે. આ માટે સ્થાનિક જનસહયોગ દ્વારા મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલને વેગવંતુ બનાવવાની અભિલાષા પ્રગટ કરી હતી.






  • 06 April 2016

  • મુખ્યમંત્રીશ્રીના હસ્તે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાના તાલીમાર્થીઓને નિમણૂંક પત્ર વિતરણ સંપન્ન, ૪૭૦૦ યુવાઓને પત્રો અર્પણ થયા


    મુખ્યમંત્રીશ્રી :
    * દિવ્યાંગ-વિકલાંગ વ્યકિતઓના વિકલાંગતા પ્રમાણપત્રોની સમયમર્યાદા દૂર કરી-આજીવન માન્યતાનો રાજ્ય સરકારનો સંવેદનાસ્પર્શી નિર્ણય.
    * એસ.ટી. બસમાં મૂસાફરી માટેનો પાસ પણ જીવનભર માન્ય રહેશે.
    * સમયાનુકુલ કૌશલ્ય-જ્ઞાન-સ્કીલ મેળવી ગ્રામીણ અર્થતંત્રનું સમગ્ર વાતાવરણ બદલવાની ક્ષમતા યુવાનોમાં છે.
    *ગુજરાતના યુવાનો રોજગાર વાંચ્છુ નહિ રોજગાર દાતા બને તેવી કૌશલ્ય દક્ષતાની નેમ.

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યના યુવાધનને સંકલ્પ સિધ્ધ કરી કૌશલ્ય-હુન્નર-સ્વરોજગારની આત્મનિર્ભરતાથી ગરીબીમાંથી બહાર આવવા પ્રેરક આહવાન કર્યુ છે.

    મુખ્યમંત્રીશ્રીએ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત તાલીમ પ્રાપ્ત ૪૭૦૦ યુવાઓને વ્યવસાય-રોજગાર નિમણૂંક પત્રોનું વિતરણ અમદાવાદમાં કર્યુ હતું.

    તેમણે ગુજરાતમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ સહિત સમગ્રતયા ગતિશીલતાનું જે વૈશ્વિક વાતાવરણ સર્જાયુ છે તેમાં આ તાલીમદક્ષ યુવાધન આત્મ નિર્ભરતા કેળવીને નોકરી વાંચ્છુ નહિ, નોકરીદાતા બને તેવી નેમ દર્શાવી હતી.

    શ્રીમતી આનંદીબહેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ઉત્સાહથી છલકતા યુવા-યુવતિઓને પ્રેરણા આપતાં કહ્યું કે, આજના ટેકનોસેવી યુગમાં સમયાનુકુલ કૌશલ્ય-જ્ઞાન સ્કીલ પ્રાપ્ત કરીને યુવાનો ગ્રામીણ અર્થતંત્રનું સમગ્ર વાતાવરણ બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.

    મુખ્યમંત્રીશ્રીએ આવા કૌશલ્યવાન ગ્રામીણ યુવાનો અન્યો માટે પથદર્શક બની શકે તેના અનેકાનેક દ્રષ્ટાંતો આપ્યા હતા.

    શ્રીમતી આનંદીબહેને આ તાલીમાર્થીઓમાં આદિજાતિ યુવકો, વિધવા બહેનો, દિવ્યાંગ વ્યકિતઓનો પણ સમાવેશ કરીને તેમને આર્થિક આધાર આપવાની PPP યોજનાની ભૂમિકા આપી હતી.

    તેમણે આ તકે જાહેર કર્યુ હતું કે, વિકલાંગો-દિવ્યાંગ વ્યકિતઓને વિકલાંગતા પ્રમાણપત્રની સમયમર્યાદા પાંચ વર્ષથી વધારીને આજીવન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

    આવા વ્યકિતઓને એસ.ટી.બસમાં વિનામૂલ્યે મૂસાફરી માટેનો જે પાસ અપાય છે તે પણ લાઇફ ટાઇમ ચાલુ રાખવાની મુખ્યમંત્રીશ્રીની સંવેદના સ્પર્શી જાહેરાતને સૌએ વધાવી લીધી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ નારીશકિત પણ આ કૌશલ્ય યોજનામાં જોડાઇને પરિવારનો આર્થિક આધાર બની છે તેની વિસ્તૃત છણાવટ કરતાં રાજ્યમાં ર લાખથી વધુ સખીમંડળોની ૪પ લાખ ઉપરાંત બહેનો રૂા. ૧૭૦૦ કરોડનો કારોબાર સૂપેરે સંભાળે છે તેની સફળતા વર્ણવી હતી.

    શ્રીમતી આનંદીબહેને ગ્રામીણ કૌશલ્ય યોજનામાં દક્ષતા મેળવ્યા બાદ યુવાનો સ્વરોજગાર માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત મુદ્રાબેન્કની રૂ. ૧૦ હજાર થી ૧૦ લાખ સુધીની લોન મેળવી પોતાના સપનાં સાકાર કરે તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આરોગ્ય રક્ષાના બ્રેસ્ટ-સર્વાઇકલ કેન્સર અભિયાન, ડાયાબિટીસ નિદાન સારવાર, મા-વાત્સલ્ય કાર્ડ તથા ખેડૂતવર્ગોને રૂ. ૧ ના દરે વ્યાજ સહાય, પશુપાલકોને ઉદારતમ સહાય અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે ઉચ્ચ અભ્યાસની સહુલિયતની સફળતા યુવાનોને સમજાવી તેનો લાભ જરૂરતમંદો સુધી પહોચાડવાના સંવાહક બનવા પ્રેરણા આપી હતી.

    ગુજરાત સરકાર દ્વારા ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથનાગરીબ યુવાનો-યુવતીઓને તાલીમ આપી તેમને રોજગારી આપી શકાય તે માટે આ યોજના અમલીબનાવાઇ છે. જી.એલ.પી.સી. દ્વારા ગરીબીની વ્‍યાખ્‍યામાં આવતા મહિલાઓનું જૂથ બનાવીને તાલીમ આપીને લઘુતમ રૂા.૬ હજારનું મહેનતાણું મળે તે માટેના પ્રયાસો કરાયા છે.

    આ પ્રસંગે સાંસદ ર્ડા. કીરીટભાઇ સોલંકી, અમદાવાદમ્‍યુ.કોર્પોરેશનના સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન, શ્રીપ્રવીણ પટેલ, એ.પી.એમ.સી.ના શ્રી કેતનભાઇ, જિલ્લા કલેકટર શ્રી રાજકુમાર બેનીવાલ, જિલ્લાવિકાસ અધિકારી કુ.ભાર્ગવીબેન દવે, એમ.ડી. શ્રી ડી. એ. સત્‍યા, મહિલાઓ, તાલીમાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા






  • 06 April 2016

  • મા-અન્નપૂર્ણા યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી: રાજ્યના ૩.૮૨ કરોડ લોકોને રૂ. બે પ્રતિ કિલો ઘઉં અને રૂ. ત્રણ પ્રતિ કિલો ચોખા મળશે


    * મા-અન્નપૂર્ણા યોજનાનો લાભ અગ્રતા ધરાવતા લાભાર્થી પરિવારોને મળવાપાત્ર
    * પરિવારના સભ્ય દીઠ ૫ કિલો અનાજનું ધોરણ સુનિશ્ચિત કર્યુ છેઃ- ૬૦ ટકા જેટલો ખર્ચ ઘટશે.
    * આ સરકાર ગરીબલક્ષી સરકાર છે-અન્ન સલામતિ જ નહિં આરોગ્યરક્ષા કવચ-‘મા‘ વાત્સલ્યમ કાર્ઙ- બ્રેસ્ટ સર્વાઇકલ કેન્સર નિદાન પરિક્ષણ- ડાયાબિટીસ સ્ક્રીનીંગ અભિયાનોથી કરોડો નાગરિકોને આપ્યું છે.
    * ગતિશીલ –માનવીય સંવેદનાસ્પર્શી સરકારનો અનુભવ જન-જનને થઇ રહ્યો છે.
    * રૂ. ૨ પ્રતિ કિલો ઘઉં-રૂ. ૩ પ્રતિ કિલો ચોખા રાજ્યની ૭પ ટકા વસ્તીને યોજનાકીય લાભ ૩ કરોડ ૮ર લાખ નાગરિકોને અપાશે.

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે ‘મા‘ અન્નપૂર્ણા યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં જાહેર કર્યુ હતું કે, આ યોજના તહેત રાહત દરે ઘઉં અને ચોખા અંત્યોદય પરિવારો ઉપરાંત અગ્રતા ધરાવતા તમામ પરિવારોને પણ હવેથી અપાશે. આના પરિણામે રાજ્યની ૭પ ટકા જનસંખ્યાને લાભ મળશે.

    તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, અગાઉની કોંગ્રેસની સરકારોના શાસનમાં રાજ્યમાં ૧ કરોડ ૮૮ લાખ લોકોને જ રાહત દરે રૂ. બે પ્રતિ કિલો ઘઉં અને રૂ. ૩ પ્રતિ કિલો ચોખા મળતા હતા. ભારતીય જનતા પાર્ટીની ગરીબલક્ષી સરકારે યોજનાનો વ્યાપ વિસ્તારતાં હવે ૩ કરોડ ૮ર લાખ નાગરિકોને રાહત દરે અનાજ ‘મા‘ અન્નપૂર્ણા યોજના તળે મળતું થવાનું છે અને અન્ન સુરક્ષાનો લાભ તેમને પ્રદાન થયો છે.

    શ્રીમતી આનંદીબહેને ઉમેર્યુ કે અંત્યોદય અને દરિદ્રનારાયણની સેવાનું દાયિત્વ અદા કરતાં આ સરકારે અગાઉ બી.પી.એલ. કુટુંબોને મળવાપાત્ર અનાજના જથ્થામાં પરિવારની સંખ્યા ગણતરીમાં લેવાતી ન હતી તે નિયમોમાં બદલાવ લાવીને સભ્ય દીઠ પાંચ કિલો અનાજનું ધોરણ નક્કી કર્યુ છે.

    આના પરિણામે રાહત દરે અન્ન સમગ્ર પરિવારને મળતું થતાં અનાજનો ખર્ચ ૬૦ ટકા જેટલો ઘટી જશે. અને વાર્ષિક રૂ. ૧ર૦૦નો ફાયદો થશે. તેમણે આ બચતનો ભવિષ્ય માટે સુઆયોજિત ઉપયોગ કરવા ગ્રામીણ મહિલાશકિતને પ્રેરણા પણ આપી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમની પાત્રતા મુજબ ‘મા‘ અન્નપૂર્ણા યોજનાનો લાભ મેળવવામાં કોઇ મૂશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે તેની ભૂમિકા આપી હતી.

    તેમણે કહ્યું કે, હવે બી.પી.એલ. કાર્ડનો આગ્રહ રાખ્યા વિના અગ્રતાના ધોરણો પરિપૂર્ણ કરતા પરિવારોને રાહત દરે અનાજ અપાશે.

    આવા અગ્રતા ધરાવતા પરિવારો પોતાના રેશનકાર્ડ ઉપર તે માટેનો સિક્કો લગાવરાવે તે માટે વ્યાપક પ્રચાર અને જેમના નામ દાખલ કરવાના બાકી હોયતે દાખલ કરવા માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ સમિતી અને શહેરી વિસ્તારોમાં ચીફ ઓફિસર, ઝોનલ ઓફિસરની સમિતીની રચના કરી દેવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    કોઇ પણ કુટુંબને એમ લાગતું હોય કે અમે અગ્રતાક્રમમાં આવીએ છીએ પરંતુ અમારા કાર્ડ ઉપર હજી તે પ્રકારનો સિક્કો લાગ્યો નથી તો તે સૌ પ્રથમ અગ્રતાક્રમની યાદી ચકાસી લે અને ત્યારબાદ જરૂર પડે તો ઉપરોકત સમિતીમાં અરજી કરી શકશે. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ યોજનાની વિસ્તૃત છણાવટ કરતાં ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘મા‘ અન્નપૂર્ણા યોજના માટે અગ્રતાક્રમમાં આવતા લાભાર્થીઓની યાદી હવે વ્યાજબી ભાવની દુકાનો, ગ્રામ અને તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ખાતે તથા રાજ્ય સરકારની વેબ સાઇટ પર જોઇ શકાશે.

    શ્રીમતી આનંદીબહેન પટેલે આ સરકાર ગરીબલક્ષી સરકાર છે અને માત્ર અન્ન સલામતિ જ નહિ, આરોગ્ય સુખાકારી માટે પણ ગરીબ પરિવારોની પડખે સદાય ઊભી રહે છે તેની વિશદ છણાવટ કરી હતી.

    તેમણે આ અંગે જણાવ્યું કે, ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય રક્ષા કવચ આપવા ‘મા‘ વાત્સલ્ય કાર્ડ તહેત ૭.૬ર લાખ લોકોને લાભ અપાયો છે અને ૯૦ હજાર દરદીઓને રૂા. ૧૪૩ કરોડની સારવાર-સહાય આપી છે.

    માતાઓ-બહેનોના આરોગ્યની ચિંતા કરતાં રાજ્યવ્યાપી બ્રેસ્ટ-સર્વાઇકલ કેન્સર પરિક્ષણ નિદાનમાં ૭પ લાખ બહેનો તથા ડાયાબિટીસ સ્કીનીંગમાં ૪પ લાખ નાગરિકોને આવરી લેવાયા છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ગરીબ-અંત્યોદય, ખેડૂત-ધરતીપૂત્ર, સૌને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભ વિના વિલંબે સુનિશ્ચિત પણે મળે તેવી આપણી નેમ છે તેમ ખેડૂતોને માત્ર ૧ ટકાના વ્યાજ દરે લોન-સહાય આપવાના પહેલ રૂપ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું.

    શ્રીમતી આનંદીબહેને આ અવસરે ૩પ જેટલા લાભાર્થીઓને ‘મા‘ અન્નપૂર્ણા યોજનાના અનાજનું પ્રતિકરૂપે વિતરણ કર્યુ હતું. અને આંગણવાડીના સુચારૂ વ્યવસ્થાપન અંગર્ગત આંગણવાડી કાર્યકરો માટે ‘નંદઘર’ મોબાઇલ એપ્લીકેશનનો શુભારંભ કર્યો હતો.

    આ પ્રસંગે સાંસદ શ્રી કિરીટભાઇ સોલંકી, ધારાસભ્‍ય શ્રી બાબુભાઇ પટેલ, ગૌ સેવા આયોગના અધ્‍યક્ષ શ્રી ચૈતન્‍ય શંભુ મહારાજ, પ્રભારી સચિવ શ્રી કે.શ્રીનિવાસન, કલેકટરશ્રી રાજકુમાર બેનીવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવીબેન દવે, જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી કે.સી.પટેલ, શહેર મંત્રી શ્રી આર.સી.પટેલ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.






  • 04 April 2016

  • જગતગુરૂ શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજીના આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રીશ્રી


    મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે આજે સાંજે અમદાવાદના બોપલ ખાતે ત્રણ દિવસ માટે સ્થિરતા માટે પધારેલા ગોવર્ધનમઠ પુરી પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજીની નિશ્રામાં યોજાયેલ ધર્મ સંગોષ્ઠિમાં ઉપસ્થિત રહીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ પણ ઉપસ્થિત રહીને આશીર્વાદ મેળવ્યા હતા.






  • 03 April 2016

  • જુનાગઢ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટીના વિસ્‍તારોમાં શહેરી વીજ દરના બદલે ગ્રામીણ વીજ દર લેવામાં આવશે: મુખ્યમંત્રીશ્રીએ વીજનિયમન પંચ સાથે કરેલા પરામર્શની ફલશ્રુતિ


    જુનાગઢ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી – જુડા માં સમાવિષ્‍ટ વિસ્‍તારોમાં હવેથી શહેરી વિસ્‍તારના વીજ વપરાશના સ્‍થાને ગ્રામીણ વીજ વપરાશ દર લેવામાં આવશે.

    મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ સમક્ષ જુડામાં સમાવાયેલા વિસ્‍તારના ગામોના નાગરિકો-ગ્રામજનોએ આ વીજદર શહેરી વિસ્‍તારોના વીજદર મુજબ લેવાતા હોવાની કરેલી અવારનવારની રજૂઆતને પગલે મુખ્‍યમંત્રીશ્રીએ ખાસ રસ લઇ આ બાબત ગુજરાત વીજનિયમન પંચ સાથે હાથ ધરી હતી.

    ગુજરાત વીજ નિયમન પંચે તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રાજ્ય સરકારને પત્ર પાઠવીને જુડામાં સમાવાયેલા વિસ્‍તારોમાં શહેરી વીજદરને બદલે ગ્રામીણ વીજદર ના બદલાવની જાણ કરી છે.

    ગુજરાત વીજ નિયમન પંચના આ નિર્ણયને પગલે હવેથી જુડા વિસ્‍તારમાં સમાવિષ્‍ટ ગામોને ગ્રામીણ વીજદર વસુલવામાં આવતા પ્રતિ યુનીટ ૪૦ પૈસાનો ફાયદો થશે.






  • 03 April 2016

  • પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીના નિવાસ સ્‍થાને જઇ તેમનું સન્‍માન કરતા મુખ્‍યમંત્રીશ્રી


    ભીખુદાનભાઇ ગઢવીએ લોક સંસ્કૃતિ અને લોક સાહિત્‍યને ઉજાગર કર્યું છે : મુખ્‍યમંત્રીશ્રી

    ‘‘ મારા માટે આજે ધન્‍ય ઘડી, ધન્‍ય ભાગ્‍યઃ શ્રી ભીખુદાનભાઇ ગઢવી ’’

    મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે જુનાગઢ ખાતે પદ્મશ્રી શ્રી ભીખુદાનભાઇ ગઢવીના નિવાસ સ્‍થાને જઇ તેમનું સન્‍માન કર્યું હતું.

    તાજેતરમાં ગુજરાતના જાણીતા લોક સાહિત્‍યકાર અને ગાયકશ્રી ભીખુદાનભાઇ ગઢવીનું રાષ્‍ટ્રપતિના હસ્‍તે રાષ્‍ટ્રીય સન્‍માન કરાયું હતું. ગુજરાતનું ગૌરવ એવા શ્રી ભીખુદાનભાઇ ગઢવીના જુનાગઢના રાધાકૃષ્‍ણનગર સોસાયટી સ્‍થિત તેમના નિવાસ સ્‍થાને મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પધારી શાલ અને ગીતા આપી સન્‍માન કર્યું હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએ શ્રી ભીખુદાનભાઇ ગઢવીના ધર્મપત્‍નિ ગજરાબાનું પણ સન્‍માન કર્યું હતું અને તેમના પુત્રશ્રી ભરતભાઇ ગઢવી તથા પરિવારજનો-બાળકો સાથે પણ શુભેષ્‍છા ગોષ્‍ઠી કરી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીએ આ તકે જણાવ્‍યું હતું કે, શ્રી ભીખુદાનભાઇએ ગુજરાતની લોક સંસ્‍કૃતિ અને લોક સાહિત્‍યને ઉજાગર કરવાનું કામ કર્યું છે. તેઓ હજુ પણ લોક સાહિત્‍ય રસ પીરસે છે અને ૫૦ વર્ષથી લોક સાહિત્‍ય-ચારણી સાહિત્‍યના આ ક્ષેત્રમાં લોકોને રસપાન કરાવી રહ્યા છે. તે અંગે આનંદની લાગણી વ્‍યક્ત કરી હતી.

    ભીખુદાનભાઇએ મુખ્‍યમંત્રીશ્રીનું સ્‍વાગત કરી જણાવ્‍યું હતું કે, મારા માટે આજે ધન્‍ય ઘડી, ધન્‍ય ભાગ્‍ય છે, મુખ્‍યમંત્રી મારા નિવાસ સ્‍થાને આવી મારૂ સન્‍માન કર્યું, તેનો મને આનંદ છે. મુખ્‍યમંત્રીશ્રીએ તેમના પરિવારજનોને પણ શુભેચ્‍છા આપી હતી.

    આ તકે જુનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી જીતુભાઇ હીરપરા અને પદાધિકારીઓએ પણ લોક સાહિત્‍યકારશ્રીનું ફુલહારથી સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સોસાયટીના રહીશો, કલેક્ટરશ્રી આલોકકુમાર, ડી.ડી.ઓ.શ્રી અજયપ્રકાશ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.






  • 03 April 2016

  • કેશોદમાં રૂ. ૨૪૦૦ લાખના ૨૦ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ નાગરિકોના ૬૨ પ્રશ્નોનું સકારાત્‍મક નિરાકરણ કરતાં મુખ્‍યમંત્રીશ્રી


    જુનાગઢના કેશોદ ખાતે મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રૂ.૨૪૦૦ લાખના ૨૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત સંપન્ન કર્યું હતુ. આ પ્રસંગે સૌરાષ્‍ટ્રની દ્રિતીય દિનની મુલાકાતમાં કેશોદ ખાતે યોજાયેલા લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી મુખ્યમંત્રીશ્રી એ જનસામાન્‍ય તરફથી પ્રસ્‍તુત થયેલા ૬૨ પ્રશ્નોનું સ્‍થળ પર જ સકારાત્‍મક સમાધાન કર્યુ હતુ.

    મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ તકે જણાવ્‍યું હતું કે, સંકલિત પ્રયાસો થકી વિકાસ કામોનું અમલીકરણ કરવામાં આવે તો લોક સમસ્‍યા ઉદ્દભવે જ નહીં.

    તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા નીતિ નિયમોનું અધિકારીઓ દ્વારા પાલન કરવામાં આવે છે. આ નીતિ અને નિયમો અનુસરીને કર્મયોગ સાધવો જોઇએ.

    તેમણે ભૂમાફીયાઓ અને વ્‍યાજખોરોને સ્‍પષ્‍ટ શબ્‍દોમાં તાકીદ કરી હતી અને ખેડુતોને પરેશાન કરતા તત્‍વો સામે રાજ્ય સરકાર કડક હાથે કામ લેશે તેવી હૈયાધારણા વ્‍યક્ત કરી હતી. શ્રીમતી પટેલે વ્‍યાજે પૈસા લેવાને બદલે બેંકોમાંથી લોન પ્રાપ્‍ત કરવા અપીલ કરી હતી. મુદ્રા બેંક લોન યોજનામાં રાજ્ય સરકાર પણ વ્‍યાજ સહાય આપે છે તેની માહિતી આપી સેવાભાવી કાર્યકરોને આ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા અને જરૂરીયાતમંદ લોકોને વ્‍યાજ ખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા લાભો અપાવવા સંવેદના સભર અપીલ કરી હતી.

    મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, જ્યારે કોઇ પ્રશ્ન વિશાળ જન હિતને સ્પર્શતો હોય ત્‍યારે સંકલિત પુરુષાર્થ કરી તેનો નિવેડો લાવવો જોઇએ. ખાસ કરીને ગ્રામ્‍ય આગેવાનો આ પ્રશ્નો ઉકેલવામાં રુચિ દાખવે તે જરૂરી છે. મુખ્‍યમંત્રીશ્રીએ સરપંચો અને તલાટી મંત્રીશ્રીઓને વધું સક્રિય બનવા માટે આગ્રહ પૂર્વક જણાવ્‍યું હતું. સરકારની વિવિધ યોજનાઓના લાભ તેના સાચા લાભાર્થીઓને અપાવવામાં મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. આ લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં જમીન સંપાદન, વીજળી, રસ્‍તા, ગટર, જમીન મહેસૂલ અને નગરપાલિકાને લગતા પ્રશ્નોનું અરજદારોએ સુખદ સકારાત્‍મક નિરાકરણ મેળવ્‍યું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રજુઆત કરવામાં આવી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રૂ! ૧,૧૦૯.૨૪ લાખના ૧૧ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ! ૧,૨૮૯ લાખના ૯ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત કર્યું હતું. મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ અભયમ્ વાનનું તેમણે લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી કેશોદ શહેર તથા તાલુકાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

    કેશોદમાં લોક સંવાદ કાર્યક્રમ બાદ મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કેશોદ તાલુકાના પદાધિકારીઓએ રજુ કરેલા પ્રશ્નોના તાત્‍કાલિક ઉકેલ માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્‍યમંત્રીશ્રીએ બાળ આરોગ્‍ય, પુરક પોષણ, પીવાનું પાણી, નદી પરના પૂલ, ગ્રામજનોને ફરી ફરીને જવું ન પડે તે માટેના શોર્ટકટ રસ્‍તાઓ અને વીજળી અંગેના પ્રશ્નોમાં અગ્રતા દાખવી સામુહિક વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સુચના આપી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ કેશોદ નગરપાલિકા વિસ્‍તારમાં જુદી જુદી યોજના, કામો અને વિભાગોનું સંકલન કરીને લોકોને મુશ્કેલી ન પડે તે રીતે વિકાસના કામો હાથ ધરવા માટે અનુરોધ કર્યો હતો.






  • 03 April 2016

  • પ્રજાને છેતરનારા અને ખેડુતોની જમીન લખાવી લેનારા ભૂ માફીયાઓ સામે કડક કાર્યવાહી થશેઃ મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ


    જુનાગઢના લોક સંવાદમાં અરજદારોના પ્રશ્નો સાંભળી સકારાત્‍મક ઉકેલ લાવતા મુખ્‍યમંત્રીશ્રી

    પીવાનું પાણી, ખેતીની જમીન, રોડ-રસ્‍તાઅને ગ્રામ વિકાસના મહત્‍વના પ્રશ્નોનો ઉકેલ આવતા મુખ્‍યમંત્રીશ્રીનો આભાર માનતા ગ્રામજનો

    વિકલાંગોને હવે નિઃશુલ્‍ક મુસાફરી માટેસર્ટી રીન્‍યુ ન કરાવવું પડે તેવી સરકારની નેમ

    પ્રજાના પ્રશ્નોનો સકારાત્‍મક ઉકેલ આવે અને લોકોને તેમના પ્રશ્નો માટે સરકારી કચેરીઓ સુધી પણ જવું ન પડે તે માટે મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે તાલુકા સ્‍થળે જ જાતે જઇ નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે શરૂ કરેલા લોક સંવાદ સેતુ (લોક દરબાર)ના લોકપ્રિય થયેલા કાર્યક્રમમાં આજે જુનાગઢ (ગ્રામ્‍ય) તાલુકાના અરજદારોના પ્રશ્નોનો સ્‍થળ પર જ ઉકેલ લાવવામાં આવ્‍યો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ અરજદારોને સાંભળી સંવેદનાપૂર્વક તેમના પ્રશ્નોનો નિકાલ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. જુનાગઢ ગ્રામ્‍યના ૬૩ માંથી રેલવે વિભાગના એક પ્રશ્નને બાદ કરતા ૬૨ પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા રજુઆત કર્તા લોકોએ મુખ્‍યમંત્રીશ્રી પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્ત કરી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીએ અરજદારોના ભૂ માફીયાઓ અંગેના પ્રશ્નોના ઉકેલ સંદર્ભે જણાવ્‍યું હતું કે, જુનાગઢ જિલ્‍લામાં કે રાજ્યમાં ક્યાંય પણ ખેડુતોને તેમની જમીન પચાવી લેવાનો ત્રાસ હશે તેવા ભૂ માફીયા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે,તેમ જણાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ પ્રજાને રંજાડનારા તત્‍વોથી ગભરાવાની જરૂર નથી અને આવા તત્‍વો વગદાર કે મોટા માથા હશે તો પણ કડકમાં કડક કાર્યવાહી થશે તેમ જણાવી જુનાગઢ જિલ્‍લા કલેક્ટર અને જિલ્‍લા પોલીસ વડા સહિતના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીએ પ્રશ્નકર્તાઓના પ્રશ્નના માર્ગદર્શન સંદર્ભે જિલ્‍લા તંત્રને મહત્‍વની સુચનાઓ આપી હતી. જેમાં, ગેરરીતી કે નબળું કામ કરનાર કોન્‍ટ્રાક્ટરો સામે પગલા ભરવા જણાવ્‍યું હતું. જુનાગઢના મેવાસા કમરી ગામે આરોગ્‍ય કેન્‍દ્રનું નબળું બાંધકામ થયા અંગે રજુઆત થતા આ એજન્‍સીને બ્‍લેક લીસ્‍ટમાં મુકવા તાકીદ કરવામાં આવી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીએ જુનાગઢ તાલુકા પંચાયતના જર્જરીત મકાન સંદર્ભે નવું મકાન બાંધવાના કામ સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યું હતું કે, આપણે જમીન બચાવવાની છે એટલે જુની ઓફીસોની જગ્‍યાએ જ નવી ઓફીસો બનાવવી પડશે. આમ થશે તો સરકારી જમીન પણ બચશે અને લોકોને પણ અનુકુળતા રહેશે. મુખ્‍યમંત્રીશ્રીએ જમીન માપણી પ્રશ્નો અંગે ખેડુતોને જણાવ્‍યું હતું કે, સરકારનું મન ખુલ્‍લું છે. આધુનિક ટેકનોલોજીથી જમીનનો રી-સર્વે થઇ રહ્યો છે. સરકાર કોઇની જમીન લેવા માગતી નથી. ખેડુતોના કબજામાં જે જમીન છે તેની માપણી થઇ રહી છે. તેથી ફેરફાર હોય તો તેની નોંધ સાથે રીપોર્ટ આપવામાં આવે છે. મુળ જમીન હતી તેમાં વર્ષો પહેલા સાદી પદ્ધિતીથી માપણી થઇ હતી એટલે હવે, ચોક્કસ માપ સાથે માપણી થઇ છે. અધિકારીઓને જમીનનો રી-સર્વે થાય ત્‍યારે ખેડુતોને જાણ કરી હાજર રખાવવા અને ગ્રામ પંચાયતને પણ જાણ કરવા સુચના અપાઇ હતી. જુનાગઢના જુડા અંગેના પ્રશ્નો નીતિવિષયક હોવાથી મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, આ અંગે આગેવાનોને ગાંધીનગર રૂબરૂ બોલાવવામાં આવ્‍યા છે. પરંતુ જુડા વિસ્‍તારમાં ઓથોરીટી કાર્યરત થઇ ન હોય એવી રજુઆતના સંદર્ભે હાલ લોકોને કોમર્સિયલ વીજ દરનું બિલ નહીં આવે અને ગ્રામ્‍ય દરે જ વીજ બિલ આવશે તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીની આ જાહેરાતને લોકોએ વધાવી લીધી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ લોક દરબાર દર ચાર મહિને યોજાશે અને ત્‍યારે અગાઉના પ્રશ્નોમાં અપાયેલી સુચના અંગેસમીક્ષા કરાશે અને નવા પ્રશ્નોનો ઉકેલ લવાશે તેમ જણાવ્‍યું હતું.

    વિકલાંગો પ્રત્‍યે સંવેદના વ્‍યક્ત કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, તેમને પાંચ વર્ષે તેમનું વિકલાંગ સર્ટી સક્ષમ અધિકારી સમક્ષ રીન્‍યુ કરાવવા જવું પડે છે આ માટે તેમને વિકલાંગતાનું કાયમી સર્ટી આપી નિઃશુલ્‍ક મુસાફરીમાં કોઇ મુશ્કેલી ન પડે તેવીનેમ વ્યકત કરી હતી.

    આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયરશ્રી જીતુભાઇ હીરપરા, ધારાસભ્‍યશ્રી મહેન્‍દ્રભાઇ મશરૂ, શ્રીઅરવિંદ લાડાણી, પૂર્વ મંત્રીશ્રી દેવાણંદભાઇ સોલંકી, શ્રી કનુભાઇ ભાલાળા, રાજ્યમહિલા સુરક્ષા સમિતીના ઉપાધ્‍યાક્ષશ્રી જ્યોતીબેન વાછાણી, શહેર ભાજપ પ્રમુખશ્રીશશીકાંતભાઇ ભીમાણી, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી કીરીટભાઇ પટેલ, અગ્રણીશ્રી વાલીબેન નંદાણીયા, ડે.મેયરશ્રી દિવાળીબેન પરમાર, એસ.ટી.બોર્ડના ડીરેક્ટરશ્રી વિનુભાઇ કથીરીયા, શ્રીગીરીશભાઇ કોટેચા, શ્રી સંજયભાઇ કોરડીયા, શ્રી અવિંદભાઇ ભલાણી, શ્રી પ્રદિપભાઇખીમાણી, પ્રભારી સચિવશ્રી નર્માવાલા, કલેક્ટરશ્રી આલોકકુમાર, ડી.ડી.ઓ.શ્રી અજયપ્રકાશ, સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.






  • 02 April 2016

  • ‘‘ગતિશીલ સરકાર-પ્રજાને દ્વાર‘‘નો નવતર અભિગમ ‘‘લોકસંવાદ સેતુ‘‘ ની ત્રીજી શૃંખલાનો જામનગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી


    ‘વાદ-વિવાદ નહિં સુમેળ સંવાદ‘ના લોકસંવાદ સેતુમાં ૭૯ પૈકી ૭૬ જનપ્રશ્નોનું સ્થળ પર જ સકારાત્મક નિરાકરણ લાવતા શ્રીમતી આનંદીબહેન પટેલ

    સ્થાનિક પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ લાવી દેવાનું લક્ષ્ય આ લોકસંવાદ સેતુમાં રાખ્યું છે

    જમીન, વીજળી, સિંચાઇ, રસ્તાને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ

    વાગડિયા ડેમના અસરગ્રસ્તોના પુન:વસવાટ માટે લાભાર્થીઓના વારસોને પણ રહેણાંક પ્લોટ ફાળવવા સૂચન

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ગતિશીલ પ્રશાસનિક અભિગમની નવતર પરંપરા રૂપે પ્રજાજનોના પ્રશ્નોના સામે ચાલીને જઇને સ્થળ પર નિવારણ કાર્યક્રમ ‘‘લોકસંવાદ સેતુ‘‘ની ત્રીજી કડીનો જામનગરથી આજે પ્રારંભ થયો છે.

    શ્રીમતી આનંદીબહેને સ્વયં આ લોકસંવાદ સેતુમાં ઉપસ્થિત રહીને સામાન્ય નાગરિકોની ૭૯ રજુઆતો કાને ધરી હતી. તેમણે ૭૬ પ્રશ્નોનું ત્વરિત નિવારણ પણ લાવી દીધું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તાલુકા સરકારનો ખ્યાલ અમલમાં મૂકી સત્તાનું વિકેન્દ્વીકરણ કરવામાં આવ્યું છે. તાલુકા સાશનને વધુ જવાબદેહ બનાવવામાં આવ્યું છે. તેથી હવે તાલુકાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ થઇ જશે.

    તેમણે જણાવ્યું કે, લોકસંવાદ સેતુમાં રજુ થાય એટલા જ માત્ર પ્રશ્નો નથી, સરકારના અધિકારીઓના ધ્યાને આવતા પ્રશ્નોનું પણ ત્વરિત નિરાકરણ આવે તેવી કાર્યસંસ્કૃતિ વિકસાવી છે.

    મુખ્યમંત્રીશ્રીએ લોકપ્રશ્નોના સુખદ ઉકેલ લાવવા વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવા પણ જણાવ્યું હતું. “ગતિશીલ ગુજરાત” અભિયાનના સફ્ળ પરિણામોની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

    આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગતિશીલ ગુજરાતના ૬ માસના પ્રથમ તબક્કામાં લક્ષ્યાંક કરતા ૧૩૮ ટકા કામગીરી થઇ હતી. ૬ માસના બીજા ફેઝમાં ૧૨૮ ટકા અને ત્રીજા ફેઝમાં પણ સો ટકાથી વધુ કામગીરી થઇ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

    લોકસંવાદ સેતુમાં પ્રશ્ન લઇ આવેલા સરપંચશ્રીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક અરજદારોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને રજુ થયેલા પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આણ્યું હતું. જામનગર તાલુકાના આ લોકસંવાદ સેતુમાં ૭૯ પ્રશ્નોમાં મુખ્યત્વે જમીન માપણી, રસ્તા અને વિજળીને લગતા પ્રશ્નો સામાન્ય નાગરિકોએ રજૂ કર્યા હતા.

    રી-સર્વે પ્રોમોલગેશન બાદ આવેલ વાંધા અરજીઓનો નિકાલ કરી હક્કપત્રક નોંધ તથા કે.જે.પી. (કમી જાસ્તી પત્રક) મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.

    આ લોકસંવાદ કાર્યક્રમમાં સંસદશ્રી પૂનમબહેન માડમ, ધારાસભ્યશ્રી ચીમનભાઇ શાપરિયા, મેઘજીભાઇ ચાવડા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષશ્રી મુળૂભાઇ બેરા, જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી દિલીપસિંહ ચુડાસમા, પ્રભારી સચિવશ્રી વી.પી.પટેલ, કલેકટરશ્રી આર.જે.માંકડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુળ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી હર્ષદ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતા.






  • 02 April 2016

  • લોકપ્રશ્નોના નિરાકરણ પ્રત્યેનો માનવીય અભિગમ : કાલાવડ તાલુકાના લોકસંવાદ કાર્યક્રમમાં ૧૬૩ પ્રશ્નો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ દાખવેલું સહ્રદયી વલણ


    163 માંથી 149 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

    “લોકસંવાદસેતુ” કાર્યક્રમમાં પાણી પુરવઠાના ૧૯ , લેન્ડ રેકર્ડ વિભાગના ૨૦ , માર્ગ અને મકાન વિભાગના ૩૧ , પી.જી.વી.સી.એલ.ના ૧૭ , મામલતદાર કચેરીના ૧૩ , શિક્ષણના ૪ , આરોગ્યના ૨ , સિંચાઇના ૭ , પંચાયતના ૩૮ અને અન્ય વિભાગોના ૧૨ પ્રશ્નો મળી કુલ ૧૬૩ પ્રશ્નોની રજૂઆત થઇ હતી. જે પૈકી ૧૪૯ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

    મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૯ અરજદારોને રી-સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માપણી / દુરસ્તી કરેલા અસલ દસ્તાવેજો એનાયત કરાયા હતા.

    જામનગર ખાતે રાજ્યભરના નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે યોજાતા “લોકસંવાદ” કાર્યક્રમ અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે લોકપ્રશ્નો પ્રત્યે સહ્રદયી વલણ દાખવ્યું હતું, અને સામાન્ય નાગરિકોની અડચણ નિવારવા અંગેની રાજ્યસરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી.

    મામલતદાર કચેરી કાલાવડ ખાતે યોજાયેલા “લોકસંવાદ” કાર્યક્રમમાં પીવાના તથા સિંચાઇ માટેના પાણી અંગેના મહતમ પ્રશ્નો રજુ થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ તમામ પ્રશ્નો વ્યક્તિગત રીતે રસપુર્વક સાંભળ્યા હતા, અને જરૂર જણાયેલ કિસ્સામાં ટેંકર મંજ્ર્ર્રર કરવા, પાણીચોરીના કિસ્સાઓની તપાસ કરવા, જરૂરી દરખાસ્તો કરવા વગેરે કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા અરજદારોને ખાત્રી આપી હતી.

    ભૂગર્ભ ગટરના કામો થકી ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગેના પ્રશ્નો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ માનવીય અભિગમ દાખવ્યો હતો, અને સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓને આ કામને પ્રથમ પ્રાથમિકતા આપી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

    જે અરજદારો પાસે સાથણીની જમીનનો પેઢી – દર – પેઢીથી કબજો છે, પરંતુ સનદનો દસ્તાવેજ નથી, તેવા અરજદારોને આ દસ્તાવેજ કાઢી આપવા માટે પ્રાંત અધિકારીશ્રીને મુખ્યમંત્રીશ્રીએ આદેશ કર્યો હતો. રી-સર્વે વખતે ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રીશ્રીએ તમામ અરજદારોને ખાસ આગ્રહ કર્યો હતો. જેથી માપણી અંગેના પ્રશ્નો નિવારી શકાય.

    મુખ્યમંત્રીશ્રી સમક્ષ અરજદારોએ વારાફરતી ઉપસ્થિત થઇ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે અંગે સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓએ ખુલાસો, દરખાસ્ત અને થયેલ કાર્યવાહીની વિગતોથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. તમામ અરજદારોને સંતોષ થાય તેવા અભિગમ સાથે જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી.

    કાલાવડ ગામના રહીશ નાથાભાઇ લાખાભાઇ ચંદ્રપાલ અપંગ પત્નિ સહિત આઠ વ્યક્તિના પરિવારના ગુજરાન માટે હોટેલ ચલાવવા ૬૦ * ૪૫ ચોરસ ફુટ જમીનની માગણી કરી હતી, જેને મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર જ મંજૂર કરી દીધી હતી.

    ખરાબ તબિયતના કારણોસર વ્યાજબી ભાવની દુકાન ચલાવવામાં ખરેડી ગામના દિપ્તીબેન પોપટને પડતી મુશ્કેલી માટે તેમણે સંચાલક તરીકે તેમના પિતાજીની નિમણૂંક કરવા રજૂઆત કરી હતી, જેને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક મંજૂરી આપી હતી.

    સોંદરવા મંજુલાબેન ડાયાભાઇના ખેતરનું વીજ કનેક્શન બિલ નહીં ભરવાથી કપાઇ ગયું હતું. મુખ્યમંત્રીશ્રીના આદેશથી આ અરજદારના બિલ પરનું વ્યાજ માફ કરી મુળ રકમ વસુલ કરવા અને વીજ કનેકશન પુન: ફાળવવાની કામગીરી સ્થળ પર જ આટોપવામાં આવી હતી.

    મતવા ગામના પ્રકાશભાઇ સંધાણીને મુખ્યમંત્રીશ્રીના આદેશો મુજબ તાત્કાલિક વીજ કનેક્શન અપાયું હતું. સંગીતાબેન મનસુખભાઇની કાલાવડ – પીપળિયા રોડનું સમારકામ કરવાની દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ તરત જ મંજૂરી આપી દીધી હતી. કાલાવડના પીપળેશ્વર મહાદેવ મંદિર પાસે રસ્તો બનાવવાની મોહિત મહેતાની રજૂઆતોને પણ શ્રીમતિ આનંદીબેને સત્વરે મંજૂર કરી હતી.

    કાલાવડ ખાતેના “લોકસંવાદસેતુ” કાર્યક્રમમાં પાણી પુરવઠાના ૧૯ , લેન્ડ રેકર્ડ વિભાગના ૨૦ , માર્ગ અને મકાન વિભાગના ૩૧ , પી.જી.વી.સી.એલ.ના ૧૭ , મામલતદાર કચેરીના ૧૩ , શિક્ષણના ૪ , આરોગ્યના ૨ , સિંચાઇના ૭ , પંચાયતના ૩૮ અને અન્ય વિભાગોના ૧૨ પ્રશ્નો મળી કુલ ૧૬૩ પ્રશ્નોની રજૂઆત થઇ હતી. જે પૈકી ૧૪૯ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થયું હતું.

    કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને પાણી – ધાસ – વીજળીના પ્રશ્નો અંગે સક્રિયતા દાખવવા ટકોર કરી હતી. વિપુલ પ્રમાણમાં ગ્રાંટ ફાળવણી કરતી રાજ્યસરકારની ગ્રાંટ વણ વપરાયેલી ન પડી રહે તેનું ખાસ ધ્યાન રાખવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    ચેકડેમ – તળાવો – બોરીબંધ ઉંડા કરવાના કામો દિવાળી પછી તરત જ શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી, અને મંજૂર થયેલા ટેંકરો ગામ સુધી પહોંચે તે વાતની ખરાઇ કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી.

    છેલ્લા એક વર્ષમાં કેટલા ચેકડેમો અને તળાવો ઉંડા ઉતારવામાં આવ્યા તેની વિગતો ૧૫ દિવસમાં તૈયાર કરી મુખ્યમંત્રી કાર્યાલયને પહોંચાડવાના આદેશો મુખ્યમંત્રીશ્રીએ કર્યા હતા. જેથી આ પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી શકાય.

    મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૯ અરજદારોને રી-સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માપણી / દુરસ્તી કરેલા અસલ દસ્તાવેજો એનાયત કરાયા હતા.

    આ કાર્યક્રમમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રી મેધજીભાઇ ચાવડા, ચિમનભાઇ શાપરિયા, નગરપાલિકા પ્રમુખશ્રી પી.પી.ઠેસીયા,પ્રભારી સચિવશ્રી વી.પી.પટેલ, કલેકટરશ્રી આર.જે.માકડિયા, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુલ, પ્રાંત અધિકારીશ્રી રાજેન્દ્વસિંહ રાયજાદા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એચ.ચૌધરી, મામલતદારશ્રી કે.જી.ચાવડા, તાલુકા વિકસ અધિકારીશ્રી વી.જી.વસોયા, ચીફ ઓફિસરશ્રી આર.એ.રાબા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશ પટેલ, સંબંધિત સરકારી વિભાગના અધિકારીશ્રીઓ, અરજદારો તથા બહોળી સંખ્યામાં ગ્રામ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.






  • 02 April 2016

  • જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી “લોક સંવાદ સેતુ”કાર્યક્રમ અંતર્ગત લોક્પ્રશ્નોનું નિરાકરણ કરતાં મુખ્યમંત્રીશ્રી



    કાલાવડ તાલુકાના ૧૦૪ ગામોને આરોગ્યની પૂરતી સુવિધા પુરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય અધિકારીશ્રીને સૂચના આપી હતી.

    પાણીચોરી પ્રશ્ને કડક હાથે કામ કરવા અધિકારીશ્રીઓનેમુખ્યમંત્રીશ્રીની તાકીદ

    આરોગ્ય, વીજળી, સિંચાઇ, રસ્તા વગેરે વિષયોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની મુખ્યમંત્રીશ્રીએ આપેલી હૈયાધારણા

    જામનગર ખાતે મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલે જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, અને જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિથી તેઓ માહિતગાર થયા હતા.

    કાલાવડની મામલતદાર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાના આરોગ્ય, સિંચાઇ, વીજળી, માર્ગ અને મકાન, જમીન વગેરે વિભાગના અધિકારીઓની રજૂઆતો સાંભળી હતી. કાલાવડ તાલુકાના વિવિધ ગામો પાસેથી પસાર થતી નર્મદા પાઇપ લાઇન મારફતે થતી પાણીચોરી અટકાવવા મુખ્યમંત્રીશ્રીએ પોલિસ અધિક્ષક્શ્રી પ્રદિપ સેજુલને કડક હાથે કામ કરવા તાકીદ કરી હતી.

    રાજકોટ – કાલાવડ રોડને ફોરટ્રેક કરવા અંગે સર્વેક્ષણ કરવા શ્રીમતિ આનંદીબેને સૂચના આપી હતી, તથા કાલાવડ તાલુકાના ૧૦૪ ગામોને આરોગ્યની પૂરતી સુવિધા પુરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય અધિકારીશ્રીને સૂચના આપી હતી.

    પાણીના અભાવે ખાલી પડેલા બાલંભડી ડેમને ઉંડો કરવા તથા ડેમનો કાંપ લેવા માટે ખેડૂતોને મંજૂરી આપવા મુખ્યમંત્રીશ્રી આનંદીબેને સ્થળ પર જ સૂચના આપી હતી. ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા અંગેની ગ્રાંટ સત્વરે ફાળવવા તથા જરૂરીયાત મુજબના સરકારી વિભાગોને તાત્કાલિક તાલીમ આપવાની વ્યવસ્થા ગોઠાવવા અંગે શ્રીમતિ આનંદીબેને સંબંધિત અધિકારીઓને હુકમો કર્યા હતા.

    પીવાના પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા પર મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ખાસ ભાર મુક્યો હતો, અને જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રોજિંદુ ૧૪૦ લિટર પણી પૂરૂ પાડવા રાજ્ય સરકાર તેના તમામ પ્રયત્નો કરી છૂટશે. આ માટે લોકજાગૃતિ કેળવવા મુખ્યમંત્રીશ્રીએ વિશેષ ટકોર કરી હતી.

    આ બેઠકમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રી મેધજીભાઇ ચાવડા, ચીમનભાઇ શાપરિયા,નગરપાલિકા પ્રમુખશ્રી પી.પી.ઠેસિયા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, પ્રભારી સચિવશ્રી વી.પી.પટેલ, કલેકટરશ્રી આર.જે.માકડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એસ.ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી.ઠક્કર, તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.






  • 01 April 2016

  • કરાઇ પોલીસ અકાદમી ખાતે અલંકરણ સમારોહ કાર્યક્રમમાં ૧૧૭ પોલીસકર્મીઓની પ્રસંશનીય કામગીરી બદલ મેડલ એનાયત કરતાં મુખ્યમંત્રીશ્રી



    ગાંધીનગરના કરાઈમાં ગુજરાત પોલીસ અકાદમી ખાતે આયોજિત પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં આજે માન. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં પોલીસ જવાનોને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીશ્રીએ વિશિષ્ટ સેવા મેડલ તથા પ્રસંશનીય સેવા મેડલ એનાયત કર્યા. શૌર્ય, નિષ્ઠા, કાર્યદક્ષતા અને શિસ્ત યુક્ત ઉત્કૃષ્ઠ કામગીરી માટે ચંદ્રક મેળવવા બદલ મુખ્યમંત્રીશ્રીએ તમામ ૧૧૭ પોલીસ વીરો તથા તેમના પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે ગુજરાત પોલીસ દળને લીધે સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે પણ કાયદો અને વ્યવસ્થા જાળવીને સમાજમાં શાંતિ જાળવવા આપણી પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સુરક્ષાનો માહોલ વધુ સુદ્રઢ બને તે માટે ગુજરાત સરકારે સુરક્ષા સેતુ યોજના, ૧૮૧ અભયમ હેલ્પલાઈન, સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હાથ ધર્યા છે. ગુજરાતે દેશમાં સૌ પ્રથમ વાર પોલીસ ભરતીમાં ૩૩% મહિલા આરક્ષણ સાથે નારીશક્તિને પોતાનું કૌવત પૂરવાર કરવાની તક આપી છે. તેમણએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા ૫ લાખ ૪૦ હજાર મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજયની પોલીસમાં યુવાઓ વધુ છે અને આધુનિક સાધનોથી સજ્જ છે. તેમણે પોલીસ ટ્રેનીંગ સેન્ટરની વેફલ રેન્જ, જીમ્નેશીયમ, સ્વીમિંગપુલ, કમ્યુટર લેબ જેવી આધુનિક સુવિધાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ સુવિધાને લીધે પોલીસ ફોર્સ વધુ સક્ષમ અને પ્રોફેશનલ પોલીસને વધુ આધુનિક બનાવવા ભવિષ્યલક્ષી આયોજન સાથે રાજ્યમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ લૉ યુનિવર્સિટીની શરૂઆત કરી છે જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના ત્રણ પીલર સમાન બની રહેશે. આપણે રાજ્યમાં નેશનલ લેવલની એક મરીન એકેડેમી તથા આર્ચરી રેન્જ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

    મુખ્યમંત્રીશ્રીએ પોલીસકર્મીઓમાં કામના ભારણની વાત કરતાં જણાવ્યુ કે સ્ટ્રેસનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે.આવા સંજોગોમાં તેમના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે. પોલીસકર્મીઓને યોગાની તાલીમ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા વિષયો પર શિક્ષિત કરવામાં આવે તે ખુબજ જરૂરી છે. જેથી સ્ટ્રેસ ફ્રી બનીને તેઓ પોતાની ડ્યુટી નિભાવી શકે. આ સંદર્ભે તેમણે જણાવ્યુ કે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો રાજય સરકારની ફ્રી હેલ્થ ચેકઅપ, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને કેન્સર સારવારની વિનામૂલ્યે થતી સેવાઓનો લાભ લે એ માટે અપીલ કરી હતી.

    આ પ્રસંગે ગૃહમંત્રીશ્રી રજનીકાંત પટેલ, મુખ્ય અગ્ર સચિવશ્રી જી.આર. અલોરિયા, મુખ્ય અગ્ર સચિવ પી.કે. તનેજા, ડી.જી.પી. શ્રી પી.સી. ઠાકુર, સિનીયર પોલીસ ઓફિસર્સ અને અન્ય અગ્રણિઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.






  • 01 April 2016

  • Gujarat starts implementation of Food Security Act



    Gujarat government today started implementation of National Food Security Act (NFSA), state cabinet minister Bhupendrasinh Chudasama said.

    The scheme, however, will be officially launched on April 6 by Chief Minister Ananiben Patel, Chudasama, the Gujarat Food, Civil Supplies and Consumer affairs minister, said.






  • 1 April 2016

  • નડિયાદ ખાતે ધર્મસિંહ દેસાઇ મેડીકલ સાયન્સ કોલેજ અને રીસર્ચ સેન્ટરનું ખાતમૂહુર્ત કરતાં મુખ્યમંત્રીશ્રી: ૭૫૦ બેડની અદ્યતન હોસ્પિટલ આકાર પામશે



    મુખ્યમંત્રીશ્રી:

    * તબીબી અભ્યાસ બાદ છેવાડાના ગામડાંઓમાં ગરીબ લોકોને તબીબી સેવાઓ પ્રદાન કરવાની અપીલ
    * નાના ઉદ્યોગો (SME) માટે ટૂક સમયમાં સ્ટાર્ટ-અપ ગુજરાત પોલીસીની જાહેરાત થશે
    * મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આ વર્ષ બજેટમાં ૯૦ના બદલે ૮૦ પર્સેન્ટાઇલ અને ૪.૫લાખ વાર્ષિક આવક મર્યાદાને વધારીને ૬ લાખ કરવાની જોગવાઇ કરી છે.

    નડિયાદની પ્રસિદ્ધ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી હસ્તક અત્યાધુનિક ફેકલ્ટી ઓફ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેનું મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજરોજ ખાતમૂહુર્ત કર્યું હતું. અહીં વિદ્યાર્થીઓ માટે ૧૫૦ બેઠકો અને હોસ્પિટલમાં ૭૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ખેદ વ્યક્ત કર્યો હતો કે શહેરોમાં મેડીકલનો અભ્યાસ કરીને સ્થાયી થતા ડોકટરોની સંખ્યા વ્યાપક પ્રમાણમાં હોય છે, પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં નહિવત પ્રમાણમાં સેવાનો લાભ મળે છે.

    આ પ્રસંગે ઉપસ્થિત તબીબી જગતના નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ નાના નગરો અને ગામડાંઓમાં બે વર્ષ સુધી ગરીબ લોકોને સેવા આપવાની અને સામાન્ય લોકોના હિતને ધ્યાને રાખીને તબીબી સંશોધનો કરવાની હૃદયસ્પર્શી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા યુવાનોને ઉચ્ચ અભ્યાસ તેમજ રોજગારી મળે એ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. કુપોષણ તેમજ બિમારીઓ સામે લડવામાં ડોકટર્સનું યોગદાન અનમોલ હોય છે. ડોકટરને લોકો ભગવાનના સ્વરૂપમાં જોતા હોય છે એ શ્રધ્ધાને કાયમ કરવી એ ડૉકટર સમુદાયનુ નૈતિક કર્તવ્ય છે.

    મુખ્યમંત્રીશ્રીએ ગ્રામિણ વિસ્તારમાં વિશેષરૂપે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ થાય એ વાત પર ભાર મુકતા જણાવ્યુ કે આંગણવાડી, આશાવર્કરો અને આરોગ્ય કેન્દ્રોની મદદ દ્વારા મહિલાઓને ડીલીવરી સમયે યોગ્ય માહિતી તેમજ સારવાર પુરી પાડી કાળજી લેવામાં આવે છે. તેમ છતાં ઘણી વખત ડોકટરોની અછતના લીધે ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓને તેમજ બાળકોને યોગ્ય સારવાર મળી શક્તી નથી. આ દિશામાં તબીબો પણ સંવેદનસભર અભિગમ રાખીને સમાજ સેવામાં પોતાનો સહયોગ આપે તેવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

    તબીબી ક્ષેત્રે સામાન્ય માણસના હિતને ધ્યાને રાખીને સંશોધનની જરૂરિયાત ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ નવીન સંશોધનને વાણિજ્યિક ધોરણે વિકસાવવા માટે ગુજરાત સરકાર સ્ટાર્ટ-અપ પોલીસી લાવી રહી છે તેની રૂપરેખા આપી હતી.

    જ્ઞાતિના કોઈ બાધ વિના તેજસ્વી યુવાનોને ઉચ્ચ શિક્ષણના અવસરો આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

    આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડોકટર બનવાનું સૌભાગ્ય દરેકને પ્રાપ્ત થતું નથી. પોતે ડોક્ટર માટે એડમિશન મળ્યું હોવા છતાં એ વખતે નહોતા જઇ શક્યા એ વાતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતુ કે આજે ગુજરાતના ૬ કરોડ લોકોના ડોકટર બની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

    આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, વિધાનસભા દંડક્શ્રી પંકજભાઇ દેસાઇ, લોકસભાના સાંસદ દેવુ સિંહ ચૌહાણ, તેમજ ધર્મસિંહ દેસાઇ સંસ્થાના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



  • 1 April 2016

  • સંસ્કૃત્તિ અને સંસ્કૃતની રક્ષા થકી સમાજ ઉત્થાનનું કામ થઇ રહ્યું છે : મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ



    • બ્રહ્મર્ષિ સંસ્કારધામ ખાતે પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે બહુમાન

    નડીઆદ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કારધામના પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ અવસરે ઉપસ્થિત ઋષિકુમારોએ મહામૃત્યંજયના જાપનું સ્તવન કર્યુ હતું. આરોગ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું બ્રહ્મર્ષિધામ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

    અત્રે ઉલ્‍લેખનીય છે કે સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન માટે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીના હસ્તે બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપકશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા.

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને સંસ્કૃતની રક્ષા થકી સમાજ ઉત્થાનનું ઉત્તમ કામ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં થઇ રહ્યું છે જે ખરેખર પ્રેરણાદાયી અને પ્રસંશનીય છે.

    આ પ્રસંગે પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રી દ્વારા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રી કે.કે.નિરાલા, ડીડીઓ સુશ્રી પ્રવિણા ડી.કે, અધિક કલેકટરશ્રી મેહુલ દવે, બ્રહ્મર્ષિ સંસ્કારધામનો અધ્યાપક વર્ગ તથા ઋષિકુમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



  • 30 March 2016

  • પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદનને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે જાહેર કરી ‘ વેસ્ટ ટુ એનર્જી’ અને ‘સ્મોલ હાઇડલ’ પોલીસી



    શહેરોમાં ઘન કચરામાંથી વીજ ઉત્‍પાદન ગુજરાત વેસ્‍ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬
    * આ પોલીસી પાંચ વર્ષ માટે અમલી રહેશે: સ્‍થપાયેલા એકમો વધુમાં વધુ રપ વર્ષ સુધી લાભ મેળવી શકશે.
    * આવા પ્રોજેકટો માટે રૂ. ૧ ના પ્રતિક દરે જમીન સ્થાનિક સંસ્થા દ્વારા લીઝ ઉપર અપાશે.
    * સ્‍ટેમ્‍પ ડયુટી શહેરી સ્‍થાનિક સંસ્‍થા ભોગવશે.
    * પાવર પ્રોજેકટ ઉપર શહેરી સ્‍થાનિક સંસ્‍થા કોઇ વેરા-રોયલ્‍ટી નાખશે નહી.
    * ઉત્‍પાદિત વીજળીને વિઘુત શુલ્‍કમાંથી સંપૂર્ણ માફી : વ્‍હીલીંગ ચાર્જ અને ડિસ્‍ટ્રીબ્‍યુશન લોસમાં પ0 ટકા રાહત

    જળ આધારિત વીજ ઉત્‍પાદન હાઇડલ પોલીસી-૨૦૧૬
    * રાજયમાં ડેમ, નહેરો કે નદીઓ ઉપર જળ આધારિત ‘રપ મેગાવોટ’ સુધીના વીજ એકમો સ્‍થપાશે.
    * ગુજરાત સ્મોલ હાઇડલ પોલીસી-૨૦૧૬ પાંચ વર્ષ માટે અમલી : મહત્તમ 3પ વર્ષ સુધી લાભો મળશે.
    * ઉત્‍પાદિત વીજળીને વિઘુત શુલ્‍કમાંથી સંપૂર્ણ મુકિત : વ્‍હીલીંગ ચાર્જ અને ડિસ્‍ટ્રીબ્‍યુશન લોસમાં પ0 ટકા રાહત
    * ત્રાહિત વ્‍યક્‍તિને વીજળી વેચે તો ક્રોસ સબસીડી સરચાર્જ અને એડીશનલ સરચાર્જમાં પણ પ0 ટકા રાહત.
    * વીજળી નિર્ધારિત દરથી વેચી શકાશે.

    ગુજરાત વેસ્‍ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬ અને જળ આધારિત વીજ ઉત્‍પાદન માટેની ગુજરાત સ્‍મોલ હાઇડલ પોલીસી-૨૦૧૬ દ્વારા પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન અને પર્યાવરણ રક્ષા માટે ગુજરાત સરકાર એક વિરાટ કદમ ઉપાડયું છે. ગતિશીલ ગુજરાતના પ્રણેતા માન.મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના સબળ નેતૃત્વમાં રાજય સરકારે આ બંને નીતિ અમલમાં મૂકી છે.

    માન.મુખ્‍યમંત્રીશ્રીએ રાજયના નગરોને સ્‍વચ્‍છ અને સ્‍વસ્‍થ બનાવવાનો સંકલ્‍પ લીધો છે, ત્‍યારે શહેરી વિસ્‍તારોમાં ઘન કચરામાંથી વીજળી ઉત્‍પાદન કરવા માટેની નવી નીતિથી જળ, જમીન અને હવાના પ્રદુષણને અટકાવી શકાશે એટલું જ નહીં રાજયના શહેરો ઘન કચરા મુકત બનશે અને કચરામાંથી કંચનરૂપ વીજળી પેદા થશે. ઘન કચરામાંથી વીજળી ઉત્‍પન્ન કરવાના કારણે રાજયના શહેરો વધુ સ્‍વચ્‍છ અને સ્‍વસ્‍થ બનશે.

    પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન..
    રાજય સરકારે ડેમ, નહેરો કે નદીઓ ઉપર જળ આધારિત રપ મેગાવોટ સુધીના નાના વીજ એકમો સ્‍થાપવાને પ્રોત્‍સાહન આપવા ગુજરાત સ્‍મોલ હાઇડલ પોલીસી-૨૦૧૬ જાહેર કરી છે તેના દ્વારા પ્રદુષણ રહિત પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદનને વેગ મળશે.

    ગુજરાતને આ નીતિ અંતર્ગત આવા પાવર પ્રોજેકટ માટે શહેરી સ્‍થાનિક સંસ્‍થા, મ્‍યુનિસીપલ કોર્પોરેશન વિગેરે દ્વારા રૂા.૧ ના પ્રતિક દરે જમીન લીઝ ઉપર આપવામાં આવશે, અને તે અંગેની સ્‍ટેમ્‍પ ડયુટી જે તે શહેરી સ્‍થાનિક સંસ્‍થા ભોગવશે. આ ઉપરાંત સંબંધીત શહેરી સ્‍થાનિક સંસ્‍થા પાવર પ્રોજેકટ ઉપર કોઈ ટેક્ષ, સેસ, રોયલ્‍ટી, લેવી કે તે પ્રકારના ચાર્જ નાંખશે નહીં.

    આ નીતિની જોગવાઇઓ અંતર્ગત જે તે શહેરી સ્‍થાનિક સંસ્‍થા શહેરી ઘન કચરો પાવર પ્રોજેકટ માટે વિના મુલ્‍યે આપશે, અને આ કચરો પાવર પ્રોજેકટના સ્‍થળે પણ પહોંચાડશે. રૂા. ૧ ના દરે લીઝ પર મળતી જમીન અને વિના મુલ્‍યે અપાનાર શહેરી ઘન કચરો લક્ષમાં રાખીને ગુજરાત એનર્જી રેગ્‍યુલેટરી કમીશન દ્વારા સામાન્‍ય (જેનેરીક) વીજદર નિર્ધારીત કરવામાં આવશે. સંબંધીત શહેરી સ્‍થાનિક સંસ્‍થા દ્વારા કચરામાંથી ઉર્જા ઉત્‍પન્ન કરવાના પ્રોજેકટ માટે સ્‍પર્ધાત્‍મક બીડ મંગાવવામાં આવશે, જેમાં પ્રોજેકટના ડેવલોપર દ્વારા વેચાનાર વિજળીના યુનિટ દીઠ કેટલી સબસીડી (Viable Gap Funding) જોઈએ છે, તે રકમ સ્‍પર્ધાત્‍મક બીડમાં જણાવવાની રહેશે, અને તે આધારે સૌથી ઓછુ Viable Gap Funding માંગતા બીડરને શહેરી સ્‍થાનિક સંસ્‍થા દ્વારા પ્રોજેકટ ડેવલોપર તરીકે પસંદગી કરવામાં આવશે.

    રાજયમાં આ પ્રકારના પ્રોજેકટસથી ઉત્‍પન્ન થતી વિજળીને વિઘુત શુલ્‍કમાંથી સંપૂર્ણપણે મુકિત આપવામાં આવશે, અને તેને ક્રોસ સબસીડી સરચાર્જ – એડીશનલ સરચાર્જમાંથી પણ મુકિત આપવામાં આવશે. તે જ રીતે વ્‍હીલીંગ ચાર્જિસ અને ડીસ્‍ટ્રીબ્‍યુશન લોસમા પણ ૫૦ ટકા કન્‍સેશન આપવામાં આવશે. આ નીતિ શહેરી ઘન કચરાના નિકાલ માટે ઉત્તમ વિકલ્‍પ સાબિત થશે, અને પર્યાવરણ બચાવવાના હેતુ માટે તેમજ શહેરી વિસ્‍તારોમાં સામાન્‍ય જનની સ્‍વાસ્થ્ય સુખાકારી માટે આ નીતિ અંતર્ગત સ્‍થપાનાર પ્રોજેકટો હીતકારી રહેશે.

    રાજયમાં ડેમ, નહેરો કે નદી ઉપર જળ આધારીત નાના વિઘુત પ્રોજેકટોને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજય સરકારે ગુજરાત સ્‍મોલ હાઇડલ પોલીસી-૨૦૧૬ જાહેર કરી છે. આ પોલીસી પાંચ વર્ષ માટે અમલી રહેશે, અને તે દરમ્‍યાન સ્‍થપાનાર એકમો મહત્તમ ૩૫-વર્ષ સુધી લાભો મેળવી શકશે. આ નીતિ અંતર્ગત સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી ટેન્ડર મંગાવીને નક્કી થનાર ડેવલોપર દ્વારા ૨૫ મેગા વોટ સુધીના જળ વિઘુત એકમો સ્‍થપાશે અને તેઓ દ્વારા ઉત્‍પન્ન થતી વિજળી ગુજરાત એનર્જી રેગ્‍યુલેટરી કમીશન નિર્ધારીત કરે ટેરીફથી અથવા સ્‍પર્ધાત્‍મક બીડથી નક્કી થાય ટેરીફથી વેચી શકાશે.

    ઉલ્લેખનીય છે કે આવા એકમો દ્વારા ઉત્‍પન્‍ન થતી વિજળી વિઘુત શુલ્‍કમાંથી સંપૂર્ણપણે મુકત રહેશે. કેપ્‍ટીવ પાવર પ્રોજેકટોને વ્‍હીલીંગ ચાર્જ અને ડિસ્‍ટ્રીબ્‍યુશન લોસમાં ૫૦ ટકા કન્‍સેશન મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત ત્રીજા પક્ષકારને વિજળી વેચતા નાના હાઈડલ પ્રોજેકટને ક્રોસ-સબસીડી સરચાર્જ અને એડીશનલ સરચાર્જમાં પણ ૫૦ ટકા કન્‍સેશન મળવાપાત્ર રહેશે.

    પર્યાવરણ બચાવવાની પહેલ તરીકે અને પ્રદુષણ રહીત પુનઃપ્રાપ્‍ય ઊર્જાને પ્રોત્‍સાહન આપવાના હેતુથી રાજય સરકારે જાહેર કરેલી બંને નીતિઓથી પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે ગુજરાત નવા સીમાચિન્‍હો હાંસલ કરશે.








  • 29 March 2016

    દક્ષિણ ગુજરાતની 300 આદિજાતિ મહિલાઓની સાફલ્યગાથા વર્ણવતી ઈ-બુકનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન



  • રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણ યોજનાઓથી દક્ષિણ ગુજરાતના બહુધા આદિજાતિ જિલ્લાઓની નારીશકિતની સફળ ગાથા-ને વિશ્વ સમક્ષ મૂકવાની નવતર પહેલને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા

    સૂરતની શ્રી ગોવર્ધનનાથજી બેઠક સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ વેબસાઇટસ-સોશિયલ મીડિયા પર ૩૦૦ આદિજાતિ-ગ્રામીણ મહિલાઓના શકિત સામર્થ્યનું ‘ઇ-બૂક‘રૂપે નિરૂપણ કરાશે

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે દક્ષિણ ગુજરાતની ગ્રામીણ આદિજાતિ પછાત વનબંધુ મહિલાશકિતએ રાજ્યની વિવિધ કલ્યાણ યોજનાના લાભ મેળવી હાંસલ કરેલી સફળતાની ગાથા ઇ-બુક ‘‘દિકરી મારો અંશ અને એ પણ મારો વંશ‘‘નું આજે ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.

    આ ઇ-બુકને સોશિયલ મીડિયાની વિવિધ વેબસાઇટ, ફેસબુક, સ્લાઇડ શેર, મોબાઇલ એપ ઉપર ઓન લાઇન મૂકવામાં આવશે. જે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ વાંચી શકશે.

    શ્રીમતી આનંદીબહેને દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ, નમર્દા, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાઓમાં વસતી અનેક મહિલાઓ રાજય સરકારની મહિલા સશકિતકરણની વિવિધ યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે પગભર બની છે. તે પૈકી ગ્રામ્ય વિસ્તારની ૩૦૦ બહેનોને રૂબરૂ મળી તેમની હકિકતોને સાફલ્યગાથા રૂપે કંડારવાના સૂરતની શ્રી ગોવર્ધન નાથજી પરે બેઠકજી સેવા ટ્રસ્ટની પહેલને અભિનંદનીય ગણાવી હતી.

    આ ‘‘ઇ-બુક‘‘ માં રાજ્ય સરકારની મહિલા સશકિતકરણની અનેકવિધ યોજનાઓ મિશન મંગલમ યોજના, પશુપાલન, કૃષિ સહાય, આવાસ યોજના કે ગરીબ કલ્યાણ મેળામાં સાધન સહાય મેળવીને આર્થિક રીતે પગભર બનેલી બહેનોની સફળગાથાઓ છે. જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બને તે હેતુથી શ્રી ગોવર્ધનનાથજી બેઠક સુરત દ્વારા આ સાફલ્યગાથાઓને કુલ પાંચ www.shreenathjiparebethakji.com, www.facebook.com, WEG (Women Empowerment in Gujarat), www.issue.com, www.gujaratinformation.net ના માધ્યમથી આંતરરાષ્ટ્રિય ફલક ઉપર મુકવામાં આવશે.

    મુખ્યમંત્રીશ્રીએ આ સાફલ્યગાથાઓ અન્ય મહિલા-માતા-બહેનો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા આ અવસરે વ્યકત કરી હતી.

    આ ઇ-બુકના નિર્માણ કાર્યમાં પરે બેઠક શ્રી ગોવર્ધનનાથજી બેઠક સુરતના સર્વશ્રી પુસ્કરભાઇ દલાલ, શ્રી મુંકુદભાઇ ડેપ્યૂટી, શ્રી કનુભાઇ શાહ, શ્રીમતી ગીતાબહેન શ્રોફ અને સમસ્ત ગોવર્ધન નાથજી પરે બેઠકની ટીમ તથા પ્રાદેશિક માહિતી કચેરીના સંયુકત માહિતી નિયામકશ્રી મહેશચંદ્ર કટારા અને તેમની ટીમના અધિકારીઓ દ્વારા ખૂબ મહેનતપૂર્વક કાર્ય પૂર્ણ કરાયું છે, તેની પણ તેમણે સરાહના કરી હતી.







  • 28 March 2016

    ગુજરાતે મેળ્વ્યો દેશના મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટનો નેશનલ એવોર્ડ




  • નવી દિલ્હી ખાતે આયોજીત ૬૩માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં ગુજરાતને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતે આ એવોર્ડ મેળવ્યો તે બદલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ખુશી અને ગૌરવની લાગણી વ્યકત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે દેશમાંથી કુલ આ ક્ષેત્રમાં ૧૬ એન્ટ્રીમાંથી ગુજરાતની પ્રથમ સ્થાને પસંદગી થઇ છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ફિલ્મને પ્રોત્સાહન આપતી નીતિ તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા ગુજરાતી ફિલ્મોને એક નવીન ઓળખ અને પ્રોત્સાહન મળશે.

    આ એવોર્ડના માધ્યમથી દેશમાં ફિલ્મ પ્રવાસનને પ્રોત્સાહન આપવાની કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગની આ નવિન પહેલને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી. ગુજરાતે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના ક્ષેત્રમાં કરેલ પ્રયત્નો અને ફિલ્મ માટે પ્રોત્સાહક નીતિ આવનારા સમયમાં ગુજરાતને પ્રગતિની નવીન ઉંચાઇ પર પ્રસ્થાપિત કરશે અને ગુજરાત ફિલ્મ ટુરિઝમ માટે દેશનું શ્રેષ્ઠ રાજય બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.









  • 28 March 2016

    રાજ્યના ૧૮ હજાર ગામ, ૮ મહાનગરપાલિકા અને ૧૫૧ નગરપાલિકાને ગુજરાત સરકારે પહોંચાડ્યું પીવાનું શુદ્ધ પાણી: મુખ્યમંત્રીશ્રી



  • બનાસકાંઠાના ડીસા ખાતે આજે યોજાએલ વિરાટ કિસાન સંમેલનમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ધરતીપુત્રો સાથે રસસભર વાર્તાલાપ કર્યો હતો.

    અકસ્માતે અવસાન પામેલા ખેડૂતોના લાભાર્થી વારસદારોને રૂ. એક લાખના ચેક આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યા હતા અને ગુજરાત તથા કેન્દ્ર સરકારની કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની અપીલ ખેડૂત ભાઈબહેનોને કરી હતી.

    અકસ્માતે અવસાન પામેલા ખેડૂતોના લાભાર્થી વારસદારોને રૂ. એક લાખના ચેક આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યા હતા અને ગુજરાત તથા કેન્દ્ર સરકારની કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની અપીલ ખેડૂત ભાઈબહેનોને કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક ઘર અને ખેતર સુધી પાણી પહોંચાડવા માટે રાજય સરકારે ૧.૨૫ લાખ કિ.મી નું જળ વિતરણનું માળખું ઊભું કર્યું છે. રાજ્ય સરકારના પ્રયાસોને લીધે ઉત્તર ગુજરાતની સૂકી ધરતી હવે જળતૃપ્ત બની છે.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યના ૧૮ હજાર ગામડાઓ, ૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૧ નગરપાલિકાઓને આજે શુદ્ધ પીવાનું પાણી ભાજપાની સરકારે ઉપલબ્ધ કરાવ્યું છે. આ દિશામાં રાજ્ય સરકાર હજી પણ ભગીરથ પ્રયાસ ચાલુ રાખશે એવી ખાતરી મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

    રાજ્ય સરકાર દ્વારા સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર તથા ડાયાબિટીસ સહિતના રોગોની વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે તેની જાણકારી આપી મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત કિસાન ભાઈબહેનોને તેનો લાભ લઈને પોતાનું પરીક્ષણ નજીક આરોગ્ય કેન્દ્રો પર કરાવી લેવાનો આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ખેડૂત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.









  • 27 March 2016

    કોંગ્રેસના ટેન્કર રાજની વિપદામાંથી ગુજરાત સરકારે નર્મદા યોજનાની મદદથી ગુજરાતને ટેન્કરમૂક્ત કર્યું છે: વડોદરા ખાતે કિસાન મહેરામણને મુખ્યમંત્રીશ્રીનું સંબોધન





  • મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે યુપીએના શાસનમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં અવરોધો ઊભા કરી ગુજરાતના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હતો. દેશમાં ભાજપનું શાસન આવતા ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર ૧૭ દિવસના ટૂંકા ગાળામાં નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપતાની સાથે જ ડેમ પર દરવાજા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદા ડેમ પર દરવાજા મૂકવાનું કામ આગામી માર્ચ-૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

    વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આયોજિત વિરાટ કિસાન રેલીને સંબોધતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નર્મદા ડેમ પર દરવાજા મૂકવાના કામને ખોરંભે પાડવાનો કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, યુપીએ સરકારની ગુજરાતના કિસાનોને અન્યાયપૂર્ણ નીતિને કારણે નર્મદા યોજનાનું કામ અટક્યું હતું, પરંતુ કેન્દ્રમાં ભાજપની એનડીએ સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકારે કિસાનોના હિતમાં ગુજરાતનો આ વર્ષો જૂનો પ્રશ્ન ટૂંકા જ ગાળામાં હલ કર્યો છે.

    કોંગ્રેસના શાસનમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારતા હતા તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભાજપના શાસનમાં છેલ્લાં ૧૫ વર્ષમાં રાજ્યમાં ૧૩ હજાર ગામડાઓ, ૦૮ મહાનગરો, ૧૫૧ નગરપાલિકાઓમાં ૧,૨૫,૦૦૦ કિ.મી ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં વાસમો દ્વારા ૧૮ હજાર જેટલી પાણી સમિતિઓ દ્વારા ૬૭ હજાર મહિલાઓ જળવ્યવસ્થાપનની કામગીરી સંભાળી રહી છે. જેને પરિણામે ગુજરાત આજે ટેન્કરમૂક્ત રાજ્ય બન્યું છે. તેમણે પ્રધાનમંત્રી વીમા યોજનાનો દરેક ખેડૂતને લાભ લેવા ભારપૂર્વક જણાવ્યું હતું.

    ખેડૂતોને પરંપરાગત અને સજીવ ખેતી તરફ વળવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાતમાં ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાઓમાં ગૌચર વિકાસ માટે ગૌચર વિકાસ બોર્ડને રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગૌચરની એક તસુ જમીન પણ ઉદ્યોગગૃહોને ફાળવવામાં આવતી નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બજેટમાં ગરીબો-કિસાનો માટે અમલમાં મૂકેલ વિવિધ યોજનાનો તેમજ રાજ્ય સરકારે કિસાનોના હિતમાં લીધેલા નિર્ણયોની વિસ્તૃત રૂપરેખા આપી સમાજના છેવાડાના માનવી સુધી આ યોજનાઓની જાણકારી સાથે તેના લાભો પહોંચે તે માટે કાર્યકરોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

    સયાજીપુરા એ.પી.એમ.સી ખાતે યોજાએલી ચાર જિલ્લાના ખેડૂતોની વિશાળ કિસાન રેલીમાં મંત્રી શ્રી રમણલાલ વોરા, જયદ્રથસિંહજી, મેયર શ્રી ભરત ડાંગર, શ્રીમતી રંજનબેન ભટ્ટ, રામસિંહભાઈ રાઠવા સહિત લોકસભા અને રાજ્યસભાના સાંસદો, વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓનાં ધારાસભ્યશ્રીઓ, નિગમ અધ્યક્ષશ્રીઓ, વિવિધ જિલ્લાના પ્રભારીશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ તેમજ સાંસદ-ધારાસભ્યશ્રીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષો, મહાનુભાવો તેમજ હજારો કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.


    No comments:

    Post a Comment